• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો કોણ હતું, ભગવાન વિષ્ણુ અને શિવનું રહસ્યમયી સંતાન

|

શું તમે ક્યારેય ભગવાન શિવ અને વિષ્ણુના સંતાન અંગે સાંભળ્યું છે? ભગવાન શિવએ વિષ્ણુના પુત્રના પિતા હતા, જેમનામાં હિન્દુઓને ઘણી આસ્થા છે. દર વર્ષે ભક્તો અને શ્રદ્ધાળુઓ આ સ્થળે આવે છે અને પૂજા અર્ચના કરે છે. આ ધાર્મિક સ્થળ કેરળમાં આવેલું છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવી પ્રાયશ્ચિત કરે છે. જીહાં, તમે ખરેખર સાચું વિચારી રહ્યા છો, અમે વાત કરી રહ્યાં છીએ ભગવાન અયૈપ્પન અને સબરીમાલા અંગે.

એવું કહેવામાં આવે છેકે ભગવાન અયૈપ્પનનો જન્મ ભગવાન શિવ અને મોહિની(ભગવાન વિષ્ણુના સ્ત્રી અવતાર)ના મિલનથી થયો હતો. ભગવાન બ્રહ્મા પાસેથી આશિર્વાદ લીધા બાદ મહિશીએ આતંક મચાવ્યો હતો અને તેનો નાશ કરવા માટે ભગવાન અયૈપ્પનનો જન્મ થયો હતો. ભગવાન અયૈપ્પનને મનિકેતન પણ કહેવામાં આવે છે. જેમને રાજા રાજશેખર દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા અને ઉછેર કરવામાં આવ્યો હતો. તો ચાલો તસવીરો થકી ભગવાન અયૈપ્પન સાથે જાડાયેલા તથ્યો અંગે વધુ જાણીએ.

મહિશીઃ એક રાક્ષસી

મહિશીઃ એક રાક્ષસી

માતા દુર્ગા દ્વારા દાનવ મહિષાસુરનો વધ કરવામાં આવ્યા બાદ પોતાના ભાઇના મોતનો બદલો લેવાનો નિર્ણય મહિશીએ કર્યો હતો. તેણે લાંબી પૂજા કરી અને ભગવાન બ્રહ્મા પાસેથી વરદાન લીધું હતું, તેને એવું વરદાન માગ્યું હતું કે તેને કોઇપણ પુરુષ અને મહિલાં મારી શકે નહીં, માત્ર ભગવાન શિવ અને વિષ્ણુના પુત્ર સિવાય. કારણ કે પુરુષોના મેળાપથી બાળકનો જન્મ થાય તે શક્ય નહોતું, તેથી મહિશીએ વિચાર્યું કે તે અમર છે, તેથી તે આખા બ્રહ્માંડમાં આતંક ફેલાવવા માંડી.

ભગવાન શિવ અને વિષ્ણુનો મેળાપ

ભગવાન શિવ અને વિષ્ણુનો મેળાપ

બધા જ દેવો ભગવાન વિષ્ણુ અને શિવ પાસે ગયા અને આ રાક્ષસી સામે લડવા મદદ માગી. તેના કારણે ભગવાન વિષ્ણુએ એક યોજના બનાવી. ભગવાન વિષ્ણુએ મોહિની નામે એક મહિલા અવતાર ધારણ કર્યો, તેમણે આ અવતાર સમુદ્ર મંથન વખતે પણ ધારણ કર્યો હતો. આ અવતાર ધારણ કરવો તેમના માટે શક્ય હતું અને તેમણે શિવ સાથે મેળાપ કરીને એક બાળકને જન્મ આપ્યો, જેનામાં મહિશીને પરાસ્ત કરવા માટેની દુર્ગાની શક્તિ હતી.

પ્રિન્સ મનિકેતન

પ્રિન્સ મનિકેતન

ભગવાન અયૈપ્પનના જન્મ બાદ તેના દૈવીય માતા-પિતાએ તેના ગળા(કેતન)ની આસપાસ મણી બાંધ્યો અને તેને પંપા નદીમાં .એક દિવસ પુત્ર વિહોણા રાજા રાજાશેખર એ નદીને પાર કરી રહ્યાં હતા અને તેમણે એ બાળક જોયો. તેમણે મનિકેતનને દત્તક લીધો અને તેનો ઉછેર પોતાનો પુત્ર હોય તે રીતે કર્યો. બાદમાં તેમને એક સંતાન થયું પરંતુ તેઓ મનિકેતનને પોતાના સિહાસનનો વારિસ બનાવવા માગતા હતા અને રાણી પોતાના પુત્રને. તેથી તેમણે મનિકેતનની હત્યા કરવાની યોજના બનાવી. રાણી બીમાર પડ્યા અને વૈદ્યે મનિકેતનને કહ્યું કે રાણી તો જ સારા થશે તો તેમને વાઘણનું દૂધ પિવડાવવામાં આવે અને મનિકેતન રાણી માટે દૂધ લેવા નીકળી પડ્યાં.

મહિશીની હત્યા કરી

મહિશીની હત્યા કરી

જ્યારે મનિકેતન વાઘણનું દૂધ લેવા જઇ રહ્યાં હતા ત્યારે રાક્ષસી મહિશી તેમની સામે આવી ગઇ. બન્ને વચ્ચે જોરદાર લડાઇ થઇ અને અઝુથા નદીના કાંઠે તેમણે મહિશીની હત્યા કરી. બાદમાં તેઓ વાઘણનું દૂધ લેવા માટે જાય છે, જ્યાં ભગવાન શિવ તેમને મળે છે અને તેમના જન્મ અંગનું રહસ્ય જણાવે છે.

સબરીમાલામાં અયૈપ્પન

સબરીમાલામાં અયૈપ્પન

મનિકેતન જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે રાજાને જાણ થઇ ગઇ હતી કે મનિકેતન વિરુદ્ધ રાણીએ જ ષડયંત્ર કર્યું હતું, રાજાએ મનિકેતનને કહ્યું કે તે રાણીને માફ કરી દે, પરંતુ મનિકેતને કહ્યું કે, સબરીમાલામાં એક મંદિર બનાવી દેવામાં આવે અને તે કાયમ માટે ત્યાં ભગવાન અયૈપ્પન તરીકે રહેશે અને લોકોના દુઃખ દૂર કરશે. જેથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, જ્યાં શ્રદ્ધાળુંઓ ભક્તિભાવ પૂર્વક ભગવાન અયૈપ્પનના આશિર્વાદ લેવા માટે આવે છે.

English summary
Have you ever heard about the mystery son of Lord Shiva and Lord Vishnu? Yes, Lord Shiva fathered the child of Lord Vishnu who is still revered as an important deity in Hinduism. Every year people take a pilgrimage to the place where the deity resides and offer prayers. This pilgrimage site is located in Kerala and is visited by millions of pilgrims after observing a 41 days penance. Yes, you have guessed it right. We are talking about Lord Ayyappan of Sabarimala.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X