For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Year Ender 2022: ચમકતી ત્વચા મેળવવા માટે અપનાવો આ સૌથી કારગર ઘરેલુ નુસ્ખા

નવા વર્ષને આવકારવાની તૈયારી રુપે સ્કીનને ચમકતી રાખવા માટે આ ઘરેલુ નુસ્ખા અપનાવો.

By Desk
|
Google Oneindia Gujarati News

Year Ender 2022: વર્ષ 2022 હવે જીવનરભર એક યાદ બનીને જ રહી જશે. તેને ખતમ થવામાં હવે થોડાક જ દિવસો બાકી છે. નવા વર્ષને આવકારવાની તૈયારી રુપે આજે અમે તમને જણાવીશુ અમુક એવા કારગર ઘરેલુ નુસ્ખા વિશે જે સ્કિનના પ્રોબ્લેમથી છૂટકારો મેળવવામાં મદદરુપ સાબિત થશે અને ચમકતી ત્વચા પણ આપશે.

કાચુ દૂધ

કાચુ દૂધ

ફેસના ડીપ ક્લીનિંગ માટે કાચુ દૂધ સૌથી ઉત્તમ છે. તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ અને હળદર મિલાવીને એક બેસ્ટ ફેસ પેક તૈયાર કરી શકાય છે. જો કે તમે એક ચમચી દૂધમાં રુના બોલને ડીપ કરીને ચહેરા પર લગાવી લો તો પણ તે ઉત્તમ ફેસ ક્લીનિંગ સાબિત થાય છે.

ચોખાનુ પાણી અથવા લોટ

ચોખાનુ પાણી અથવા લોટ

કોરિયન સ્કિન કેરથી ઈન્સ્પાયર થઈને ઘણા સમયથી સ્કીન કેરમાં ચોખાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ ફેસ પેક બનાવવા માટે ચોખાના પાણીનો ઉપયોગ કરી શકો છો. વળી, ચહેરો ધોવા માટે ફેસ સ્ક્રબ બનાવતા હોય તો ચોખાના લોટનો ઉપયોગ કરો. ચોખાનુ પાણી વાળ માટે શ્રેષ્ઠ સાબિત થશે.

દહીં

દહીં

ચમકતી ત્વચા મેળવવા માટે દહીંના ઘણા નુસ્ખા છે જેને તમે અજમાવી શકો છો. ફેસ પેક બનાવવા માટે દહીં, ચોખાનો લોટ, ગુલાબ જળને મિક્સ કરીને ચહેરા પર લગાવો. તમે ખાલી દહીંથી પણ ફેસિયલ કરી શકો છો. દહીંના નુસ્ખા લોકોમાં પ્રિય છે.

એલોવેરા જેલ

એલોવેરા જેલ

ડાઘ-ધબ્બા દૂર કરવા માટે એલોવેરા જેલ સૌથી શ્રેષ્ઠ છે. તે સ્કીનને સારી રીતે મોશ્ચરાઈઝ કરે છે અને ઘણા પ્રકારના સ્કીન પ્રોબ્લેમ દૂર કરવામાં પણ મદદ કરે છે. એલોવેરા જેલથી તમે ફેસ પેક સાથે ફેસ ક્રીમ પણ તૈયાર કરી શકો છો.

મધ

મધ

મધનો ઉપયોગ હેલ્થ સાથે જોડાયેલી દરેક વસ્તુમાં કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે સ્કીન કેરમાં પણ મધને લોકોએ ખૂબ પસંદ કર્યુ. તમે મધથી ફેસિયલ કરી શકો છો.

English summary
Year Ender 2022: The most effective home remedies for glowing skin
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X