For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Teacher's Day: બાળકોને ભણાવવા આ શિક્ષક ખેડે છે 370 કિમીની સફર

બાળકોને ભણાવવા આ શિક્ષક ખેડે છે 370 કિમીની સફર

|
Google Oneindia Gujarati News

દેશના પહેલા ઉપ-રાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ છે. ત્યારે દેશ આખામાં તેમના જન્મ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે શિક્ષક જ કોઈપણ વ્યક્તિના જીવનનો પાયો મજબૂત કરે છે. ડૉક્ટર રાધાકૃષ્ણન માનતા હતા કે જ્યાં સુધી શિક્ષક શિક્ષા પ્રત્યે સમર્પિત અને પ્રતિબદ્ધ નહીં થાય ત્યાં સુધી શિક્ષણને મિશનનું રૂપ નહીં મળી શકે. દેશભરમાં આજે કેટલાય એવા શખ્સ છે જેઓ આ મિશનને પૂરું કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. આ શિક્ષકોમાં ગુરુગ્રામના આશિષ નામના ટીચર પણ સામેલ છે, જેઓ ગામના બાળકોને ભણાવવા માટે દર અઠવાડિયે ગુડગાંવથી ઉત્તરાખંડની સફર ખેડે છે.

classroom

મલ્ટિ નેશનલ આઈટી કંપનીમાં નોકરી કરતા આશિશને બાળકોને ભણાવવા સારું લાગે છે, જેથી તેઓ દર અઠવાડિયે તેમના ગામે જાય છે અને બાળકોને ભણાવે છે. જણાવી દઈએ કે, એમનું ગામ તિમલી પૌડી-ગઢવાલ જિલ્લામાં છે. વર્ષ 1882માં એમના પર દાદાજીએએક સંસ્કૃતની સ્કૂલ ખોલી હતી. એ દરમિયાન ગઢવાલ, હિમાલયમાં એકમાત્ર સંસ્કૃત સ્કૂલ હતી, જેને બ્રિટિશ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત હતી.

આ પણ વાંચો- આ સ્કૂલમાં માત્ર એક વિદ્યાર્થીને ભણાવે છે 2 શિક્ષકો

એક સમય એવો પણ હતો જ્યારે એ સ્કૂલમાં કેટલાય વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા. પરંતુ વર્ષ 2013માં જ્યારે આશિષને માલુમ પડ્યું કે એ સ્કૂલમાં માત્ર ત્રણ વિદ્યાર્થીઓેએ જ એડમિશન લીધું છો તો તેઓ ચિંતિત થવા લાગ્યા. તેઓ તુરંત સમજી ગયા કે ગરીબીને પગલે સ્કૂલમાં કોઈ ભણવા નથી આવી રહ્યું. ત્યારે આશિષે પોતાના ગામની પાસે જ તેના સંબંધીઓની મદદથી 'ધી યૂનિવર્સલ ગુરુકુળ' નામે એક કોમ્પ્યૂટર સેન્ટર ખોલી દીધું. આ સેન્ટરમાં તિમલી અને આજુબાજુના વિસ્તારના બાળકો કોમ્પ્યૂટર શીખવા માટે આવે છે.

આશીષ માટે કોમ્પ્યુટર સેન્ટર ખોલવું એટલું સહેલું ન હતું. એમણે સેન્ટર ખોલવા માટે પૈસા ભેગા કર્યા અને કેટલીય નોકરીઓ બદલી. જે બાદ પોતાની પત્ની અને ભાઈની મદદથી કોમ્પ્યૂટર સેન્ટર શરૂ કર્યું. તેઓ વર્ષ 2013માં ગુડગાંવમાં શિફ્ટ થયા હતા અને 2014થી કોમ્પ્યૂટર સેન્ટરની શરૂઆત કરીને બાળકોને શિક્ષિત કરવાની મુહિમમાં લાગી ગયા. તેઓ દર અઠવાડિયે ગુડગાંવથી તિમલી જાય છે અને અહીં કોમ્પ્યૂટર શીખવવાની સાથોસાથ તેઓ પ્રાઈમરી સ્કૂલના બાળકોને પણ ભણાવે છે.

આ પણ વાંચો- Teacher's Day 2018: દેશના પહેલા મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈએ આવી રીતે બદલી લોકોની સોચ

આશિષે જણાવ્યું કે, "જે ગામમાં ભણાવવા જાય છે તે ગામના 80 કિમીના વિસ્તારમાં કોઈ સ્કૂલ નથી." આ કારણે જ 23 ગામના 36 બાળકો એમની સ્કૂલમાં ભણવા માટે આવે છે. સ્કૂલ જવા માટે બાળકો દરરોજ 4-5 કિલોમીટરની સફર ખેડે છે. જણાવી દઈએ કે, ગુરુગ્રામથી ઉત્તરાખંડની 370 કિમીની દૂરી છે અને ત્યાં પહોંચતાં તેમને 10 કલાકનો સમય લાગે છે.

English summary
teacher's day 2018: ashish is traveling 370km to teach students.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X