For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મચ્છરથી નહિ સેક્સથી થયો ડેંગ્યૂ, દુનિયાનો પહેલો કેસ સામે આવ્યો

મચ્છરથી નહિ સેક્સથી થયો ડેંગ્યૂ, દુનિયાનો પહેલો કેસ સામે આવ્યો

By Staff
|
Google Oneindia Gujarati News

મેડિકલ સાઈન્સનું માનીએ તો ડેંગ્યૂ માત્ર મચ્છર કરડવાથી ફેલાય છે. પરંતુ યૂરોપિયન દેશ સ્પેનમાં એક એવો કેસ સામે આવ્યો છે જ્યાં ડેંગ્યૂ સાથે જોડાયેલ જૂના તમામ દાવાઓને નિરર્થક સાબિત કરી દીધા છે. જણાવી દઈએ કે અહીં એક દર્દીને મચ્છર કરડવાથી નહિ, બલકે સેક્સ કરવાથી ડેંગ્યૂ થઈ ગયો છે.

ડેંગ્યૂ થવાનું નવું કારણ

ડેંગ્યૂ થવાનું નવું કારણ

સ્પેનની હેલ્થ ઑથોરિટીએ તપાસ બાદ દાવો કર્યો કે આ વ્યક્તિને શારીરિક સંબંધ બનાવવાના કારણે જ ડેંગ્યૂ થયો છે. જણાવી દઈએ કે દુનિયામાં આવો એકમાત્ર કેસ છે જેમાં કોઈ વ્યક્તિને સેક્સના કારણે ડેંગ્યૂ થયો હોય.

અજબ કિસ્સો

અજબ કિસ્સો

મૈડ્રિડમાં રહેતા 41 વર્ષીય આ શખ્સનું પણ કહેવું છે કે પુરુષ પાર્ટનર સાથે સેક્સ કરવાના કારણે તેને ડેંગ્યૂ થયો છે.

આવી રીતે થયો ડેંગ્યૂ

આવી રીતે થયો ડેંગ્યૂ

મૈડ્રિડની જિલ્લા પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટની પ્રમુખ સુજાના જીમેંજનું કહેવું છે કે પુરુષ પાર્ટનર પોતાની ક્યૂબા ટ્રિપ દરમિયાન ડેંગ્યૂની લપેટમાં આવી ગયો હતો. ત્યાં તેને મચ્છર કરડ્યો હતો જે બાદ તેને ડેંગ્યૂ થઈ ગયો હતો.

તપાસમાં થયો ખુલાસો

તપાસમાં થયો ખુલાસો

જે બાદ ડૉક્ટર્સે બંને વ્યક્તિઓના સ્પર્મની તપાસ કરી તો માલૂમ પડ્યું કે બંનેના શરીરમાં રહેલ વાયરસ એક જ હતો જે ક્યૂબામાં ડેંગ્યૂનું કારણ બન્યો હતો.

કેવી રીતે ડેંગ્યૂ ફેલાય

કેવી રીતે ડેંગ્યૂ ફેલાય

ડેંગ્યૂ વાયરસ જનિત બીમારી છે જે એડીજ મચ્છરના કરડવાથી થાય છે. ડેંગ્યૂના મચ્છર ગંદા પાણીમા નહિ બલકે સાફ પાણીમાં થાય છે. માટે ઘરની અંદર કે ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો. વરસાદમાં કુંડા, કૂલર, ટાયર વગેરેમાં એકત્રિત થયેલ પાણીમાં આ મચ્છર વધુ પ્રમાણમાં મળી આવે છે.

ડેંગ્યૂમા શું થાય

ડેંગ્યૂમા શું થાય

ડેંગ્યૂમાં તાવ બહુ તેજ થઈ જાય છે અને ઉલ્ટીઓ-ચક્કર જેવી સમસ્યાઓ સર્જાય છે. માથાનો દુખાવો, શરીરનો દુખાવો અને પીઠના દુખાવાની પણ ફરિયાદ થાય છે. જો તમને આમાથી કોઈપણ લક્ષણ જોવા મળે તો તરત જ ડોક્ટરને દેખાડો અને પ્લેટલેટ્સ કાઉન્ટ ચેક કરાવો. સમય પર કરવામાં આવેલ ઈલાજ જ તમને ડેંગ્યૂથી રાહત અપાવી શકે છે.

લગ્ન બાદ મહિલાઓનો સેક્સ પ્રત્યે ઉત્સાહ ખતમ થવા લાગે છેઃ સર્વે

English summary
unique case, man got dengue from his male partner
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X