For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good Friday 2021: ગુડ ફ્રાઈડે કેમ અને કેવી રીતે મનાવાય છે, જાણો બધુ

દુનિયાભરમાં આજે એટલે કે શુક્રવાર 2 એપ્રિલે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવી રહ્યો છે. જાણો તેનો ઈતિહાલ અને મહત્વ.

|
Google Oneindia Gujarati News

ગુડ ફ્રાઈડે 2021: દુનિયાભરમાં આજે એટલે કે શુક્રવાર 2 એપ્રિલે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવી રહ્યો છે. ગુડ ફ્રાઈડેને હોળી ફ્રાઈડે અને બ્લેક ફ્રાઈડે પણ કહેવામાં આવે છે. હિંદીમાં ગુડ ફ્રાઈડેને પુષ્ય શુક્રવાર પણ કહેવામાં આવે છે. ગુડ ફ્રાઈડેનો તહેવાર ઈસાઈ ધર્મમાં મનાવવામાં આવે છે. ઈસાઈ ધર્મના લોકો ગુડ ફ્રાઈડેના દિવસે પ્રભુ ઈશુના બલિદાનને યાદ કરે છે. ઈસાઈઓ દ્વારા આ તહેવાર કેલવરીમાં ઈસા મસીહને સૂળી(ક્રોસ) પર ચડાવવાના કારણે થયેલા મૃત્યુને યાદ કરીને મનાવવામાં આવે છે. ગુડ ફ્રાઈડે પવિત્ર સપ્તાહ દરમિયાન મનાવવામાં આવે છે જે ઈસ્ટર સંડે પહેલા પડતા શુક્રવારે આવે છે. વર્ષ 2021માં આ દિવસે 2 એપ્રિલ છે. ઈસા મસીહને સૂળી પર ચડાવવા માટે લોકો આ દિવસે શોક મનાવે છે. આ જ કારણે ગુડ ફ્રાઈડેના દિવસે શુભકામનાઓ આપવામાં આવતી નથી.

દર વર્ષે કેવી રીતે નક્કી કરવામાં આવે છે ગુડ ફ્રાઈડે ક્યારે મનાવવામાં આવશે?

દર વર્ષે કેવી રીતે નક્કી કરવામાં આવે છે ગુડ ફ્રાઈડે ક્યારે મનાવવામાં આવશે?

આ દિવસને મનાવવાની શરૂઆત ગુડ ફ્રાઈડેના લગભગ 40 દિવસ પહેલા થાય છે. ગુડ ફ્રાઈડે કયા દિવસે મનાવવામાં આવશે એ ઈસાઈઓઔની સૌથી મોટી સંસ્થા રોમન કેથલિક નક્કી કરે છે. રોમન કેથલિક એટલે કે વેટિકન સિટી જ્યાં કેથલિક ઈસાઈઓના સૌથી મોટા ધર્મગુરુ પોપ રહે છે, તે દર વર્ષે જણાવે છે કે ગુડ ફ્રાઈડે કયા દિવસે મનાવવામાં આવશે.

કેમ મનાવવામાં આવે છે ગુડ ફ્રાઈડે

કેમ મનાવવામાં આવે છે ગુડ ફ્રાઈડે

એવી માન્યતા છે કે ગુડ ફ્રાઈડેના દિવસે જ પ્રભુ ઈશુને શારીરિક યાતનાઓ આપ્યા બાદ સૂળી પર ચડાવવામાં આવ્યા હતા. માટે આ તહેવારને શોક દિવસ તરીકે મનાવવામાં આવે છે. બાઈબલમાં લખવામાં આવ્યુ છે કે લગભગ 2 હજાર વર્ષ પહેલા યરુશલમના ગેલિલી પ્રાંતમાં ઈસા લોકોને અહિંસાનો ઉપદેશ આપતા હતા. ત્યાંના લોકો તેમના ઉપદેશથી પ્રભાવિત થઈ રહ્યા હતા અને લોકોએ ઈશ્વર પર વિશ્વાસ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. આ વાત ત્યાંના ધર્મગુરુઓને ગમી નહિ. ત્યારબાદ જ તેમણે ઈસાની ખોટી ફરિયાદ રોમના શાસક પિલાતુસને કરી દીધી.ત પિલાતુસને કોઈને પણ સજા આપવાનો હક હતો. ધર્મગુરુઓ અને કટ્ટરપંથીઓએ ઈસાને પિલાતુસ સામે દોષી સાબિત કરી દીધા અને ઈસા પર ધર્મની અવગણના સાથે રાજદ્રોહનો આરોપ લગાવ્યો. સજા તરીકે ઈસા મસીહને ક્રોસ પર મૃત્યુ દંડ આપવાનુ ફરમાન પિલાતુસે સંભળાવ્યુ. મૃત્યુ દંડ આપતા પહેલા ઈસા મસીહને ઘણી વાર શારીરિક યાતનાઓ આપવામાં આવી. કોડા-ચાબુકથી તેમના મારવામાં આવ્યા. કાંટા ભોંકવામાં આવ્યા. હાથ-પગમાં ખીલીઓ નાખવામાં આવી. ત્યારબાદ તેમને સૂળી પર લટકાવી દીધા.

ઈસા મસીહ ફરીથી જીવિત થયા

ઈસા મસીહ ફરીથી જીવિત થયા

કહેવાય છે કે જે દિવસે ઈશાને સૂળી પર લટકાવવામાં આવ્યા તે શુક્રવાર એટલે કે ફ્રાઈડેનો દિવસ હતો. માટે ઈસાને યાદ કરીને ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે. બાઈબલમાં કહેવામાં આવ્યુ છે કે ફ્રાઈડેથી લઈને શનિવારની મધ્ય રાત્રિ સુધી 3 દિવસ કબરમાં રહ્યા બાદ ઈસ્ટર સંડેના દિવસે ઈસા મસીહ ફરીથી જીવિત થઈ ગયા હતા.

પુલવામાઃ આતંકીઓ-સુરક્ષાબળો વચ્ચે અથડામણ, છૂપાયા છે 3 આતંકીપુલવામાઃ આતંકીઓ-સુરક્ષાબળો વચ્ચે અથડામણ, છૂપાયા છે 3 આતંકી

English summary
Good Friday 2021: Why we celebrate Good Friday, Know the history and significance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X