જોક્સ: GSTના લીધે કાલે ભાજીપાઉં વાળાએ ગૂંચવી દીધો.

Posted By:
Subscribe to Oneindia News

કાલે ભાજીપાઉં વાળાએ ગૂંચવી દીધો.
.
.
.
મને કહે ભાજીપાંઉ પાંચ ટકા જીએસટીવાળા તેલમાં કરું કે પછી બાર ટકા વાળા જીએસટીવાળા બટરમાં?

---

નરેન્દ્ર મોદીની આગાહી
લખવુ હોય ને ત્યાં લખી લેજો
ટૂંક સમયમાં આખુ ભારત શની શીંગાળાપુર જેવુ થઈ જશે...
કયાંય તાળા ની જરૂર નહી પડે
કંઇ હશે તો ચોર આવશે ને???

jokes

GST એટલે? એક સામાન્ય ઉદાહરણથી સમજીએ.

કોઈ કુંવારો યુવક જ્યારે રાતે મોડો મોડો ઘરે આવે ત્યારે એને કેટલા બધા લોકોને ઘરે મોડા આવવા બદલ જવાબ આપવા પડે. બહેન, ભાઈ, મમ્મી, પપ્પા, દાદા, દાદી બધાને મોડા આવવાના ખુલાસા કરવા પડે. હવે આ યુવકના લગ્ન થઈ જાય પછી આ કોઈને ખુલાસા કરવાની જરૂર નહિ માત્ર પત્નીને જ મોડા આવવા બદલ ખુલાસો રજુ કરવાનો રહે.

બસ આ જ છે GST. જુદા જુદા ઢગલાબંધ કર ને બદલે માત્ર એક જ કર. 😀

GST થી ડર એટલા માટે લાગે છે કે ભાઈ, બહેન, મમ્મી, પપ્પા, દાદા, દાદી આ બધાને કોઈકને કોઈક લાલચ આપીને સેટલમેન્ટ થઇ શકતું હતું પણ પત્ની સાથે કોઈ સંજોગોમાં સેટલમેન્ટ થઇ શકે તેમ નથી.

સમજાઈ ગયો GST ?

----------------

જેને GST થી મોંઘવારી વધી જશે એવું લાગતુ હોય એવી વ્યક્તિઓ માટે ખરીદી કરવા માટે નું સૌથી ઉત્તમ સ્થળ ....

શનિવારી બજાર, સુરત ચોક બજાર

--------------

એક જૂના જમાનાની કહેવત છે...

"જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ"

અને હવે ડિજિટલ જમાનાની
કહેવત :

" જ્યાં ના પહોંચે એસટી ત્યાં
પહોંચે જીએસટી "

English summary
Read here Gujarati funny jokes on GST bill.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.