For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2018ના સૌથી મોટા વિવાદ, રિલીઝ પહેલા જ મુસીબતમાં ફસાઈ આ 10 ફિલ્મો

આજકાલ બોલીવુડમાં કેટલીક મોટી ફિલ્મોને લઈ ચર્ચા ચાલી રહી છે. સાથે જ બે સ્ટાર્સની નવી ફિલ્મો પણ સમાચારમાં છે.

|
Google Oneindia Gujarati News

આજકાલ બોલીવુડમાં કેટલીક મોટી ફિલ્મોને લઈ ચર્ચા ચાલી રહી છે. સાથે જ બે સ્ટાર્સની નવી ફિલ્મો પણ સમાચારમાં છે. સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથ વિવાદને કારણે ચર્ચામાં છે. પહેલા આંતરિક વિવાદને કારણે ફિલ્મની રિલીઝ લેટ થઈ છે. હવે ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને લઈ વિવાદ સર્જાઈ ચૂક્યો છે.

તાજેતરમાં જ જ્યારે કેદારનાથનું ટ્રેલર રિલીઝ થયું તો સમાજનો એક વર્ગ એટલા માટે પરેશાન થયો કે આ ફિલ્મમાં સારા અને સુશાંત વચ્ચે લવ જેહાદનો મામલો દેખાઈ રહ્યો છે. આ વિવાદ શરૂઆતમાં તો ખાસ ન દેખાયો, પરંતુ હવે વિવાદ ઉગ્ર બની રહ્યો છે. કેટલાક સંગઠનોએ ફિલ્મ રિલીઝ નહીં થવા દેવાની ધમકી આપી છે. તો કેદારનાથ મંદિરના પૂજારીએ પણ આ ફિલ્મનો વિરોધ કર્યો છે.

આ પણ વાંચો: લવ જિહાદને પ્રોત્સાહન આપી રહેલી ફિલ્મ કેદારનાથ બેન કરો

કેદારનાથની મુસીબતો અટકી નથી રહી. કહેવાઈ રહ્યું છે કે આ ફિલ્મ બીજી પદ્માવત બની શકે છે. જો કે કેદારનાથ પહેલી ફિલ્મ નથી જે રિલીઝ પહેલા વિવાદ સામે જઝૂમી રહી હોય. આ પહેલા ઘણી ફિલ્મો વિવાદનો સામનો કરી ચૂકી છે. ચાલો જાણીએ એવી ફિલ્મો વિશે જે રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ ચૂકી છે.

પદ્માવત

પદ્માવત

સંજય લીલા ભણસાલીની ફિલ્મને લઈ કરણી સેનાએ હોબાળો કર્યો હતો. હાલત એટલી ખરાબ હતી કે અરાજક્તા ફેલાઈ હતી. ફિલ્મનો સેટ સળગાવાયો હતો. જો કે ફિલ્મ રિલીઝ થયા બાદ ખુદ કરણી સેનાએ માન્યું હતું કે ફિલ્મમાં કશું જ વિવાદિત નથી.

એ દિલ હૈ મુશ્કિલ

એ દિલ હૈ મુશ્કિલ

કરણ જોહરની આ ફિલ્મને લઈને પણ વિવાદ સર્જાયો હતો. ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન હોવાને કારણે વિવાદ થયો હતો. આ ફિલ્મ સમયે ભારત પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું.

જોધા અકબર

જોધા અકબર

ફિલ્મ જોધા અકબરે પણ વિવાદનો સામનો કરવો પડ્યો હતો. રાજપૂત કરણી સેનાએ આ ફિલ્મ પર ઈતિહાસ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ફિલ્મ રિલીઝ ન કરવા પણ ધમકીઓ અપાઈ હતી.

ઉડતા પંજાબ

ઉડતા પંજાબ

ઉડતા પંજાબ પોતાના નામ અને સ્ટોરીને કારણે રિલીઝ પહેલા ચર્ચામાં હતી. ફિલ્મના નામમાંથી પંજાબ શબ્દને હટાવવા પર વિવાદ સર્જાયો હતો.

રામ લીલા

રામ લીલા

રામલીલા પણ પોતાના નામને લઈ ખૂબ ચર્ચાઈ હતી. કેટલાક હિંદુ સંગઠનોએ ફિલ્મનું નામ બદલવાને લઈ હોબાળો કર્યો હતો.

બેન્ડીટ ક્વિન

બેન્ડીટ ક્વિન

સીમા બિસ્વાસની સૌથી પહેલી હિટ ફિલ્મ બેન્ડિટ ક્વીન પોતાના બોલ્ડ દ્રશ્યો અને ગાળોવાળા સંવાદોને કારણે વિવાદિત રહી હતી. સીમા કહે છે કે ફિલ્મમાં ન્યૂડ સીનને લઈ ખાસ્સો વિવાદ થયો હતો.

ફાયર

ફાયર

પોતાના સબ્જેક્ટને કારણે આ ફિલ્મનો વિરોધ થયો હતો. આ ફિલ્મમાં લેસ્બિયન સંબંધ દર્શાવાયા હતા. જેને સમાજના કેટલાક સંગઠનો સ્વીકારી નહોતા શક્યા.

આરક્ષણ

આરક્ષણ

અનામતના મુદ્દે બનેલી આ ફિલ્મે પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પ્રકાશ ઝાની બહુચર્ચિત ફિલ્મ રાજકારણનો મુદ્દો બની ગઈ હતી. યુપી, પંજાબ અને આંધ્રપ્રદેશમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકાયો હતો.

બ્લેક ફ્રાઈડે

બ્લેક ફ્રાઈડે

રાઈટર એસ હુસૈન ઝૈદીના પુસ્તક ફિલ્મ બ્લેક ફ્રાઈડે અનુરાગ કશ્યપની બીજી ફિલ્મ હતી, જેને સેન્સર બોર્ડે બેન કરી હતી. પ્રોડ્યુસર્સના કહેવા પ્રમાણે આ ફિલ્મ ગુજરાતમાં થયેલા રમખાણો પર આધારિત હતી.

પીકે

પીકે

ફિલ્મમાં આમિર ખાના ન્યૂડ સીનને કારણે વિવાદ સર્જાયો હતો. પીકે વિરુદ્ધ ઘણા સંગઠનોએ વિરોધ દર્શાવ્યો હતો.

માય નેમ ઈઝ ખાન

માય નેમ ઈઝ ખાન

આ ફિલ્મમાં ખાન નામને લઈને હોબાળો થયો હતો. કહેવાઈ રહ્યું હતું કે આ ફિલ્મ એક જ સમુદાયને ટાર્ગેટ કરી રહી છે. જો કે પાછળથી ફિલ્મ લોકોને ખૂબ ગમી હતી.

English summary
10 films caught in huge controversy before release.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X