દિવાળી પહેલા પતળા થવું છે તો કરો આટલું

Posted By:
Subscribe to Oneindia News

દિવાળીને હવે થોડા જ દિવસની વાર છે. ત્યારે દિવાળીમાં જો તમારે તમારા સગા સંબંધીઓના મોઢાથી તે સાંભળવું હોય કે અરે તું તો પતળી થઇ ગઇ. તો એક અઠવાડિયા માટે તમે અમે આપેલી આ ડાયેટ ટિપ્સ અપનાવી શકો છો. કારણ કે દિવાળીના સમયે સગા-વ્હાલા મળવા આવે ત્યારે સ્લીમ ટ્રીમ અને અપટુડેટ દેખાવવું આપણને બધાને ગમે છે. તો પછી દિવાળીની સફાઇ સાથે જ પોતાના શરીરને પણ તંદુરસ્ત રાખવા માટે વાંચો નીચેની આ ડાયટ ટિપ્સ.

30 વર્ષની ઉંમર પછી કરચલીઓથી બચવા માટે ખાઓ આ ખોરાક

પાણી

પાણી

સવારે ઉઠીને 2 ગ્લાસ નવસેકું પાણી પીવાનું શરૂ કરો. બની શકે તો તમાં નીંબુના બે-પાંચ ટીપા પણ નાંખો. એટલું જ નહીં પાણી પીવા પર વધુ જોર મૂકો. પ્રયાસ કરો કે તમે દર એક થી બે કલાકમાં 1 ગ્લાસ પાણી પીઓ.

ગ્રીન ટી

ગ્રીન ટી

ખાંડ વાળી ચા કે કોફીને ના પાડી દો! ગ્રીન ટી કે પછી નવસેકા પાણીમાં મધના બે ટીપા નાખી પીવો. તેનાથી ચહેરાની રોનક પણ સારી થશે. દિવાળીની સફાઇના થાકમાં પણ સ્ફર્તિ આવશે.

કસરત

કસરત

ખાલી ડાયેટ કરવાથી કશું નથી થતું. તે સાથે કસરત કરવાનું પણ ચાલુ રાખો. ઓછામાં ઓછી 30 મિનિટની બ્રિસ્ક વોકિંગ સાથે, પેટની ચરબી માટે એબ ક્રન્ચ પણ કરો. અને તેવી કસરત કરો જેનાથી શરીરના તમામ અવયવને કસરત મળે.

જ્યૂસ

જ્યૂસ

બીટ રૂટ, આદુ, લીંબુનો રસ કરીને સવારેના સમયે પીવો. તેનાથી ભૂખ પણ ઓછી લાગશે. ચહેરાની લાલિમા પણ વધશે. વળી લીંબુથી સ્ફૂર્તિ પણ રહેશે.

બ્રેકફાસ્ટ

બ્રેકફાસ્ટ

સવારે નાસ્તામાં અને બપોરના જમણમાં ફળ અને ફણગાવેલા કઠોળ ભારે માત્રામાં લો. આમ કરવાથી ફણગાવેલા કઠોળનું પ્રોટિન પણ તમારા શરીરને મળશે. અને તમે તંદુરસ્તી અનુભવશો.

સવારનું ભોજન

સવારનું ભોજન

સવારે બાફેલા શાક પર મરી અને મીઠું ભભરાવીને ખાવ. સાથે જ લસણની ચટણી અને 1 થી 2 રોટલી ખાઇ શકો છો. સફેદ ભાતના બદલે બ્રાઉન રાઇઝ ખાવ. અને ખાધા પછી પતળી છાશ પીવાનું ના ભૂલતા.

4 વાગ્યાની આસપાસ

4 વાગ્યાની આસપાસ

સાંજે 4 વાગ્યાની આસપાસ એક મુઠ્ઠી ભરીને સૂકો મેવો, જેમકે બદામ, દ્રાક્ષ, જરદાળુ, ખજૂર, પીસ્તાને ચાવી ચાવીને ખાવ. સાથે જ અખરોટ પણ ખાવ. આ તમામ વસ્તુઓ તમારા ત્વચા અને શરીર બન્ને માટે લાભકારી છે.

સાંજે

સાંજે

બાફેલી શાકભાજી અને ગ્રીન ટી સાંજના જમણમાં લો. વધુમાં 6 વાગ્યા પછી કોઇ પણ પ્રકારનું અનાજ ખાવાનું હમણાં 7 દિવસ માટે રહેવા દો. વળી તળેલી તમામ વસ્તુઓ અને બહારની મીઠાઇઓને એક અઠવાડિયા માટે બાય બાય કહી દો! આટલું કરવાથી દિવાળીમાં તમે વધુ સ્લીમ અને ટ્રીમ દેખાઇ શકો છો.

English summary
If you wants to look slim and trim this diwali then try this diet tips. Read More here.
Please Wait while comments are loading...