For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Health Tips : રોજ ખાઓ એક સંતરું, ફાયદા જાણીને બદલી દેશે કહેવત

સંતરા ખાવાનું દરેક વ્યક્તિને પસંદ છે. સંતરાને આયુર્વેદિક ફળ કહેવામાં આવે છે. સંતરામાં વિટામીન સી ભરપૂર માત્રામાં મળ છે, જે શરીરની ઇમ્યુનિટી વધારે છે. તમે સંતરાનો જ્યૂસ પી શકો છો અથવા સીધું ખાઇ શકો છો.

|
Google Oneindia Gujarati News

Health Tips : સંતરા ખાવાનું દરેક વ્યક્તિને પસંદ છે. સંતરાને આયુર્વેદિક ફળ કહેવામાં આવે છે. સંતરામાં વિટામીન સી ભરપૂર માત્રામાં મળ છે, જે શરીરની ઇમ્યુનિટી વધારે છે. તમે સંતરાનો જ્યૂસ પી શકો છો અથવા સીધું ખાઇ શકો છો. બન્ને રીતે તમને ભરપૂર ફાયદા આપશે. તો આવો જાણીએ સંતરા ખાવાના ફાયદા. આ ફાયદા જાણીને એપલ અ ડે કીપ ડૉક્ટર અવે કહેવત બદલી ઓરેન્જ અ ડે કરી દેશો.

ગર્ભાવસ્થા દરમિયાન કરો સેવન

ગર્ભાવસ્થા દરમિયાન કરો સેવન

ગર્ભાવસ્થામાં નારંગીનું સેવન કરવું જોઈએ. સંતરામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. આ સિવાય વિટામિન્સ અને ફોલેટ ભરપૂરમાત્રામાં હોય છે, તેથી તે બાળકના મગજના વિકાસમાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.

ડાયાબિટીસ

ડાયાબિટીસ

જે લોકોને સુગર હોય છે, તેમના માટે પણ નારંગી ખાવું ખૂબ જ ફાયદાકારક છે. સંતરામાં બળતરા વિરોધી અને એન્ટીઓકિસડન્ટ્સ મળી આવે છે, જે લોહીમાંથી શુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે.

વધારે છે રોગપ્રતિકારક શક્તિ

વધારે છે રોગપ્રતિકારક શક્તિ

દરેક રોગ સામે લડવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે. નારંગીમાં વિટામિન સી મળી આવે છે, જે શરીરનીરોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ સિવાય ગર્ભાવસ્થા દરમિયાન પણ માતાએ નારંગીનું સેવન કરવું જોઈએ, જેથી બાળક અને માતા બંનેરોગોથી સુરક્ષિત રહે.

સાફ કરે છે પેટ

સાફ કરે છે પેટ

નારંગી પેટ સાફ કરવામાં મદદ કરે છે. વાસ્તવમાં તે ફાઈબરથી ભરપૂર છે, જે આંતરડાને સારી રીતે સાફ કરે છે. આ સિવાય તેનું સેવનકરવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.

English summary
Health Tips : Eat an orange every day, know the benefits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X