For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1984 શીખ વિરોધી રમખાણમાં સરકાર-પોલીસ 'સાંઠ-ગાંઠ' વચ્ચે હતી: કોબરાપોસ્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 એપ્રિલ: વર્ષ 1984ના શીખ વિરોધી રમખાણો વિશે એક સનસનીખેજ ખુલાસો સામે આવ્યો છે. કોબરાપોસ્ટના આ સ્ટિંગ ઓપરેશનમાં એ દાવો કરવામાં આવ્યો છે કે કેવી રીતે પોલીસે કોંગ્રેસ સરકાર સમક્ષ પોતાને સાચા સાબિત કરવા માટે હુલ્લડખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની ના પાડી દિધી હતી. ખુલાસો એ પણ થયો છે કે આંશિક રીતે પોલીસ ફોર્સ પોતે પણ હુલ્લડખોર થઇ ગઇ હતી.

1984માં રમખાણો સમયે દિલ્હી પોલીસમાં કાર્યરત કેટલાક પોલીસ અધિકારીઓના ઇન્ટરવ્યુંથી ખુલાસો થયો છે કે કયા પ્રકારે પોલીસે હુલ્લડખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની મનાઇ કરી દિધી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતુંક એ કયા પ્રકારે તે કોંગ્રેસ સરકારનું સમર્થન કરી રહ્યાં છે અને તે પણ સાંપ્રદાયિક થઇ ગયા હતા. કોબરાપોસ્ટનો દાવો છે કે આ દરમિયાન પોલીસ અને સરકાર વચ્ચે લગભગ સાંઠગાંઠ થઇ ગઇ હતી.

કોબરાપોસ્ટે દિલ્હીના રમખાણ પ્રભાવિત વિસ્તારોમાં તે સમયે ગોઠવવામાં આવેલા 6 એસએચઓના ઇન્ટરવ્યું લીધા છે, તેમાં કેટલાકે આ વાતનો સ્વિકાર કર્યો છે. આ કોબરાપોસ્ટે દાવો કર્યો છે. કોબરાપોસ્ટના ખુલાસા અનુસાર 1984માં શીખ રમખાણ દરમિયાન કયા પ્રકારે પોલીસે રમખાણોને રોકવામાં ફક્ત નિષ્ફળ થઇ ન હતી પરંતુ શીખોને પાઠ ભણાવવા માટે સરકાર સાથે મળી ગઇ હતી.

આ દાવોમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે પોલીસને તે લોકો વિરૂદ્ધ કાર્યવાહી નહી કરવાનો આદેશ આપ્યો હતો જે ઇન્દિરા ગાંધી જિંદાબાદના નારા લગાવી રહ્યાં હતા.

કોબરાપોસ્ટનો સંપૂર્ણ સનસનીખેજ ખુલાસો વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

પોલીસ ફોર્સે કર્યો સ્વિકાર

પોલીસ ફોર્સે કર્યો સ્વિકાર

રમખાણો સમયે ગોઠવવામાં આવેલા છ સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ)નું કોબરાપોસ્ટના એક અંડરકવર રિપોર્ટર દ્વારા લેવામાં આવેલા સીરીજ ઇન્ટરવ્યુંમાં તેમાંથી કેટલાકે પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવાની વાત સ્વિકાર કરી છે. જો કે બે સીનિયયર ઓફિસર્સ એસીપી ગૌતમ કૌલ અને તે સમયના પોલીસ કમિશ્વર એસ સી ટંડનના ઇન્ટરવ્યુંમાં આ પ્રકાર નિવેદન સામે છે. જ્યારે એસ સી ટંડનને બધા પ્રશ્નોના જવાબ ટાળી દિધા હતા, તો બીજી તરફ ગૌતમ કૌલે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે તે ગુરૂદ્વારા રકાબગંજ પાસે રમખાણોના સમાચારોની તપાસ માટે તેમણે ત્યાંથી ભાગવું પડ્યું, કારણ કે તે ઉગ્ર ભીડ સામે એકલા પડી ગયા હતા.

પોલીસ અને સરકાર વચ્ચે સાંઠગાંઠ

પોલીસ અને સરકાર વચ્ચે સાંઠગાંઠ

જો અમે આ ઇન્ટરવ્યુંની વિશ્વસનીયતા સત્પાપિત કરતા નથી, પરંતુ જો આ સત્ય છે તો તેનાથી ખબર પડી જશે કે કેવી રીતે પોલીસ ફોર્સ ના ફક્ત કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી પરંતુ સિખોને પાઠ ભણાવવા માટે સરકાર સાથે સાંઠગાંઠ પણ કરી હતી. આ અલ્પસંખ્યકો વિરૂદ્ધ રાજ્ય પ્રાયોજિત હિંસાનું સૌથી ખરાબ ઉદાહરણ છે.

કોના-કોના ઇન્ટરવ્યું લેવાયા

કોના-કોના ઇન્ટરવ્યું લેવાયા

જે એસએચઓના ઇન્ટરવું લેવામાં આવ્યા તેમાં કલ્યાણપુરના શૂરવીર સિંહ ત્યાગી, દિલ્હી કૈંટોમેન્ટના રોહતાસ સિંહ, કૃષ્ણા નગરના એસએન ભાષ્કર, શ્રીનિવાસપુરના ઓપી યાદવ અને મેહરૌલીના જયપાલ સિંહ અને ત્યારે પટેલ નગરમાં તૈનાત એસએચઓ અમરીક સિંહ ભુલ્લર સામે છે.

સ્થાનિક નેતાઓની પણ સંડોવણી

સ્થાનિક નેતાઓની પણ સંડોવણી

જયપાલ સિંહે તપાસ પંચ પાસે એક એફિડેવિટ જમા કરાવી છે. જેમાં તેમણે સ્થાનિક નેતાઓ પર ના ફક્ત રમખાણોમાં સામે હોવાનો પરંતુ ભીડને ઉશ્કેરવાનો આરોપ લગવ્યો છે.

આધિકારીક આંકડો છુપાવવાના પ્રયત્નો

આધિકારીક આંકડો છુપાવવાના પ્રયત્નો

આ ઇન્ટરવ્યુંમાં સામે આવેલા સનસનીખેજ ખુલાસાઓમાં એક એ પણ છે કે પોલીસે આ સંદેશ પ્રસારિત કર્યા કે પોલીસ તે હુલ્લડખોરો વિરૂદ્ધ કોઇ કાર્યવાહી નહી કરે જે ઇન્દિરા ગાંધી જિંદાબાદના નારા લગાવી રહ્યાં હતા અને કેટલાક મામલામાં પીડિતોની લાશોને રમખાણોની જગ્યાએથી દૂર ફેંકી દેવામાં આવે જેથી મૃતકોની આધિકારીક સંખ્યા ઓછી દર્શાવી શકાય.

આરોપોથી બચવા પોલીસ લૉગબુકમાં પરિવર્તન

આરોપોથી બચવા પોલીસ લૉગબુકમાં પરિવર્તન

આ પોલીસવાળાઓ અનુસાર પોલીસ કંટ્રોલ રૂમમાં આગચંપી અને રમખાણોના સમાચારોની ભરમાળ છતાં ફક્ત બે ટકા મેસેજ રેકોર્ડ કરવામાં આવ્યા. પછી સીનિયર પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી ન કરવાના આરોપોથી બચવા માટે પોલીસ લૉગબુકમાં પરિવર્તન કરી દેવામાં આવ્યું.

હુલ્લડખોરો પર ગોળી ચલાવવાનો આદેશ નહી

હુલ્લડખોરો પર ગોળી ચલાવવાનો આદેશ નહી

સીનિયર અધિકારીઓને હુલ્લડખોરો પર ગોળી ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો નહી. એટલું જ નહી ફાયર બ્રિગેડને પણ આગજની પ્રભાવિત વિસ્તારોમાં જવાની મનાઇ કરી દેવામાં આવી. પોલીસે રમખાણ પ્રભાવિતોને એફઆરઆઇ દાખલ કરવાની પરવાનગી આપી નહી અને જે એફઆરઆઇ દાખલ થઇ તેમાં પણ હત્યા અને આગચંપીની અલગ-અલગ ઘટનાઓને એક જ એફઆરઆઇમાં દાખલ કરવામાં આવી.

એસએચઓ સરકારના પ્રભાવમાં

એસએચઓ સરકારના પ્રભાવમાં

ઓછામાં ઓછા ત્રણ એસએચઓએ ટંડનના ખરાબ મેનેજમેન્ટ માટે ટીકા કરી છે. ત્યાગીએ ભારપૂર્વક કહ્યું, જાણીજોઇને અથવા અજાણતામાં, તે (ટંડન) સરકારના પ્રભાવમાં હતા. શરૂઆતમાં તેમણે સ્થિતીને યોગ્ય રીતે સંભાળી નહી અને પહેલાં બે દિવસોમાં સ્થિતી કન્ટ્રોલ બહાર થઇ ગઇ. યાદવે પણ ટંડન પર ફોર્સને નેતૃત્વ ન પ્રદાન કરવાનો આરોપ લગાવ્યો.

રમખાણો તપાસ માટે સમિતિની રચના

રમખાણો તપાસ માટે સમિતિની રચના

રમખાણોની તપાસ માટે રચવામાં આવેલી રંગનાથ મિશ્રા સમિતિ અને કપૂર-કુસુમ મિત્તલ સમિતિ બંને જ ટંડનને કાયદા અને વ્યવ્સથાની સ્થિતી બગાડવા માટે જવાબદારી ગણાવી હતી. જ્યારે કોબરાપોસ્ટના રિપોર્ટરે ટંડનની આ અંગે પ્રતિક્રિયા જાણવાની ઇચ્છા વ્યક્ત કરી તો તેમણે એમ કહીને ના પાડી દિધી કે ચૂંટણી સિઝનમાં તેમના દ્વારા કંઇપણ કહેવાથી વિવાદ ઉભો થઇ શકે છે.

પ્રેસ દ્વારા માહિતી આપવા છતાં કાર્યવાહી નહી

પ્રેસ દ્વારા માહિતી આપવા છતાં કાર્યવાહી નહી

ભાષ્કરે પોતાના સીનિયર અધિકારીઓને મોકલેલા તે મેસેજને પોતાની પાસે રાખ્યા છે જેમાં તેમણે અવગણવામાં આવ્યા હતા. ભુલ્લરે એડિશનલ સીપી હુકુમ ચંદ જાદવ પર પ્રેસ દ્વારા આપવામાં આવેલી આગચંપી અને હત્યાની સૂચના બાદ પણ કાર્યવાહી ન કરવાની મનાઇ કરવાનો આરોપ લગાવ્યો છે. ભુલ્લર ના અનુસાર જાટવ ત્યારે કરોલ બાગના કંટ્રોલ રૂમમાં હતા જ્યારે એક રિપોર્ટરે તેમને ઘટનાની માહિતી આપી હતી પરંતુ જાટવે કહ્યું હતું કે તે કંટ્રોલ રૂમમાં જ હતા અને એવું કંઇ જ થયું નથી. ભુલ્લરનો દાવો છે, તે (જાટવ) બધુ જાણતો હતો પરંતુ ત્યાંથી દૂર થયો નહી.

હુલ્લડખોરોની ભીડ પર ગોળી ચલાવવાની પરવાનગી નહી

હુલ્લડખોરોની ભીડ પર ગોળી ચલાવવાની પરવાનગી નહી

વધુ એક પોલીસ અધિકારી રોહતાસ સિંહે કહ્યું કે ડીસીપી ચંદ્ર પ્રકાશે તેમણે હુલ્લડખોરોની ભીડ પર ગોળી ચલાવવાની પરવાનગી આપી ન હતી. સિંહના અનુસાર તેમણે મને કહ્યું અને લેખિતમાં આપ્યું કે ઇન્દિરા ગાંધી હત્યા એક મોટી ઘટના છે. હવે કેમ તમે (ગોળી ચલાવી) વધુ એક મોટી ઘટના કરવા ઇચ્છો છો?

ફોર્સ સાંપ્રદાયિક થઇ ગઇ હતી

ફોર્સ સાંપ્રદાયિક થઇ ગઇ હતી

સિંહ ભારપૂર્વક કહે કહે છે કે તે પોતાના આરોપોને વધુ મજબૂતીથી સાબિત કરી શકતા જો વાયરલેસ મેસેજેજને યોગ્ય રીતે રેકોર્ડ કરવામાં આવ્યા હોત. સિંહ કહે છે જો તે મેસેજેજ રેકોર્ડ કરવામાં આવ્ય હોત તો હું કેટલીક વાતો સાબિત કરી શકતો હતો પરંતુ 2 ટકા મેસેજેજ પણ કન્ટ્રોલ રૂમના લૉગ બુકમાં રેકોર્ડ કરવામાં આવ્યા નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે ચંદ્ર પ્રકાશે તે મેસેજેજને પણ બદલી દિધા જેમાં તે ફસાઇ શકતા હતા. સિંહે એ પણ સ્વિકારે છે કે ફોર્સ સાંપ્રદાયિક થઇ ગઇ હતી. તેમણે કહ્યું મને એ કહેવામાં કોઇ સંકોચ નથીક એ અમારા પોલીસ જવાન સાંપ્રદાયિક વિચારસણીના થઇ ગયા હતા.

ન્યાય અપાવવાના બદલે પોતાની ભૂલો પર પડદો નાખવાનો પ્રયત્ન

ન્યાય અપાવવાના બદલે પોતાની ભૂલો પર પડદો નાખવાનો પ્રયત્ન

ઇન્ટરવ્યુંથી ખબર પડે છે કે કેવી રીતે પોલીસે ત્રણ દિવસ પછી સેનાના હસ્તાક્ષેપથી રમખાણો પર કાબૂ બાદ લોકોને ન્યાય અપાવવાના બદલે પોતાની ભૂલો પર પડદો નાખવાનો પ્રયત્ન કર્યો. પહેલાં તો તેમણે કેસ દાખલ કર્યા નહી અને જ્યારે કરવામાં આવ્યા તો મોટાભાગના કેસમાં એકસાથે એફઆરઆઇ હેઠળ દાખલ કરવામાં આવી.

લાશો સુલ્તાનપુરીમાં ફેંકવામાં આવી

લાશો સુલ્તાનપુરીમાં ફેંકવામાં આવી

ભુલ્લરના અનુસાર પોલીસે કેસ દાખલ કર્યા નહી, તેમછતાં તેમણે કેસને દબાવવાનો પ્રયત્ન કર્યો. તે જાણતા હતા કે તેમના વિસ્તારોમાં જોરદાર રમખાણ થઇ રહ્યાં છે એટલા માટે તેમણે તેને ઓછા બતાવવાનો પ્રયત્ન કર્યો અને એટલા માટે પોતાની નોકરીઓ બચાવવા માટે લાશોને સુલ્તાનપુરીમાં ફેંકવામાં આવી.

English summary
Spelling more trouble for the Congress, a sting operation by Cobrapost has claimed that the Delhi Police acted in connivance with the then state government during the 1984-anti Sikh riots.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X