• search

પાસવાને ક્યારેક બનાવ્યો વિશ્વ રેકોર્ડ તો ક્યારેક શૂન્ય પર આઉટ

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરીઃ રામ વિલાસ પાસવાનની પાર્ટી લોક જનશ્કિત પાર્ટી, ભારતીય જનતા પાર્ટી સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાની તૈયારીમાં લાગેલી છે. ભાજપ સાથે ચૂંટણી લડવાનો અર્થ બિહારમાં એ આઠ બેઠકો પર ભાજપ તેમના ઉમેદવાર ઉભા નહીં કરે, જ્યાં લોજપા હશે. અહીં નિર્ણય રાજનાથ સિંહનો હશે અને તેના પર નરેન્દ્ર મોદીનું ઇન્ડિયા 272 પ્લસ મિશન ટકેલું છે. ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે આખરે એવું તે શું છે પાસવાનમાં કે ભાજપ તેના પર મહેરબાન થઇ ગઇ છે. તો ચાલો જાણીએ, પાસવાનના રાજનીતિક સફરને. તેમના રાજકિય સફરમાં એક રસપ્રદ વાત એ છે કે તે ખેલાડી છે, જેમણે ક્યારેય વિશ્વ રેકોર્ડ તો ક્યારેક તેઓ શૂન્ય પર આઉટ થયા છે.

ગઇ ચૂંટણી એટલે કે 2009ની વાત કરવામાં આવે તો કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને પાસવાનની પાર્ટીએ ચૂંટણી લડી, પરંતુ તેમને એકપણ બેઠક મળી નહીં, આ તો કોંગ્રેસની જ રહેમ હતીકે પાસવાનને રાજ્યસભા સુધી પહોંચાડી સાંસદ બનાવી દીધા. પાસવાન પોતાના ક્ષેત્રમાં મજબૂત નેતા તરીકે ગણાય છે, પરંતુ આ મજબૂતી તેમની એકલાની નથી. તેમાં કદાવર નેતા રામચંદ્ર પાસવાન, શ્રી કુમાર સિંહ અને બૉલીવુડ ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝાનું પણ સમર્થન હાંસલ છે.

પાસવાનના પ્રારંભિક જીવનની વાત કરીએ તો છાત્ર જીવન બાદ તે પટના વિશ્વ વિદ્યાલય પહોંચ્યા અને અનુસ્નાતક સુધી અભ્યાસ કર્યો. પાસવાન શરૂઆતથી જ રાજ નારાયણ અને જયપ્રકાશ નાયારણના ફોલોઅર રહ્યા છે. તેમની પાસેથી ઘણું બધુ શીખીને પાસવાન આગળ વધ્યા અને લોકદળના મહાસચિવ નિયુક્ત થયા. ઇમરજન્સી દરમિયાન રાજનારાયણ, કરપૂરી ઠાકુર અને સત્યેન્દ્ર નારાયણ સિન્હાની તે ઘણા નજીક આવ્યા હતા. પાસવાનએ પોતાની પહેલી વિધાનસભા ચૂંટણી 1969માં લડ્યા અને આ ચૂંટણી તેઓ સમયુક્ત સોશિયલિસ્ટ પાર્ટીની ટીકીટ પર લડ્યાં હતા.

1975માં ઇમરજન્સી દરમિયાન તે જેલ પણ ગયા અને 2 વર્ષ સુધી જેલમાં રહ્યાં. જેલમાંથી છૂટ્યા બાદ પાસવાન જનતા પાર્ટીના સભ્ય બન્યા અને સંસદીય ચૂંટણી લડી લોકસભા પહોંચ્યા. ત્યારબાદ 1980 અને 1984માં તે હાજીપુર બેઠક પરથી જીત્યા. 1993માં તેમણે દલિત સેનાની સ્થાપના કરી. 1989માં વીપી સિંહની સરકાર દરમિયાન પાસવાન શ્રમ કલ્યાણ મંત્રી બન્યા. ત્યારબાદ કેન્દ્રીય રેલવે મંત્રી બનાવવામાં આવ્યા. 1998માં કેન્દ્રીય ટેલીકોમ મંત્રી અને પછી કોલસા મંત્રી બન્યા. વર્ષ 2000માં નીતીશ કુમાર જનતા દલ યુનાઇટેડથી અલગ થયા અને પોતાની લોક જનશક્તિ પાર્ટી સ્થાપિત કરી. તેમણે 2004માં યુપીએ સાથે જોડાયા અને રસાયણ મંત્રી તથા ખાદ્ય મંત્રી અને પછી સ્ટીલ મંત્રી બન્યા. તો ચાલો તસવીરો થકી જાણીએ પાસવાન અંગેના રોચક તથ્યો.

વિશ્વ રેકોર્ડ

વિશ્વ રેકોર્ડ

સૌથી વધારે અંતરથી ચૂંટણી જીતવાનો વિશ્વ રેકોર્ડ સૌથી પહેલા રામ વિલાસ પાસવાને બનાવ્યો.

પાંચ વડાપ્રધાનો સાથે કામ કર્યું છે કામ

પાંચ વડાપ્રધાનો સાથે કામ કર્યું છે કામ

રામ વિલાસ પાસવાને પોતાની રાજકિય કારકિર્દીમાં પાંચ વડાપ્રધાનો સાથે કામ કર્યું છે.

પાસવાનના બાળકો

પાસવાનના બાળકો

રામ વિલાસ પાસવાનની પહેલી પત્નીનું નામ રાજકુમારી છે, જેમની બે પૂત્રી છે, જ્યારે બીજી પત્નીનું નામ રીના શર્મા પાસવાન છે, જે પંજાબી બ્રાહ્મણ છે, તેમને એક પુત્ર ચિરાગ પાસવાન અને એક પુત્રી છે.

પાસવાનની કુલ સંપત્તિ

પાસવાનની કુલ સંપત્તિ

પાસવાનની એક કરોડ રૂપિયાની કુલ અચલ સંપત્તિ છે.

દલિત પરિવારના

દલિત પરિવારના

રામ વિલાસ પાસવાન બિહારની દુસદ જાતિ છે, જે દલિત જાતી છે. આ કારણ છે કે તેમનો દલિત વોટબેન્ક ઘણો જ મજબૂત માનવામાં આવે છે.

મોટો રાજકીય ઝટકો

મોટો રાજકીય ઝટકો

2005માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં લોજપા-કોંગ્રેસ એક સાથે લડ્યાં, પરંતુ જોઇએ તેટલી બેઠક મેળવી શક્યા નહીં, ત્યારે નીતીશ કુમારે પાસવાનની પાર્ટીના 12 ધારાસભ્યોને તોડ્યા અને બિહારમાં સત્તા હાંસલ કરી, ત્યારે રાજ્યપાલે બૂટા સિંહે વિધાનસભા ભંગ કરી અને ચૂંટણી કરાવી, જેમાં આ ચૂંટણીમાં લોજપાનો સફાયો થઇ ગયો.

English summary
Lok Janshakti Party leader Ram Vilas Paswan is very close to sign the deal with BJP for coming Lok Sabha Election 2014. So lets have a look on the profile of Ram Vilas Paswan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more