For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How to: EPF બેલેન્સ જાણવા માટે UAN રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?

જાણો કેવી રીતે યુએનએ નંબર ઓનલાઇન એક્ટિવેટ કરાવવો. સમગ્ર પ્રક્રિયાને સરળ રીતે શીખો સ્ટેપ બાય સ્ટેપ અહીં. વધુ જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

જો તમારે તમારા ઇપીએફ (EPF) બેલેન્સને જાણવું હોય તો તમને તેની જાણકારી UAN પોર્ટલ દ્વારા મળશે. આ માટે તમારે યુએએન પોર્ટલ પર સૌથી પહેલા પોતાનું રઝિસ્ટ્રેશન કરાવવું પડશે. જે પછી તમે ઘરે બેઠા પણ તમારા પીએફની જાણકારી મેળવી શકો છો. આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે તમારા ઇપીએફ બેલેન્સની જાણકારી માટે UAN પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો ગુજરાતીમાં સરળ શબ્દોમાં આ આખી વિધિને વિગતવાર જાણો અહીં...

રજિસ્ટ્રેશન પ્રક્રિયા

રજિસ્ટ્રેશન પ્રક્રિયા

સૌથી પહેલા તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તે માટે https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface/ લિંક પર ક્લિક કરો. આ લિંક ખુલ્યા પછી તેની ડાબી બાજુ કેટલાક ખાલી બોક્સ દેખાશે. જેમાં UAN અને પાસવર્ડ નોંધવા અંગે કહેવામાં આવ્યું હશે. જો તમે પહેલી વાર યુએએન પોર્ટલ પર છો તો તમારા પીએફ બેલેન્સને જાણવા માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તો આ રજિસ્ટ્રેશન કેમ કરાવવું તે અંગે જાણો અહીં.

સ્ટેપ 1

સ્ટેપ 1

https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ આ લિંક ખોલો અને ડાબુ બાજુ નીચે એક્ટિવેટ UAN લખ્યું હશે ત્યાં ક્લિક કરો. ચિત્રમાં બતાવ્યું છે તે મુજબ કરો. તે પછી નવી વિન્ડોમાં તમને તમારો યુએએન નંબર ટાઇપ કરવો પડશે.

સ્ટેપ 2

સ્ટેપ 2

આ સિવાય તમારે તમારો આઇડી, આધાર આઇડી અને પેનકાર્ડ નંબર દાખલ કરવો પડશે. સાથે જ નામ અને જન્મતિથિ, મોબાઇલ નંબર, ઇમેલ આઇડી જેવી વિગતો યોગ્ય રીતે ભરો. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી કેપ્ચે વર્ડ્સ ટાઇપ કરો. પછી તમને તમારા મોબાઇલ નંબર પર એક ઓથરાઇઝ કોડ મળશે.

સ્ટેપ 3

સ્ટેપ 3

તમારા મોબાઇલ નંબર પર જે ઓટીપી આવે છે તેને બતાવેલા બોક્સમાં લખો. આમ કરતાં જ તમારો યુએનએ નંબર એક્ટિવેટ થઇ જશે. તે પછી તમને મોબાઇલ નંબર પર એક મેસેજ આવશે. જેમાં યુએન નંબર સાથે પાસવર્ડ રહેશે.

સ્ટેપ 4

સ્ટેપ 4

પછી તમારે ફરીથી યુએનએ નંબરના હોમ પેજ પર જવાનું છે અને અહીં ડાબી બાજુ દેખાડેલા બોક્સમાં પોતાનો UAN નંબર દાખલ કરી તમારો પાસવર્ડ પણ ટાઇપ કરવાનો છે. પાસવર્ડ તમને પહેલા જ મોબાઇલ નંબર પર SMS દ્વારા મોકલવામાં આવ્યો હશે તેને જ ટાઇપ કરવાનો છે. પાસવર્ડ જેવો છે તેવો જ ટાઇપ કરવાનો છે સ્મોલ હોય તો સ્મોલ લેટર અને કેપિટલ હોય ત્યાં કેપિટલ લેટર. પછી કેપ્શે વર્ડ ટાઇપ કરીને લોગ ઇન કરો.

પાસવર્ડ બદલો

પાસવર્ડ બદલો

લોગ ઇન પછી સૌથી પહેલા તમે તમારો પાસવર્ડ બદલો. કારણ કે આપેલો પાસવર્ડ ખૂબ જ જટિલ હોય છે. ત્યારે તમે યાદ રાખી શકો તેવો થોડો મુશ્કેલ નવો પાસવર્ડ પસંદ કરો. લોગ ઇન પછી તમારી સામે જે પેજ ખુલશે તેની ડાબી બાજુમાં એકાઉન્ટ સેટિંગનો વિકલ્પ હશે ત્યાં ક્લિક કરી તમે તમારો નવો પાસવર્ડ બદલી શકશો. અને તે પછી આ નવો પાસવર્ડ યાદ રાખજો.

UAN એક્ટિવેશન

UAN એક્ટિવેશન

આમ તમે પાસવર્ડ બદલી ફરીથી લોગ આઉટ કરીને નવા પાસવર્ડ સાથે લોગ ઇન થાવ. આ પછી તમે તમારો UAN કાર્ડ ડાઉનલોડ કરી શકશો. આ સિવાય વ્યૂમાં જઇને પાસબુક દેખી શકશો. ઉલ્લેખનીય છે કે રજિસ્ટ્રેશનના તરત પછી તમને પાસબુક નહીં દેખાય તે માટે ઓછામાં ઓછો 4 દિવસનો સમય લાગશે. માટે તમે થોડા દિવસ પછી ચેક કરી શકો છો. વધુમાં પાસબુક દેખવા માટે તમે નીચેની આ લિંકનો ઉપયોગ કરી શકો છો. https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login.jsp

English summary
How To Activate UAN Number Read here in Gujarati. Read here in details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X