For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

International Women's Day: 8 માર્ચે જ કેમ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ?

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત કેવી રીતે થઈ, તે 8 માર્ચે કેમ મનાવવામાં આવે છે. આવો, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે જોડાયેલી બધી વાતો જાણીએ.

|
Google Oneindia Gujarati News

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2021: 8 માર્ચે એટલે કે આજે દુનિયાભરમાં લોકો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને મનાવવા પાછળનુ લક્ષ્ય છે સમાજમાં મહિલાઓને સમાન હક આપવો અને સમાજમાં તેમની ભાગીદારીને પ્રોત્સાન આપવુ. દરેક દેશમાં આ દિવસને અલગ અલગ રીતે મનાવવામાં આવે છે. આ દિવસને મહિલાઓના આર્થિક, રાજકીય અને સામાજિક ઉપલબ્ધિઓ યાદ કરવામાં આવે છે. મોટાભાગના લોકો આ દિવસે મહિલાઓને ફૂલ અને ગિફ્ટ્સ આપે છે. ઘણા દેશોમાં આ દિવસે રજા હોય છે. સ્કૂલ, કૉલેજ, ઑફિસોમાં મહિલાઓને આજના દિવસે રજા આપવામાં આવે છે. પરંતુ ઘણા ઓછા લોકો એવા છે જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે જોડાયેલ ઈતિહાસ વિશે જાણે છે કે છેવટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત કેવી રીતે થઈ, તે 8 માર્ચે કેમ મનાવવામાં આવે છે, વગેરે. તો આવો, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે જોડાયેલી બધી વાતો જાણીએ.

ક્યારે અને કેવી રીતે શરૂ થયો મહિલા દિવસ મનાવવાનો?

ક્યારે અને કેવી રીતે શરૂ થયો મહિલા દિવસ મનાવવાનો?

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત એક વિરોધ આંદોલનથી થઈ છે. વર્ષ 1908માં 28 ફેબ્રુઆરીએ લગભગ 15 હજાર મહિલાઓએ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં માર્ચ કાઢીને નોકરીમાં ઓછા કલાકો, પુરુષ સમાન સેલેરી અને મત આપવાના અધિકાર માટે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. તેના બરાબર એક વર્ષ બાદ સોશિયલિસ્ટ પાર્ટી ઑફ અમેરિકાએ 28 ફેબ્રુઆરીના આ દિવસને પહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જાહેર કરી દીધો. ત્યારબાદ આ ફેબ્રુઆરીના છેલ્લા રવિવારે મનાવવામાં આવવા લાગ્યો.

મહિલા દિવસ આંતરરાષ્ટ્રીય સ્તરે મનાવવાની શરૂઆત કેવી રીતે થઈ?

મહિલા દિવસ આંતરરાષ્ટ્રીય સ્તરે મનાવવાની શરૂઆત કેવી રીતે થઈ?

મહિલા દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે મનાવવા વિશે ક્લારા જેટકિને સૌથી પહેલા વિચાર્યુ હતુ. ક્લારા જેટકિને 1910માં કોપેનહેગનમાં કામકાજી મહિલાઓની એક ઈન્ટરનેશનલ કૉન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવાનુ પહેલી વાર સૂચન કર્યુ. એ વખતે પ્રેસ કૉન્ફરન્સમાં દુનિયાભરના 17 દેશોની 100 મહિલાઓ શામેલ હતી. બધાએ આ સૂચનનુ સમર્થન કર્યુ અને 1910માં જ સોશિયલિસ્ટ ઈન્ટરનેશનલના કોપેનહેગન સંમેલનમાં મહિલા દિવસને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો. એ વખતે તેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને મત આપવાનો અધિકાર અપાવવાનો હતો કારણકે એ વખતે મોટાભાગના દેશોમાં મહિલાઓને મત આપવાનો અધિકાર નહોતો. સૌથી પહેલા 1911માં સ્વિત્ઝરલેન્ડ, ઑસ્ટ્રિયા, ડેનમાર્ક અને જર્મનીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવ્યો હતો. 1917માં સોવિયેત સંઘે આ દિવસને એક રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કર્યો હતો અને આસપાસના અન્ય દેશોમાં પણ તે ફેલાઈ ગયો. ત્યારબાદ હવે ઘણા પૂર્વના દેશોમાં પણ તે મનાવવામાં આવે છે.

છેવટે 8 માર્ચે જ કેમ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ?

છેવટે 8 માર્ચે જ કેમ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ?

હવે સવાલ ઉઠે છે કે છેવટે ફેબ્રુઆરીના છેલ્લા રવિવારથી 8 માર્ચનો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે કેમ અને કેવી રીતે પસંદ કરવામાં આવ્યો? વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો કૉન્સેપ્ટ લાવનારી ક્લારા જેટકિને મહિલા દિવસ મનાવવા માટે કોઈ તારીખને નિર્ધારિત નહોતી કરી. 1917માં યુદ્ધ દરમિયાન રશિયાની મહિલાઓએ બ્રેડ એન્ડ પીસ એટલે કે રોટી અને કપડા માટે હડતાલ પર જવાનો નિર્ણય કર્યો હતો. આ હડતાળ પણ ઐતિહાસિક હતી કારણકે મહિલાોની હડતાળે ત્યાંના સમ્રાટ નિકોલસને પોતાનુ પદ છોડવા માટે મજબૂર કરી દીધા હતા. ત્યારબાદ અંતરિમ સરકારે મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો હતો. એ વખતે રશિયામાં જૂલિયન કેલેન્ડર ચાલતુ હતુ અને બાકી દુનિયામાં ગ્રેગેરિયન કેલેન્ડર ચાલતુ હતુ. જે દિવસે મહિલાઓએ આ હડતાળ શરૂ કરી હતી ત્યારે એ તારીખ હતી 23 ફેબ્રુઆરી. (રશિયાના જુલિયન કેલેન્ડર અનુસાર)ગ્રેગેરિયન કેલેન્ડરમાં આ દિવસ 8 માર્ચ હતો. એ વખતે આખી દુનિયામાં ગ્રેગેરિયન કેલેન્ડર ચાલતુ હતુ. માટે ત્યારબાદથી જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે મનાવવામાં લાગ્યો.

1975માં સંયુક્ત રાષ્ટ્રએ આપી અધિકૃત માન્યા

1975માં સંયુક્ત રાષ્ટ્રએ આપી અધિકૃત માન્યા

સંયુક્ત રાષ્ટ્રએ 1975માં મહિલા દિવસને અધિકૃત માન્યતા આપી. સંયુક્ત રાષ્ટ્રને મહિલા દિવસને વાર્ષિક રીતે એક થીમ સાથે મનાવવાનુ 1975માં શરૂ કર્યુ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પહેલી હતી 'સેલીબ્રેટીંગ ધ પાસ્ટ, પ્લાનિંગ ફૉર ધ ફ્યુચર.' એટલે કે ગયેલા સમયની ઉજવણી કરો અને આવનારા કાલનુ પ્લાનિંગ કરો. વર્ષ 2021ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ છે 'ચુઝ ટુ ચેલેન્જ.'

રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદીએ આપી મહિલા દિવસની શુભકામનારાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદીએ આપી મહિલા દિવસની શુભકામના

English summary
International Women's Day celebrated on 8 March only, Know the reason, history, theme.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X