For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જનતાદળ ગુજરાતમાં પોતાના દમ પર ચૂંટણી લડશે: શરદ યાદવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર: નરેન્દ્ર મોદીથી અંતર રાખતા જનતાદળ યુનાઇટેડે ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી પોતાના દમ પર લડવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે જદયુ અને ભાજપા બિહારમાં સાથે મળી સરકાર ચલાવી રહ્યા છે. મોદી વિરોધી વિચાર રાખવા માટે ખ્યાત બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર ગુજરાતમાં પોતાની પાર્ટી જદયુના ઉમેદવારોના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરીશું. ગુજરાતમાં આ વર્ષની છેલ્લી ચૂંટણી થશે.

પોતાની પાર્ટીની યોજનાઓના સંકેત આપતાં જદયુ અધ્યક્ષ શરદ યાદવે સંવાદદાતાઓની સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ''NDAમાં ભાજપા મોટો પક્ષ છે. અમે ગુજરાતને છોડીને દરેક જગ્યાએ ભાજપાની સાથે ગઠબંધન કરીશું.'' શરદ આ પ્રશ્નનો જવાબ આપી રહ્યાં હતાં કે શું ગુજરાતમાં એકલા જદયુ ચૂંટણી લડવાથી આ સંદેશો જશે નહી કે NDAમાં તિરાડ પેદા થશે નહી. નીતીશ અને મોદીના સંબંધોમાં તિરાડ છે તે જગજાહેર છે. આવા સમયે શરદ અને નીતીશ તરફથી ગુજરાતમાં જદયુ ઉમેદવારોના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરવાથી આ સબંધોમાં વધુ ખટાશ પેદા થવાની સંભાવના છે.

જોકે શરદ યાદવે આ કહેતાં આ મુદ્દે વધુ ધ્યાન ન આપવા કહ્યું કે જદયુ ગુજરાતમાં ક્યારેય ભાજપાની ભાગીદારી રહી નથી. શરદ યાદવને વારંવાર આ પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે જ્યારે જનતાદળ યુનાઇટેડ બધા રાજ્યોમાં ભાજપાની સાથે ચૂંટણી તાલમેલ કરે છે તો પછી ગુજરાતમાં અપવાદ કેમ છે. જો કે શરદે દરેક વખતે આ પ્રશ્ન નજર અંદાજ કર્યો હતો.

શરદે ઔદ્યોગિક રાજ્ય તરફથી નિર્ણય લેવાની વાત કરતાં આ અંગે સ્પષ્ટતા કરવાની પણ મનાઇ કરી દિધી હતી કે તેમનો પક્ષ ગુજરાતમાં કેટલી સીટો પરથી ચૂંટની લડશે. આવી અટકળો છે કે જદયુની રાજ્ય એકમ આગામી વિધાનસભા ચૂંટણીમાં 182 માંથી 100 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારવાની યોજના બનાવી રહી છે. શરદ યાદવે કહ્યું હતું કે '' અમે ઘણા લાંબા સમયથી ગુજરાતમાં ભાજપાથી અલગ લડી રહ્યાં છે. અમે અનેક રાજ્યોમાં NDA ગઠબંધનનો ભાગ છીએ જ્યારે ગુજરાત, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં અલગ ચૂંટણી લડીએ છીએ. ગુજરાતમાં તો ક્યારેય ગઠબંધન થયું નથી.''

શું બિહારના મુખ્યમંત્રી ગુજરાતમાં જદયુ ઉમેદવારોના પક્ષમાં આ વખતે પ્રચાર કરશે. આ પ્રશ્ન પૂછતાં શરદ યાદવે કહ્યું હતું કે ગતવખતે ગુજરાતમાં યોજાયેલા વિધાનસભાની ચૂંટણીમાં નીતીશ અને બિહારના કેટલાક મંત્રીઓ તેમની સાથે પ્રચાર કરવા ગયા હતા. શરદે જણાવ્યું હતું કે બિહારમાં ભાજપાની સાથે ગત આઠ વર્ષોથી સત્તા પર કબજો મેળવેલ જદયુ ઝારખંડ અને રાજાસ્થાનમાં પણ તેમની સાથે મળીને ચૂંટણી લડે છે. પશ્વિમ બંગાળ અને તમિલનાડુમાં જદયુ ઘણી વખત ભાજપા સાથે સંબંધો તોડીને તો ઘણી વખત સંબંધો જોડીને ચૂંટણી લડે છે.

English summary
Carrying further its reservations over Narendra Modi, the Janata Dal (United), which runs a coalition with BJP in BIhar, has decided to contest assembly elections in Gujarat on its own.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X