For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: તમારા પગ કહેશે કે તમને આ 8 બિમારી છે?

|
Google Oneindia Gujarati News

શું તમને ખબર છે કે વિટામિનની અછતથી લઇને થાઇરોઇડ, લોહી બંધાવા જેવી બિમારીની ચાડી તમારા પગ ખાઇ શકે છે.

તમે પણ સાંભળ્યું હશે કે જે લોકોના પગના તળિયા પર વધારે પડતા સોજા હોય છે. તેને લોકો ડોક્ટરને બતાવાની સલાહ આપે છે. કારણ કે આવું થવા પાછળ નબળી કિડની કારણભૂત હોય છે.

ત્યારે આજે અમે તમારી માટે કેટલાક આવા જ ચિન્હોની જાણકારી લાવ્યા છીએ. જે દ્વારા તમે તમારા પગ જોઇને જાણી શકશો કે ક્યાંક તમને આમાંથી કોઇ બિમારી તો નથી ને! તો જુઓ આ ફોટોસ્લાઇડર. અને હા તમારા મિત્રો અને પરિવારજનોને પણ આ માહિતી શેયર કરવાનું ના ભૂલતા...

પગમાં વાળ ન હોવા

પગમાં વાળ ન હોવા

તમારા શરીરના બાકી ભાગને છોડીને જો તમારા પગમાં ખૂબજ ઓછા કે છૂટાછવાયા વાળ હોય કે પછી બિલકુલ પણ વાળ ના હોય તો સમજવું કે તમારા શરીરમાં રક્તસંચાર યોગ્ય રીતે નથી થઇ રહ્યો. તો જો તેવું હોય તો ડોક્ટરની સલાહ જરૂરથી લેજો.

ઠંડા પગ

ઠંડા પગ

હાઇપો થઆઇરાઇડિઝમ કે એક્ટિવ થાઇરોઇડ ગ્રંથિ તમારા શરીરને અનેક રીતે પ્રભાવિત કરે છે. જો તમારા પગ હંમેશા માટે ઠંડા રહેતા હોય અને જો તમને હાઇપો થાઇરોઇડના અન્ય લક્ષણ પણ દેખાતા હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જ રહી.

સુઝન અને પીડા

સુઝન અને પીડા

જો તમારા પંઝામાં કાયમી પીડા થતી હોય અને તે સુઝેલા અને લાલ રહેતા હોય તો તે સંધિવાની નિશાની હોઇ શકે છે.

સૂકી અને પરતવાળી ત્વચા

સૂકી અને પરતવાળી ત્વચા

તમારા પંજાની ત્વચા શુષ્ક, પરતવાળી હોય અને તેમાં ખંજવાળ પણ આવતી હોય તો તમને ફંગલ ઇન્ફેક્શન હોઇ શકે છે. તો સાવધાન રહો.

પગની દુર્ગંધ

પગની દુર્ગંધ

અમુક લોકોના પગમાં તીવ્ર દુર્ગંધ આવતી હોય છે. જો કે તે કોઇ બિમારીનું લક્ષણ નથી પણ તેનો મતબલ છે કે તમે તમારા પગની યોગ્ય ચોખ્ખાઇ નથી રાખી રહ્યા.

ચાલવામાં મુશ્કેલી

ચાલવામાં મુશ્કેલી

જો તમે લાંબો સમય સુધી ઊભા નથી રહી શકતા અને તમને પગમાં કળતર રહેતી હોય તો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ હોઇ શકે છે. ધણીવાર કોઇ હેર ફેક્ચરના લીધે પણ આવું બનતું હોય છે કે પછી અનોરેક્સિયાના કારણે. તો ડોક્ટરની સલાહ લો.

માંસપેશીઓ

માંસપેશીઓ

ક્યારે થવું સામાન્ય છે પણ વારંવાર જો તમારી માંસપેશીઓ ખેંચાઇ જતી હોય કે પછી તેમાં દુખાવો રહેતો હોય તો ડિહાઇડ્રેશન અને વિટામીનની કમી હોઇ શકે છે. લોહીની અછત પણ આ માટે જવાબદાર હોઇ શકે છે.

સુન્ન થઇ જવા

સુન્ન થઇ જવા

વારંવાર જો તમારા પગ સુન્ન થઇ જતા હોય તો તમને મલ્ટીપલ સ્કેલેરોસિસ, નસની ખરાબ કે ફાઇબ્રોમાલ્ઝિયા જેવી મોટી સમસ્યા હોઇ શકે છે. જે પર તમારે ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

English summary
From vitamin deficiencies to thyroid issues, your feet can tell you a lot more about your health than you might expect. Read on for some of the things our feet say about our overall health.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X