For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીની રણનીતિથી પરેશાન થયો સંઘ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

[નવીન નિગમ] સંઘે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા, એમ વિચારીને આઝાદી બાદ પહેલીવાર સંઘને પોતાના એજન્ડા પર કામ કરનાર વ્યક્તિ મળ્યો, જેની વિચારસણી સંઘની વિચારસણી સાથે મળે છે. આ વાતને લઇને સંઘે ભાજપના કેટલાક ટોચના નેતાઓની નારાજગીની ચિંતા ન કરતાં નરેન્દ્ર મોદીને આગળ કર્યા, પરંતુ સંઘના સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ સંઘ નરેન્દ્ર મોદીના નવા એજન્ડાથી થોડા પરેશાન થવા લાગ્યો છે.

જો કે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા તો નરેન્દ્ર મોદીને સંઘ અને ભાજપના નેતાઓને સમજાવ્યા કે ક્યાંય તેમના નામથી મુસલિમ વોટ એકજુટ ન થઇ જાય એટલા માટે પોતાની રેલીમાં મુસલમાનો આકર્ષવા માટે કેટલીક વાતો કહતા રહે છે.

અહીં સુધી બધુ બરોબર હતું પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો મોદીની અસલિયત સમજમાં આવી રહી છે કે તે કેટલું પણ સારું પ્રદર્શન કેમ ન કરે તે એનડીએના 250ના આંકડાને પહોંચાડી નહી શકે. જ્યારે તે 200ની આસપાસ જ રહી જશે તો પાર્ટી બીજા પક્ષોને પોતાની સાથે લાવવા માટે તેમને પાછળ છોડી દેશે. નરેન્દ્ર મોદીને જ્યારથી આ વાતનો એહસાસ થયો છે તે મુસલિમોના હિતોની વાતની સાથે ચૂંટણી બાદ બનનાર સમીકરણો પર પણ નજર રાખવા લાગ્યા છે.

narendra-modi-rajnath-singh-6000.jpg

હવે તેમના ભાષણોમાં હિન્દુત્વની તે ધાર જોવા મળતી નથી જેના માટે સંઘે તેમને પસંદ કર્યા હતા. પટણાની રેલીમાં તેમને એટલા માટે હજને લઇને મુસલમાનોને રિજવવાનો પ્રયત્ન કર્યો હતો. જેપીનું નામ લઇને તેમને નીતિશ અને સપાને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો.

જો કે હકિકતમાં નરેન્દ્ર મોદી હવે તે એજન્ડા પર લાગી ગયા છે કે જો ભાજપમાંથી કોઇ પીએમ હોય તો તે અન્યથા કોઇ નહી. આગળ જેમ જેમ ચૂંટણીઓ નજીક આવશે તેમ તેમ નરેન્દ્ર મોદી જયલલિતા, નવીન પટનાયક, જગન, ચંદ્રબાબૂ નાયડૂ, તેલંગાણાના ચંદ્રશેખર રાવ, શરદ પવારને પણ માખણ લગાવવામાં પાછી પાની નથી કરી.

કારણ કે ચૂંટણી બાદ આ લોકો એનડીએની સરકાર બનાવી શકે છે અને મોદી સમજવા લાગ્યા છે કે જો આ વ્યક્તિઓની રેલીઓ દરમિયાન થોડી પ્રશંસા કરવામાં આવે તો આ પાર્ટીઓના નેતા એનડીએની સરકાર બનાવવામાં તેમના નામની વિરૂદ્ધ નહી જાય એવામાં તેમની સારી મહેનત પર પાણી ફરી વળ્યું છે.

જ્યારે સંઘ અને ભાજપે નરેન્દ્ર મોદીને એટલા માટે આગળ કર્યા હતા કે એકવાર હિન્દુત્વના નામ પર જેટલા વોટ મળી જાય ત્યારબાદ સરકાર બનાવવામાં જો નવા સહયોગી મોદી પર સહમત ન થાય તો ભાજપમાંથી બીજા કોઇનું નામ આગળ ધરી દેવામાં આવશે અને આ પ્રમાણે નરેન્દ્ર મોદીનું કદ ચૂંટણી પછી ઓછું કરી શકાશે, પરંતુ નરેન્દ્ર મોદી સંઘ અને ભાજપની આ ચાલને પહેલાંથી સમજી ગયા છે અને આગામી ચૂંટણી દરમિયાન તે નેતાઓને નારાજ નહી કરે જે પછી તેમના નામ પર સહમત થઇ શકે છે.

ઉદાહરણ તરીકે તે બંગાળમાં જ્યારે પણ રેલી કરશે મમતાની પ્રશંસા કરશે, ભલે જ મમતા તેમને પોતાની રેલીમાં કોસતી રહે. સંઘ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદીની કટ્ટર હિન્દુ છબિનો ફાયદો ઉઠાવતાં તે બંગાળ, આંધ્ર પ્રદેશ અને ઓડીશાના મુસલિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં પોતાની પકડ બનાવે પરંતુ નરેન્દ્ર મોદી આ વિસ્તારોમાં પોતાની શાનમાં વખાણ કરશે તો ભાજપની આ વિસ્તારોમાં નવી આશા જાગવી મુશ્કેલ બની જશે ખાસ કરીને ઓરિસ્સા અને બંગાળમાં.

આ વિસ્તારોમાં નરેન્દ્ર મોદી આક્રમક પ્રચાર કરે છે તો નિશ્વિત જ ભાજપને સફળતા મળતી પરંતુ પછી નવીન પટનાયક અને મમતા બેનર્જી મોદીના નામ પર અટકી જતા, એ વાતને ધ્યાનમાં રાખતાં નરેન્દ્ર મોદીએ આ બંને નેતાઓ વિરૂદ્ધ આ પ્રકારનું આક્રમણ નહી કરે જેના માટે તે ઓળખાય છે. નરેન્દ્ર મોદીની આ નવી રણનિતીથી સંઘ ઘણો વિચલિત થઇ શકે છે, કારણ કે તેને આશા હતી કે આ બંને રાજ્યોમાં ઉગ્ર હિન્દુત્વ ઉપજી શકે છે.

English summary
RSS is now getting tensed over the things Narendra Modi is doing in his rallies. Sangh wants Modi to always be with Hindutva issue, but he is on different way.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X