• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મદ્રાસ કાફેઃ દફનાવાયેલા ઇતિહાસની કહાણી

By તવલીન સિંહ
|

બેંગ્લોર, 28 ઑગસ્ટઃ આ વખતે રાજીવ ગાંધી જયંતિ પર મને મારા જીવનની કેટલીક જૂની યાદો તાજી થઇ ગઇ, પરંતુ તેનું કારણ નિશ્ચિત રીતે સમાચારોમાં આપવામાં આવેલી જાહેરાતોના કારણે નહોતું. મારું માનવું છે કે સરકાર તેમના નામ પર સમાચારોમાં કરોડોની જાહેરખબર આપે છે, તેમને કોઇ અધિકાર નથી કે આમ જનતાના ટેક્સના પૈસાનો આટલી સહેલી રીતે ઉપયોગ કરે. ભારતીય સ્વભાવમાં વિનમ્ર હોય છે, જે સરકારને પ્રશ્ન નથી કરતો. આ લોકો કેવી રીતે કરોડો ખર્ચીને ગાંધી નહેરુ વંશના નામે યોજનાઓ ચલાવે છે. આજના સમયમાં કોઇપણ રાજનેતાની જયંતીના અવસરે આ પ્રકારની લોકલોભામણી યોજનાઓની ઘોષણા કરવામાં આવે છે. આ દિવસોમાં રાજીવ ગાંધી આવાસ યોજના અંગે સાંભળવા મળી રહ્યું છે, જેમાં વચન આપવામાં આવ્યું છે કે, શહેરી ગરીબોને ઘર ઉપલબ્ધ કરાવવા માટે ઓછા દરોમાં ધન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગત અઠવાડિયે હું ફિલ્મ ‘મદ્રાસ કાફે'ના પ્રિમીયરમાં ગયો. હું એ રસ્તા તરફથી ગયો જ્યાં પ્રધાનમંત્રી આવાસ છે, મને યાદ છેકે પહેલા મતે રેસકોર્સ રોડ પર કાર ડ્રાઇવ કરી શકતા હતા, પરંતુ હવે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પર થયેલા જાનલેવા હુમલા બાદ અહીંયા પણ ભારે સુરક્ષા લગાવી દેવામાં આવી છે. હું પિલ્મના પ્રીમિયમમાં પહોંચ્યો, જ્યાં પહેલાથી જ શશિ થરૂર પોતાના પત્ની સાથે હાજર હતા, થોડાક સમય બાદ ત્યાં જ્હોન અબ્રાહમ, મારા મિત્ર રજત શર્મા સાથે આવ્યા. જ્હોને મને કહ્યું કે, આશા છે કે તમને આ ફિલ્મ પસંદ આવશે, જો કે તમે આ ફિલ્મમાં કોઇ આઇટમ સોંગની આશા નહીં રાખી શકો.

inside-bannerimage
ફિલ્મ શરૂ થયાના થોડાક સમય બાદ જ મને માલુમ થઇ ગયું કે આ ફિલ્મ એ હાલાતોનું ચિત્રણ કરે છે, જે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધની હત્યાનું કારણ બન્યા. ફિલ્મમાં તમિળો દ્વાર એક અલગ જમીનની માગના સંઘર્ષને દર્શાવવામાં આવ્યું છે, જેમાં એ જંગલોનું પણ ચીત્રણ કરવામાં આવ્યું છે, જ્યાં તમિળોએ અન્ડરગ્રાઉન્ડ હેડક્વાર્ટર બનાવ્યા હતા. થોડા સમય બાદ હું ભૂલી ગયો કે હું એક ફિલ્મ જોઇ રહ્યો છું. ફિલ્મથી શ્રીલંકાની એ સ્થિતિ જાણવા મળે છે, જે લિટ્ટે દ્વારા બનાવવામાં આવી હતી, સાથે જ એ પણ કે કેવી રીતે ભારતના ટોચના અધિકારીઓએ રાજીવ ગાંધી સાથે દગો કર્યો. શ્રીલંકાના લિટ્ટે દ્વારા ઉત્પન્ન સ્થિતિઓમાં હસ્તક્ષેપ કર્યા પછી પણ એ અધિકારીઓએ આગામી મુશ્કેલીઓ પર ધ્યાન આપ્યું નહીં.

રાજીવ ગાંધી રાજનીતિમાં નવશીખિયા સાબિત થયા, તેવી જ રીતે તેઓ વિદેશ નીતિના સારા જાણકાર નહોતા, તેવામાં તેમણે શ્રીલંકામાં શાંતિ સેના મોકલવાની પોતાના અધિકારીઓની સલાહ પર વિશ્વાસ કરવો પડ્યો. લિટ્ટે દ્વારા ઉત્પન્ન સમસ્યાઓને શાંત કરવા માટે તેમણે જે શાંતિ સેનાના રૂપમાં પોતાના સૈનિકો મોકલ્યા, તેમાંથી 1500 શહિદ થઇ ગયા અને બાદમાં રાજીવને પણ આ સમસ્યા ખાઇ ગઇ.

એ પણ એક સત્ય છે કે ભારતે શ્રીલંકમાં ઇન્દિરા ગાંધીના સમયથી જ હસ્તક્ષેપ કરવાનું શરૂ કરી દીધું હતું. ઇન્દિરાએ જ જે જયવર્ધનેના આર્થિક સુધારાઓના વિચારોને અસ્વિકૃત કરી દીધા હતા. આ સુધારા એટલા પ્રભાવી હતા કે શ્રીલંકા દક્ષિણ એશિયાનું સિંગપોર બની શક્યું હોત. તેનુ એક કારણ એ પણ હતું કે પશ્ચિમી રોકાણના વિચારોને ભારત પહેલા શ્રીલંકાએ સ્વિકૃત કરવાનું વિચાર્યું. ભારતે શ્રીલંકાના ઘરેલુ મામલાઓમાં એ પ્રકારે હસ્તક્ષેપ કરવાનું શરૂ કરી દીધું હતું, જે રીતે આજે પાકિસ્તાન પોતાના જેહાદી સમૂહોને ભારત મોકલીને ઘરેલુ મામલાઓ પર પ્રભાવ પાડી રહ્યું છે.

મદ્રાસ કાફેની કહાણી આ જ વાતોનું ચીત્રણ કરે છે, જે અત્યારે સમય સાથે દફન થઇ ગઇ છે, પંરતુ હું એટલું જરૂર કહીશ કે આ એક શાનદાર ફિલ્મ હતી.

English summary
Producer John Abraham's film Madras Cafe is a realistic movie because it is based on real incidents. The film tells about assassination of PM Rajiv Gandhi, no doubt its an impressive movie Said Tavleen Singh.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more