For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોકિયા સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો

|
Google Oneindia Gujarati News

નોકિયાની ડિવાઇસ, સર્વિસેઝ અને પેટેન્ટ્સને માઇક્રોસોફ્ટ 5.44 અરબ યૂરો(અંદાજે 7.2 અરબ અમેરિકન ડોલર અથવા 47520 કરોડ રૂપિયા)માં ખરીદશે. બન્ને કંપનીઓ વચ્ચે મંગળવારે આ સોદો થયો છે. માઇક્રોસોફ્ટે નોકિયાની ડિવાઇસ અને સર્વિસેઝ માટે 3.79 યૂરો અને પેટંટ્સ માટે 1.65 અરબ યૂરોની ચૂકવણી કરવી પડશે. કરાર હેઠળ નોકિયાના ચીફ એક્ઝિક્યૂટિવ સ્ટિફન ઇલોપ પોતાનુ પદ છોડીને ડિવાઇસ અને સર્વિસેઝ ડિવિઝનના એક્ઝિક્યૂટિવ વાઇસ પ્રેસિડેન્ટ બનશે.

માઇક્રોસોફ્ટ નોકિયા ડિવાઇસ અને સર્વિસેઝને લઇને ઉત્સાહિત પણ છે. ત્યારે આજે અમે અહીં ભારતમાં સૌથી લોકપ્રીય મોબાઇલ બ્રાન્ડ તરીકે જાણીતી બનેલી નોકિયા કંપની સાથે જાડેયાલી કેટલીક રસપ્રદ વાતો અહીં જણાવી રહ્યાં છે. જેમાં નોકિયા દ્વારા ક્યારે મોબાઇલની દુનિયામાં મહત્વપૂર્ણ કામ કર્યું હતું અને ક્યારે કેવી રીતે તેણે ભારતીયોનું દિલ જીત્યું હતું. તો ચાલો તસવીરો થકી જાણીએ નોકિયા સાથે જોડાયેલી રોચક વાતો.

પ્રથમ ભારતીય રીંગટોન

પ્રથમ ભારતીય રીંગટોન

નોકિયા 5110ને પહેલીવાર ભારતીય રીંગટોન સાથે બનાવવામાં આવ્યો હતો. એ સોંગ હતું સારે જહાં સે અચ્છા.

હિન્દી સ્ક્રીપ્ટ

હિન્દી સ્ક્રીપ્ટ

નોકિયા કંપની દ્વારા 2000માં નોકિયા 3210ને હિન્દી સ્ક્રીપ્ટ સાથે લોન્ચ કર્યો હતો. જે આ પ્રકારનો કંપનીનો પહેલો ફોન હતો.

પ્રથમ કોમર્શિયલ જીએસએમ કોલ

પ્રથમ કોમર્શિયલ જીએસએમ કોલ

1991માં નોકિયા સપ્લાય નેટવર્ક પરથી નોકિયાના ફોનનો ઉપયોગ કરીને ફિનલેન્ડના પ્રધાનમંત્રી હેરી હોલકેરી દ્વારા વિશ્વનો પ્રથમ કોમર્શિયલ જીએસએમ કોલ કરવામાં આવ્યો હતો.

એશિયામાં નંબર 4નો ઉપયોગ નહીં

એશિયામાં નંબર 4નો ઉપયોગ નહીં

સામાન્ય રીતે નોકિયા તેના હેન્ડસેટ મોડલ નંબરમાં બધા જ નંબરનો ઉપયોગ કરે છે, પરંતુ એશિયામાં તે 4 નંબરનો ઉપયોગ નથી કરતું કારણ કે એશિયાના અનેક ભાગોમાં 4 નંબરને અનલકી ગણવામાં આવે છે.

એડમાઇરેબલ કંપની

એડમાઇરેબલ કંપની

2006માં ફોર્ચ્યુન લિસ્ટ સર્વે અનુસાર નોકિયા વિશ્વની 20મી મોસ્ટ એડમાઇરેબલ કંપની હતી.

નોકિયા નામ

નોકિયા નામ

નોકિયા નામ ફિનલેન્ડના ટાઉન નોકિયા પરથી રાખવામાં આવ્યું છે.

નોકિયનવિર્તા

નોકિયનવિર્તા

નોકિયા ટાઉનનું નામ ફિનલેન્ડની નદી નોકિયનવિર્તા પરથી રાખવામાં આવ્યું છે.

પહેલો સ્માર્ટફોન

પહેલો સ્માર્ટફોન

1996માં નોકિયાએ તેનો પ્રથમ સ્માર્ટફોન નોકિયા 9000 કોમ્યુનિકેટર લોન્ચ કર્યો.

નોકિયા 1100ના 250 મિલિયન યુનિટ વેચાયા

નોકિયા 1100ના 250 મિલિયન યુનિટ વેચાયા

2003મા નોકિયા દ્વારા બહાર પાડવામાં આવેલે નોકિયા 1100ના 250 મોબાઇલ યુનિટ વેચાયા હતા અને એ અત્યારસુધી વિશ્વમાં સૌથી વધુ વેંચાયેલો ફોન છે.

મોબિરા સેન્ટર

મોબિરા સેન્ટર

1982માં નોકિયાએ તેનો પ્રથમ મોબાઇલ બહાર પાડ્યો, જેનું નામ હતું મોબિરા સેન્ટર અને તેનો વજન 10 કેજી હતો.

English summary
Microsoft Corp on Tuesday said it would buy Nokia's mobile phone business for 5.44 billion euros, and the Finnish firm said its CEO, Stephen Elop, would join Microsoft when the transaction closed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X