For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલો કોણે તોડ્યું જનકનું ધનુષ્ય....?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

archery
સોહમ ઠાકર, પાલનપુર: ગામડાની એક સ્કુલમાં ઇન્શપેક્શન ચાલુ થયુ એવામાં જિલ્લા શિક્ષણાધિકારીએ એક સ્કુલની ઓચીંતી મુલાકાત લીધી. ડીઇઓ સાહેબ સીધા જ સાતમા ધોરણના વર્ગમાં ઉભા થઇ ગયા ને એક છોકરાને ઉભો કરી પુછ્યું બોલ જનકનું ધનુષ્ય કોને તોડ્યું....???? પેલો છોકરો બિચારો કાંઇ પણ બોલ્યા વગર છાનો માનો ઉભો રહ્યો...એટલે સાહેબ ફરી થોડા કડક થઇ ને બોલ્યા.. બોલ કોણે તોડ્યું..?

પેલો છોકરો રડવા માંડ્યો અને પછી રડતાં રડતાં બોલ્યો સાહેબ મને ખબર નથી હું તો કાલે સ્કુલ જ નોતો આવ્યો. હુ... હુહ્હુઉઉ....એટલામાં વર્ગશિક્ષક આવ્યા અને તેમણે થોડી વાર આ પ્રસંગ ને જોયો અને પરિસ્થિતી પામી ગયા કે સાહેબ ગુસ્સામાં છે....એટલામાં સાહેબે ફરીથી પુછ્યું બોલો કોને તોડ્યું ધનુષ્ય..? હવે પેલા વર્ગશિક્ષક સાહેબ હરકતમાં આવી ગયા તેમણે તરત જ ટેકો પુરી નાખ્યો સાચું બોલી જજો જનકનું ધનુષ્ય કોણે તોડ્યુ છે નહીતર જે ઝડપાઇ ગયો એની ખેર નથી..!!!!

ડીઇઓ સાહેબ આશ્વર્યથી પેલા માસ્તર સામે જોઇ રહ્યાંને મનમાં નક્કી કર્યુ કે હવે તો શિક્ષકો ની પણ કસોટી લઇ લઉ.. તેમણે માસ્તરને કહ્યું કે તમે કહો કોણે તોડ્યું જનક નુ ધનુષ્ય ...??? પેલા વર્ગ શિક્ષક ટેંન્શનમાં આવી ગયા અને બોલ્યા સાહેબ હું બે મહીનાથી મેડિકલ રજા પર હતો જો તે દરમિયાન કોઇ ઘટના બની હોય તો મને ખબર નથી ઉભા રહો હું આચાર્ય સાહેબને પુછું.

એવામાં આચાર્ય ને ખબર મળી જતાં તેઓ હાંફળા ફાંફળા સ્કુલમાં આવ્યા. આવતા પહેલાં તેમણે ગામના સરપંચને પણ ખબર કરી દીધી કે સ્કુલમાં ડીઇઓ સાહેબ આવ્યા છે ને કાંઇક તુટી ગયાની માથાકુટ છે તો મહેરબાની કરી તમે આવો ને સાહેબ ને કાંઇ સમજાવો...આ બાજુ આચાર્ય જેવા ડીઇઓ સાહેબ પાસે આવ્યાં કે તરત જ ગુસ્સામાં ભરાયેલા સાહેબે આચાર્ય ને પ્રશ્ન કર્યો બોલો કોણે તોડ્યુ જનકનું ધનુષ્ય..?

આચાર્ય સાહેબ પરસેવે રેબઝેબ થઇ ગયા ને પછી થોડા સરખા થઇ ખુબ જ વિનમ્રતાથી બોલ્યા :સાહેબ માફ કરજો પણ આપણી શાળામાં તો અમે વિધાર્થીઓને બહુ સારા સંસ્કાર આપેલા છે એટલે કોઇ તોડફોડ ના કરે પણ કદાચ કોઇ બહારના છોકરાએ સ્કુલમાં આવી આ ક્રુત્ય કર્યુ હોય તો અમે સત્વરે તપાસ કરી એને કડકમાં કડક સજા આપીશુ..? મેં એટલા માટે સરપંચ ને પણ બોલાવ્યા છે..

આ સાંભળી સાહેબને એવુ ન્હોતુ સુજતુ કે આ વાતમાં હસવું કે રડવું?
પણ એક આશા હતી કે સરપંચ કદાચ મારી વાત સમજશે..!
ત્યાં તો સરપંચ આવ્યા
એ રામ રામ સાહેબ રામ રામ.....
સાહેબ બોલ્યા રામ રામ સરપંચ આવો

ત્યાં તો સરપંચ બોલ્યા અરે આચાર્ય સાહેબ આ ડીઇઓ સાહેબ પધાર્યા છે એમના માટે કાંઇ ચા પાણી ઠંડા ની વ્યવસ્થા તો કરો..???...હા બોલો બોલો સાહેબ શાની માથાકુટ છે. ડીઇઓ સાહેબ મનમાં થોડા મલકાયા અને પછી સરપંચને કહ્યું સરપંચ જનકનું ધનુષ્ય કોણે તોડ્યું..?? સરપંચ થોડા ઠાવકા થઇ ..ખોંખારો ખાઇ ને ખુરશી સાહેબના પાસે લઇ ગયા ને પછી કાનમાં સાહેબને કહ્યું જવા દો ને સાહેબ જેણે તોડ્યું એણે ભલે તોડ્યું પણ કેટલાનું આવે છે એ મને કહો હું લોકફાળો કરીને ધનુષ્ય નવું મંગાવી આપીશ પણ મહેરબાની કરી હવે આ વાત ને હવે મારું માન રાખી ને અહીં પડતી મુકો. ડીઇઓ સાહેબે વિચાર્યુ કે આ બધા મુર્ખાઓની જમાત માં હું ક્યાં ફસાણો ને પછી ચા પાણી પી ત્યાં થી હાલતા થયા ને બહાર નીકળી ખડખડાટ હસી પડ્યા.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X