For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રેનની ટિકિટ બુક કરવા પર મળે છે 50 ટકા છૂટ, આ રીતે લો ફાયદો

ટ્રેનની ટિકિટ બુક કરવા પર મળે છે 50 ટકા છૂટ, આ રીતે લો ફાયદો

|
Google Oneindia Gujarati News

મોટા ભાગના લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે, જો તમે પણ કરો છો આ આર્ટિકલ તમારા માટે છે. ભારતીય રેલવે મેલ, એક્સપ્રેસ, રાજધાની, શતાપ્દી, જન શતાબ્દી, દુરંતો જેવી ટ્રેનના ભાડા પર છૂટ આપે છે. જો પુરુષની ઉંમર 60 વર્ષ અને મહિલાની ઉંમર 58 વર્ષ હોય તો તેમને ટ્રેન ભાડામાં ડિસ્કાઉન્ટ મળે છે. IRCTCના નિયમ પ્રમાણે પુરુષોને 40 ટકા અને મહિલાઓને 50 ટકા છૂટ મળે છે.

ફાયદો લેવા માટે આઈડી કાર્ડ છે જરૂરી

ફાયદો લેવા માટે આઈડી કાર્ડ છે જરૂરી

એ વાત નોંધી લો કે 60 વર્ષના પુરુષ સિનિયર સિટીઝન અને 58 વર્ષના મહિલા સિનિયયર સિટીઝન IRCTC ઈ ટિકિટંગ વેબસાઈટ www.irctc.co.in પરથ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. આ ફાયદો લેવા માટે મુસાફરોએ મુસાફરી સમયે પોતાનું ઉંમર દર્શાવતું આઈડી કાર્ડ સાથે રાખવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે આ ડિસ્કાઉન્ટનો લાભ લેનાર મહિલાઓની લઘુત્તમ ઉંમર ઘટાડીને 60થી 58 વર્ષ કરવામાં આવી છે. જો સિનિયર સિટીઝનની ટિકિટ બુક કરતી વખતે આ ડિસ્કાઉન્ટ લેવું હશે તો તેના માટે એપ્લાય કરવું જરૂરી છે.

વરિષ્ઠ નાગિરકો ફોર્મમાં ‘ફુલ ડિસ્કાઉન્ટ’ પસંદ કરી શકે છે

વરિષ્ઠ નાગિરકો ફોર્મમાં ‘ફુલ ડિસ્કાઉન્ટ’ પસંદ કરી શકે છે

સિનિયર સિટીઝન માટે રિઝર્વેશન ફોર્મ ભરતા સમયે ચેકબોક્સ પર ક્લિક કરીને છૂટ મેળવી શકાય છે. IRCTCની વેબસાઈટ પ્રમાણે ટિકિટ બુક કરતા સમયે સિનિયર સિટીઝન ડિસ્કાઉન્ટનો વિકલ્પ પસંદ કરવામાં ન આવે તો ડિસ્કાઉન્ટ નહીં મળે. એક વાર જો ટિકિટ મળી ગઈ તો પછી તેમાં કોઈ પરિવર્તન નહીં થઈ શકે. ડિસ્કાઉન્ટ મેળવનાર વરિષ્ઠ નાગરિકો ફોર્મમાં ‘સિનિયર સિટીઝન ડિસ્કાઉન્ટ' અંતર્ગત પૂર્ણ છૂટ પસંદ કરી શકે છે.

ટ્રેન પ્લેટફોર્મ છોડે તો મળશે રિફંડ

ટ્રેન પ્લેટફોર્મ છોડે તો મળશે રિફંડ

તમને એ પણ જણાવી દઈએ કે આ રિફંડ ટ્રેન શરૂ થવા પર મળશે. જો તમે કમેન્ટિંક ટ્રેનથી મુસાફરી કરતા હોય તો તમારે બંને ટ્રેનના PNR લિંક કરવા પડશે. એટલે જો તમારી બીજી ટ્રેન છૂટી પણ જાય તો તમે ટિકિટ કેન્સલ કરીને રિફંડ માટે એપ્લાય કરી શકો છો.

આ રીતે કરો લિંક

1 - IRCTCની મોબાઈલ એપ કે વેબસાઈટ દ્વારા ટિકિટ બુક કરવા પર તમને કનેક્ટિંગ જર્ની બુકિંગનો ઓપ્શન મળશે.

2 - કનેક્ટિંગ જર્ની બુકિંગ ઓપ્શન પસંદ કરવા પર તમને ડેસ્ટિનેશન સુધીની જુદી જુદી ટ્રેન પસંદ કરવી પડશે.

3- ટ્રેનમાં સીટ ખાલી હોય તો તમારી અનુકૂળતા મુજબ ટિકિટ બુક કરી લો.

4. મહત્વની વાત એ છે કે તમારે જે બે PNR લિંક કરવાના છે, તે ટિકિટ એક જ આઈડીથી બુક થયેલી હોવી જોઈએ.

5. ટ્રેન સિલેક્ટ કર્યા બાદ તમે બૂક નાવ પર ક્લિક કરી શકો છો. અને બાદમાં તમને કનેક્ટિંગ PNRનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.

સોશિયલ મીડિયા કેવી રીતે બનાવી રહ્યું છે લોકોને ધનવાનસોશિયલ મીડિયા કેવી રીતે બનાવી રહ્યું છે લોકોને ધનવાન

English summary
you can avail 50 percent discount on train ticket know booking benefits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X