• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ખરેખર સિતાના પિતા હતા રાવણ?

By Super
|
Google Oneindia Gujarati News

જીહાં, તમે એકદમ સાચી હેડલાઇન વાંચી છે. આપણે બધા એ જ સ્ટોરી જાણીએ છીએ કે જેમાં રાવણે પોતાની બહેન સાથે થયેલા અપમાનનો બદલો લેવા માટે માતા સિતાનું જંગલમાંથી અપહરણ કર્યું હતું. પરંતુ તમારી સાથે એક અનોખી જ સ્ટોરી રજૂ કરવામાં આવે તો?

ભારતીય પૌરાણિક કથાઓ એ વિશ્વની સૌથી રહસ્યમયી પૌરાણિક કથાઓ છે. બધા જ શાસ્ત્રોમાં રામાયણ અને મહાભારત બે એવા રસપ્રદ અને મહત્વના શાસ્ત્રો છે, જેના પર અનેક સ્કોલર્સ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે. મૂળ ગ્રંથો સિવાય, મૌખિક પરંપરા અને લોકમાન્યતાઓ આ પૌરાણિક પાત્રોને લોકોમાં વધારે રસપ્રદ, મંત્રમુગ્ધ કરનારી અને ચમત્કારી બનાવે છે અને લોકોમાં તે પાત્રોને લઈને આદર ઉભો થાય છે.

આ પણ વાંચોઃ- જાણો કોણ હતું, ભગવાન વિષ્ણુ અને શિવનું રહસ્યમયી સંતાન
આ પણ વાંચોઃ- ભગવાન શિવ પાસેથી જાણો જીવન જીવવાની જડીબુટ્ટી

રામાયણની આખી સ્ટોરી રાવણ દ્વારા કરવામાં આવેલા માતા સિતાના હરણ અને કેવી રીતે ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરીને પોતાની પત્નીને પરત મેળવી તેના પર છે. જોકે આ સ્ટોરીમાં એક રસપ્રદ વળાંક પણ છે. અનેક પ્રાચીન શાસ્ત્રોમાં રાવણને માતા સિતાના પિતા ગણાવવામાં આવ્યા છે. ઘણા લોકોને આ વાંચીને આંચકો પહોંચ્યો હશે, પરંતુ એવા ઘણા પૂરાવા છેકે સૂરપંખાના અપમાન સિવાય પણ એવા અનેક કારણો હતા કે જેથી રાવણે માતા સિતાનું અપહરણ કર્યું હતું. તો ચાલો તસવીરો થકી જાણીએ કે શું ખરેખર માતા સિતા રાવણના દિકરી હતા.

આ પણ વાંચોઃ- શા માટે હિંદુઓ કરે છે અગ્નિસંસ્કાર?
આ પણ વાંચોઃ- વિશ્વના કેટલાક અનોખા Funeral Tradition
આ પણ વાંચોઃ- કેટલાક એવા વૃક્ષો જે ધરાવે છે અલૌકિક શક્તિઓ
આ પણ વાંચોઃ- Intresting: અદ્દલ શિવલિંગ જેવું છે વેટિકન સિટી

સિતાના જન્મનું રહસ્ય

સિતાના જન્મનું રહસ્ય

કહેવાય છે કે દેવી સીતાનો જન્મ પૃથ્વી બહાર થયો હતો. રાજા જનકને સિતા જમીનને ખોદતી વખતે મળ્યા હતા અને તેમણે તેમને ગોદ લઇ લીધા. રામાયણના નોર્થ વેસ્ટર્ન વર્ઝન પર ધ્યાન આપીએ તો સિતાએ મેનકાની દિવ્ય બાળકી હતું, જેને રાજા જનકે દત્તક લીધી હતી. જ્યારે કેટલાક શાસ્ત્રો સિતાને જનકની સગી દિકરી મુલવે છે, પરંતુ ઘણા બધા શાસ્ત્રો એવું પણ કહે છેકે, સિતા એક કૂંડમાં દફન અવસ્થામાં મળી આવ્યા હતા.

વેદવતીની કહાણી

વેદવતીની કહાણી

કેટલીક સ્ટોરીમાં એવું કહેવામાં આવી રહ્યું છેકે માતા સિતાએ વેદવતીનો પુનર્જન્મ છે. વેદવતીએ એક બ્રાહ્મણ યુવતી હતા જેને રાવણે ત્રાસ આપ્યો હતો. જ્યારે રાવણ દ્વારા તેની પવિત્રતાને ભંગ કરવામાં આવી તો તેમણે પોતાની જાતને હવનમાં હોમી દીધી હતી અને રાવણના મૃત્યુ માટે ફરીથી જન્મ લીધો હતો અને તેઓ સિતાના રૂપમાં અવતર્યા હતા.

રાવણના દિકરી

રાવણના દિકરી

ઉત્તર પુરાણ અનુસાર એકવાર રાવણની ખરાબ નજર અલ્કાપુરીની રાણી મણિવતી પર હતી, તેથી રાણીએ રાવણ સાથે બદલો લેવાનું નક્કી કર્યું. બાદમાં તેઓ રાવણ અને મંદોદરીના દિકરી તરીકે અવતર્યા. પરંતુ જ્યોતિષ દ્વારા એવી ભવિષ્યવાણી કરવામાં આવી કે, આ બાળકી આખું સામ્રાજ્ય બરબાદ કરી નાંખશે. તેથી રાવણે આદેશ આપ્યા કે આ બાળકીની હત્યા કરી નાંખવામાં આવે, જોકે, તેમના સેવકે આ બાળકીની હત્યા કરી નહીં અને મિથિલામાં દાટી દીધી, જે બાદમાં રાજા જનકને મળી હતી.

રાવણે પોતાની બાળકીને ત્યજી દીધી

રાવણે પોતાની બાળકીને ત્યજી દીધી

રામાયણના જૈન વર્ઝન અનુસાર સિતાનો જન્મ રાવણની દિકરી તરીકે થયો હતો, પરંતુ જ્યોતિષકારોએ ભિવષ્યવાણી કરી હતી કે તેમનું પહેલું સંતાન તેમના વંશનો નાશ કરી દેશે. તેથી રાવણે પોતાના સેવકોને આદેશ આપ્યો કે આ બાળકીને જમીનમાં દાટી દેવામાં આવે છે, જે રાજા જનકને મળી આવી હતી અને તેમણે તેને ગોદ લઇ લીધી હતી.

સિતા પ્રત્યેનો રાવણનો પ્રેમ

સિતા પ્રત્યેનો રાવણનો પ્રેમ

રાવણ સિતાને પ્રેમ કરતા હતાં પરંતુ જે રીતે એક પિતા પોતાની દિકરીને પ્રેમ કરતા હોય તે પ્રકારે. આ વર્ઝન પણ જૈન રામાયણમાં આપવામાં આવ્યું છે. જૈન રામાયણ અનુસાર જ્યારે મંદોદરીએ સિતાને જન્મ આપ્યો ત્યારે રાવણ ઘણા ખુશ હતા, પરંતુ જ્યારે ભવિષ્યવાણી થઇ તો તેમણે પોતાના સેવકોને આ બાળકીને દૂર ક્યાંક મુકી આવવા માટે કહ્યું હતું, પરંતુ તેઓ સિતાના ઠેકાણા પર ધ્યાન રાખતા હતા. તેઓ ત્યારે ઘણા જ ખુશ થયા હતા કે જ્યારે રાજા જનક દ્વારા સિતાને ગોદ લેવામાં આવ્યા હતા કારણ કે સિતા રાજકુમારી બની રહ્યા હતા. તેમજ તેઓ સિતાના સ્વયંવરમાં પણ આવ્યા હતા. તેમજ અયોધ્યાના રાજકુમાર રામ સાથે સિતાના લગ્ન થવાથી પણ તેઓ ઘણા ખુશ હતા. બધુ ત્યાં સુધી સારું હતું જ્યાં સુધી રામને 14 વર્ષનો વનવાસ ભોગવવાનો વારો નહોતો આવ્યો.

સિતાનું અપહરણઃ પિતાનો પ્રેમ કે પછી વેર?

સિતાનું અપહરણઃ પિતાનો પ્રેમ કે પછી વેર?

જ્યારે રાવણને ખબર પડી કે રામની સાથે સિતા પણ વનવાસ ભોગવી રહ્યાં છે, ત્યારે તેમણે સિતાનું અપહરણ કરીને પોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો. તેથી તેઓ તેમનું અપહરણ કરીને લંકા લેતા આવ્યા. બધા આ વાતને એ બાબત સાથે સરખાવે છેકે રામ અને લક્ષ્મણ દ્વારા રાવણના બહેનનું નાક કાંપી નાંખવામાં આવ્યું હતું અને તેથી તેનો વેર લેવા માટે રાવણે સિતાનું અપહરણ કર્યું હતું, પરંતુ એક પિતા પોતાની દિકરીને દુઃખોથી દૂર રાખવા માટે આવું કરી રહ્યાં હતા. જ્યારે રાવણ ઉંઘમાં પણ સિતાના નામને ઉચ્ચારતા હતા તેનાથી મંદોદરીએ પણ સિતા પ્રત્યેના રાવણના પ્રેમને બીજી નજરથી જોયો હતો.

રાવણનો વિનાશ

રાવણનો વિનાશ

સિતાના તેમના દિકરી હતા કે નહોતા, પરંતુ અંતે સિતા રાવણના વિનાશનું કારણ બન્યા હતા. એવું પણ કહેવાય છેકે રાવણ એટલા માટે સિતા રામને સોંપી રહ્યાં નહોતા કે તેઓ નહોતા ઇચ્છતા કે સિતા ફરીથી જંગલમાં રહે, તેથી તેમણે રામ સાથે યુદ્ધ છેડ્યું અને અંતે તેઓ રામના હાથે માર્યા ગયા હતા.

English summary
According to many folklores and ancient scriptures, Ravana is said to be the father of Goddess Sita.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X