જંગલી પ્રાણીને પકડવા માટે લગાવ્યો હતો કેમેરો, પણ કેમેરા દેખાયું આ

Posted By:
Subscribe to Oneindia News

કેન્સાસની પહાડી વિસ્તારમાં હિંસક જાનવરોનો આતંક વધતા લોકોએ ફરિયાદ કરી હતી. જેના પગલે પોલિસ કેટલાક વિસ્તારમાં કેમેરા લગાવ્યા હતા. જેના કારણે જાણી શકાય કે કયું પ્રાણી આવા હુમલા કરી રહ્યું છે.

gorilla

લોકોને આશા હતી કે કોઇ દિપડો કે જંગલી વરુની તસવીરો આ કેમેરામાં કેદ થશે. જે બાદ સરળતાથી તેને પકડી શકાશે.જે વિચારીને પોલીસે પણ કેટલાક વિસ્તારોમાં કેમરા લગાવ્યા હતા.

gorilla

પણ જ્યારે 2 દિવસ પછી કેમેરાને લઇને જ્યારે જંગલી પ્રાણી શોધવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની સામે કંઇક તેવું આવ્યું જેને જોઇને તે હસી હસીને લોટ પોટ થઇ ગયા.

gorilla

ગાર્ડનર પોલિસને આ કેમેરામાં કોઇ જંગલી જાનવર નહીં પણ નકલી ગોરિલ્લા જોવા મળ્યો. તે બાદ તેમણે પોતાની આ તસવીરો ફેસબુક પર પણ અપલોડ કરી છે.

gorilla

જે જોઇને કદાચ તમે પણ હસી પડશો. આ તસવીરોમાં બે લોકો ગોરિલ્લાનો કોસ્ચ્યૂમ પહેરીને પોઝ આપતા નજરે પડે છે. વળી તેમને આ હરકતો જોઇને પણ હસવું છુટી પડે.
gorilla

જો કે પોલિસનું કહેવું છે કે અહીં શરારતી તત્વોએ ઉદ્ધમ મચાવ્યું છે. જો કે પોલિસે આ ફોટો એટલા માટે સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યા છે કે તેને જોઇને કોઇ રીતે તેમની ઓળખ થઇ શકે. જો કે હાલ તો લોકો આ તસવીરો જોઇને હસી હસીને લોટ પોટ થઇ રહ્યા છે.

English summary
Cops in Kansas installed cameras to establish whether large cat was roaming a city park - and instead get Santa Claus and even man in a gas mask running about.
Please Wait while comments are loading...