For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બળબળતા ઉનાળામાં આપને ડિહાઇડ્રેશનથી બચાવતા FooD

|
Google Oneindia Gujarati News

ધોમધખતા ઉનાળામાં સ્ફૂર્તિ અને ચુસ્તીથી કામ કરવા માટે જરૂરી છે કે તમે એવો આહાર પોતાના ભોજનમાં લો કે જેથી તમારા શરીરમાં પાણીની માત્રા જળવાઇ રહે. આ કારણે અહીં એવા ખોરાકની માહિતી આપવામાં આવી છે જે આપના શરીરમાં પાણીની માત્રાને જાળવી રાખી આપને રાખશે તરોતાજા...

1 પાણી

1 પાણી


ગરમીમાં પાણીથી વધારે સારો મિત્ર બીજો કોઇ નથી. આપ ઇચ્છો ત્યાં, અને ચાહો ત્યારે પાણી પી શકો છો. આપ જેટલી ઓછી માત્રામાં પાણી પીશો તેટલા ડિહાઇડ્રેશનના ચાન્સ વધી જશે. આ ઉપરાંત તમારામાં સુસ્તી પણ આવશે. વ્યક્તિએ એક દિવસમાં ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવું જોઇએ.

2 કાકડી/ખીરા કાકડી

2 કાકડી/ખીરા કાકડી


પાણી ઉપરાંત કેટલાક એવા ખાદ્ય પદાર્થો છે જે આપને ઉનાળામાં શરીરમાં પાણીની માત્રા જાળવવામાં મદદ કરે છે. આ છે ખીરા. અથવા ખીરા કાકડી. તેમાં 97 ટકા પાણી હોય છે. તેને સલાડ તરીકે ખાઇ શકાય છે.

3 સલાડ પત્તા

3 સલાડ પત્તા


સલાડ પત્તામાં ફાઇબર વધુ માત્રામાં હોય છે જે શરીર માટે ફાયદાકારી છે. સાથે તેમાં ખીરા કાકડી જેટલી જ પાણીની માત્રા પણ હોય છે. તેને ગમે તેટલી માત્રમાં ખાઇ શકાય છે.

4 મૂળા

4 મૂળા


મૂળા પાણીથી સમૃદ્ધ હોવાની સાથે તેમાં પિત્તનાશક ગુણ છે. જેના કારણે ઉનાળામાં થતી પિત્તની સમસ્યાથી પણ બચી શકાય છે.

5 ટામેટા

5 ટામેટા


ટામેટામાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. તે આપના શરીરમાં પાણીની માત્રા જાળવવાની સાથે પોષણ પણ આપે છે. આ ઉપરાંત ટામેટામાં લાઇકોપીન નામનું એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે. જે ચહેરાની કરચલીઓ દૂર કરીને ચહેરાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

6 શિમલા મરચા

6 શિમલા મરચા


શિમલા મરચામાં વધુ માત્રામાં પાણી હોય છે. માર્કેટમાં લીલા, લાલ, પીળા શિમલા મરચા મળે છે. જેમાં લીલા શિમલા મર્ચામાં સૌથી વધારે પાણી હોય છે.

7 ફૂલાવર

7 ફૂલાવર


ફૂલાવર દેખાવમાં લાગે છે તેવું ગુણમાં પણ સુંદર છે. તેમાં 93 ટકા પાણી હોય છે. ફૂલાવર એન્ટિઓક્સિડન્ટ છે જે કેન્સર અને અન્ય બિમારીઓ સામે લડવામાં પણ મદદ કરે છે.

8 તડબૂચ

8 તડબૂચ


ગર્મીઓમાં પાણીની તરસ છીપાવવામાં સૌથી કારગર છે તરબૂચ. તરબૂચનો રંગ આકર્ષક હોય છે અને તેને ખાતાની સાથે જ તમે તાજગી અને ઠંડકનો અહેસાસ કરી શકો છો.

9 પાલક

9 પાલક


પાલકના પાંદડામાં પાણીની માત્રા વધારે હોય છે. તે સસ્તી હોય થે અને શરીરને પાણી પૂરું પાડવાની સાથે પોષણ પણ આપે છે.

10 સ્ટ્રોબેરી

10 સ્ટ્રોબેરી


સ્ટ્રોબેરી રસદાર ફળ છે. તેની પ્રાકૃતિક મીઠાશ તમારા મોઢામાં પાણી લાવી દે છે. તે તમને રોગ મુક્ત રાખે છે.

11 બ્રોકોલી

11 બ્રોકોલી


બ્રોકોલી ખુબ જ કુરકુરી અને પાણીદાર હોય છે. તેમાં વિટામીન એ અને સી પ્રચુર માત્રામાં હોય છે.

12 સક્કર ટેટી

12 સક્કર ટેટી


સાકર જેવી મીઠાશ ધરાવતી સક્કર ટેટીમાં પાણી વધારે માત્રામાં હોય છે. તે સૌથી ઓછી કેલરી આપે છે જેના કારણે હેલ્થ માટે પણ સારી છે.

English summary
In summer you need to eat proper food which can hyrdrate your body. Here is the list of foods that will help you stay hydrated in the summer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X