For Quick Alerts
For Daily Alerts
પતિના મોઢેથી વખાણ સાંભળતા જ પત્ની લાલચોળ થઈ ગઈ
પત્નીઃ હું તમને કેટલી સારી લાગું છું
પતિઃ ઘણી બધુ
પત્નીઃ પણ કેટલી એતાં ક્યો?
પતિઃ એટલી કે મન કરે કે તારા જેવી જ બીજી લાવી દઉં
ડૉક્ટર- દર્દીના જોક
દર્દીઃ ડૉક્ટર સાહેબ આ મારું પહેલું ઓપરેશન છે, થોડું ધ્યાનથી કરજો.
ડૉક્ટરઃ ડરો નહિ, મારુંએ આ પહેલું જ ઓપરેશન છે.
પતિ- પત્ની જોક
પત્નીઃ જી, સાંભળો છો, આજકાલ તમારો દીકરો બહુ પૈસા ઉડાડિયો થઈ ગયો છે, ગમે ત્યાં છૂપાવું ગોતી જ લે છે.
પતિઃ એ નાલાયકના પુસ્તકોમાં છૂપાવતી જા, પરીક્ષા સુધી ગોતી જ નહિ શકે.
પપ્પૂ અને ગપ્પૂ વાત કરી રહ્યા હતા...
પપ્પૂ બોલ્યો- મારો બોસ બધાને પરેશાન કરતો હતો, એટલે મેં કાલે સાંજે એના ખાલી ટિફિનમાં છાનીમાની બે ચોકલેટ રાખી દીધી અને એક ચિઠ્ઠી અંદર નાખી દીધી.
ચિઠ્ઠીમાં લખ્યું હતું- 'જાનુ, બેય ચોકલેટ તું જ ખાજે, ઓલી ચુડેલને ના દેજે.'
આજે બૉસ લંગડાતો ઑફિસ આવ્યો હતો...