For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ-વિહિપની ફ્લોપ 84 કોસી યાત્રા સપા માટે હીટ

|
Google Oneindia Gujarati News

લખનઉ. 25 ઑગસ્ટઃ અયોધ્યામાં 84 કોસી યાત્રાની જાહેરાત બાદ આ યાત્રા પૂર્ણ ના થાય તે માટે અયોધ્યા, ફૈઝાબાદ, બસ્તિ, બહરાઇચ શ્રાવસ્તિ, ગોરખપુર, સહિત છ જીલ્લામાં આરએઅફસ પોલીસ અને પીએસીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. હકીકતમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવને સુચના મળી છે કે જો આ યાત્રા પુરી થશે, તો રાજ્યમાં તોફાનો થઇ શકે છે. દિગ્વિજય સિંહે ટ્વીટ કર્યુ છે કે અયોધ્યાની આ મેચ ફીક્સ છે, જો કે લોકો અખીલેશની સફળતા અને વિહિપના આ પ્રયાસને ફ્લોપ શો કહે છે, પરંતુ સત્ય તો એ છે કે આ માત્ર ભાજપ માટે ફ્લોપ શો છે, સપા અને વિહિપ માટે આ એક હીટ શો સાબીત થાય છે.

આ ચર્ચા પર આગળ વધારીએ તે પહેલા આપણે આ યાત્રાનો હેતુ જાણીએ. આ યાત્રા પાછળ વિહિપનો હેતુ પોતાના ખોવાયેલા વર્ચસ્વ અને છબીને પાછો લાવવાનો છે, જ્યારે ભાજપનો હેતુ યુપીના મત બેંકના ધ્રુવીકરણનું છે. ભાજપને વિશ્વાસ છે કે આ યાત્રાને સપા સરકાર રોકશે તો હિન્દુત્વનું મત બેન્ક નબળું થઇ જશે. જ્યારે યાત્રા રોકવા માટે સપાનો એક માત્ર હેતુ છે કે પ્રદેશની કાયદો અને વ્યવસ્થાને ટકાવી રાખવી. સામાન્ય રીતે જોઇએ તો આ યાત્રાનુ આયોજન કરનારા જ ઇચ્છતા હતા કે બળજબરી પુર્વક યાત્રાને કોઇ રોકે જ્યારે રોકવાવાળા ઇચ્છતા હતા કે યાત્રા બળજબરીપૂર્વક કાઢવામાં આવે.

સપાને મોટો ફાયદો

ભાજપની આ રમત આ વખતે તેમના માટે જ દુવિધા પુરવાર થઇ. ભાજપને લાગે છે કે યાત્રા રોકીને સપાએ ઉત્તર પ્રદેશના હિન્દુને નિરાશ કરી દીધા, જ્યારે એવુ નથી. પ્રદેશના બહુ ઓછા લોકો ઇચ્છે છે કે અયોધ્યા પર રાજકારણ થાય. હિન્દુ હોય કે મુસલમાન હવે બધા માત્ર યુપીનો વિકાસ ઇચ્છે છે. તેમને કોઇ ફરક નથી પડતો કે વિવાદીત જગ્યા પર આરતી થાય કે નમાઝ વંચાય. પરંતુ સત્ય તો એ છે કે અમન અને શાંતિનુ જીવન જીવનારા સપાથી નારાઝ હતા, તે નારાજ રહેશે અને ખુશ હતા તે ખુશ રહેશે.

ભાજપને ખોટ

એ વાત દરેક જાણે છે કે ભાજપ આ યાત્રાને સફળ કરવાના પ્રયાસ કરે છે. આ યાત્રા સફળ થાય કે નિષ્ફળ, ભાજપનું મતબેંક બગડી ગયુ છે, તેમા બે મત નથી, કારણ કે પ્રદેશના યુવકો હવે રામ મંદિરના નામે રાજકારણ નથી ઈચ્છતા અને માત્ર યુવાનો જ છે કે જેમમે સપાને ફરીથી સત્તા અપાવી હતી. આના લીધે ભાજપ પોતાના યુવા મતો ઘટાડે છે.

વિહિપને ફાયદો

વિહિપને ફાયદો

અશોક સિંઘલ, પ્રવિણ તોગડિયાથી લઇને અનેક મોટા નેતાઓની ધરપકડ બાદ નાના-નાના કાર્યકર્તાઓ સરયુ નદી સુધી જવાનો પ્રયાસ કરવામાં લાગ્યા હતા, જેમને પણ રોકી દેવામાં આવ્યા. યાત્રા થાય કે ના થાય, વિહિપને મીડિયામાં જોરદાર કવરેજ મળ્યું છે. દેશ-વિદેશના મીડિયા વિહિપની આ યાત્રાને લાઇવ કવર કરી રહ્યાં છે. તેવામાં વિહિપની ખોવાયેલી છબી અને વર્ચસ્વ પરત મળવાના સંકેત મળી રહ્યાં છે. આવનારી ચૂંટણીમાં વિહિપ પોતાના સહયોગી દળોની સાથે ભાજપને જીતાડવાના અલગ પ્રકારે પ્રયાસ જરૂર કરશે.

ભગવાન રામનું સામ્રાજ્ય

ભગવાન રામનું સામ્રાજ્ય

84 કોસી યાત્રા એટલા માટે કરવામાં આવે છે, કારણ કે ભગવાન રામનું સામ્રાજ્ય અયોધ્યા અને આસપાસના જિલ્લાઓમાં 84 કોસ સુધી ફેલાયેલું હતું. આ પરિક્રમાનો કોઇ સમય હોતો નથી. સાધુ-સંત એખ સંકલ્પ હેઠળ આ પરિક્રમા કરે છે.

ભાદરવામાં કેવી રીતે થઇ રહી છે યાત્રા

ભાદરવામાં કેવી રીતે થઇ રહી છે યાત્રા

હિન્દુ કેલેન્ડર અનુસાર ભાદરવો અથવા તો પિતૃપક્ષ આ બન્ને મહિના ખરાબ માનવામાં આવે છે. આ દિવસોમાં કોઇ શુભ કામ કરવામાં આવતું નથી. આ જ કારણ છે કે વિહિપના તમામ સંત આ યાત્રાનું સમર્થન કરવાના બદલે વિરોધ કરી રહ્યાં છે. આ બન્ને ભગવાન રામે પણ પોતાની યાત્રાને વિરામ આપી દીધો હતો.

15 દિવસમાં પૂર્ણ કરવાની હોય છે યાત્રા

15 દિવસમાં પૂર્ણ કરવાની હોય છે યાત્રા

આ યાત્રા સરયુ નદીથી શરૂ કરીને અહીં 15 થી 20 દિવસમાં સંપન્ન કરવાની હોય છે. આ યાત્રા બસ્તી અને અયોધ્યા વચ્ચે સરયુ નદીના તટથી શરૂ થઇને બસ્તી, ગોરખપુર, આંબેડકરનગર, ગોરખપુર, ગોંડા, બહરાઇચ, શ્રાવસ્તી થઇને પુનઃ અયોધ્યા સુધી પહોંચે છે. આ પરિક્રમામાં સાધુ-સંત શ્રી રામના શાસિત સ્થાનની પરિક્રમા કરે છે.

રામના નામ પર રાજનીતિ

રામના નામ પર રાજનીતિ

હાલન સમયે જ્યારે ઉત્તર પ્રદેશના ડઝનેક લોકો પૂરના કહેરનો સામનો કરી રહ્યાં છે, ત્યારે ભાજપ અને વિહિપ 84 કોસી યાત્રાને યાદ કરી રહ્યાં છે. જો આ યાત્રા કોઇ નિર્ધારિત સમયમાં થતી હોત તો તેનું આયોજન તર્ક સંગત હતું, પરંતુ અહીં તો વિહિપના અશોક સિંઘલને પણ યાદ નથી કે આ પહેલા વિહિપે ક્યારે આ પરિક્રમા કરી હતી. આમ જોવામાં આવે તો આ માત્ર રામના નામ પર રાજનીતિ છે. જેનું પરિણામ ભાજપે ભોગવવું પડશે.

English summary
Uttar Pradesh Pradesh government has successfully stopped big leaders of Vishwa Hindu Parishad (VHP) to stop 84 Kosi Yatra of Hindu saints. Political experts are saying that this was flop show, but it wasn't.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X