For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 વર્ષની ઉંમરે પિતાનુ થઈ ગયુ હતુ મોત, જાણો પછી એ આર રહેમાન કેવી રીતે બન્યા કરોડોની સંપત્તિના માલિક

આવો, જાણીએ દુનિયાના શ્રેષ્ઠ મ્યુઝિક કમ્પોઝરોમાં ગણાતા એ આર રહેમાને કુલ કેટલી કમાણી કરી અને તે કેટલી સંપત્તિના માલિક છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૉલિવુડના જાણીતા સિંગર મ્યુઝિક કંપોઝર એ આર રહેમાનનો 6 જાન્યુઆરીના રોજ બર્થડે મનાવવામાં આવ્યો. 6 જાન્યુઆરી, 1967ના રોજ ચેન્નઈ શહેરમાં જન્મેલા એ આર રહેમાન માત્ર હિંદી જ નહિ તમિલ સહિત અન્ય ભાષાઓમાં સુરીલા ગીતો ગાઈને લોકોને પોતાના અવાજના દીવાના બનાવ્યા છે. રહેમાનનુ બાળપણનુ સપનુ કમ્પ્યુટર એન્જિનિયર બનવાનુ હતુ પરંતુ પિતાના મોતના કારણે 7 વર્ષમાં જ તેમના ઉપર પરિવારને પાળવાની જવાબદારી આવી ગઈ અને અભ્યાસ છોડવો પડ્યો. ચાર વર્ષની ઉંમરે કી બોર્ડ પર મહારત મેળવનાર રહેમાને કી બોર્ડ સાથે પોતાના કરિયરની શરુઆત કરી અને સૌથી પહેલા એક એડ જિંગલ્સ લખ્યુ અને તેને કમ્પોઝ કર્યુ અને 2008માં સ્લમ ડૉગ મિલિયોનેર માટે ઑસ્કર અવૉર્ડ જીત્યો અને સંગીતની દુનિયાના બાદશાહ બની ગયા. આજે રહેમાન દુનિયાના સૌથી વધુ પૈસા કમાનાર સિંગરોમાં આવી ચૂક્યા છે. આવો, જાણીએ દુનિયાના શ્રેષ્ઠ મ્યુઝિક કમ્પોઝરોમાં ગણાતા એ આર રહેમાને કુલ કેટલી કમાણી કરી અને તે કેટલી સંપત્તિના માલિક છે.

સૌથી વધુ કમાણી કરનાર ગાયકોમાં ગણાય છે એ આર રહેમાન

સૌથી વધુ કમાણી કરનાર ગાયકોમાં ગણાય છે એ આર રહેમાન

દિલને સ્પર્શી જતો અવાજ અને સંગીતના કારણે તેમની બહુ મોટી ફેન ફોલોઈંગ છે. હાલમાં તે આપણા દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વશ્રેષ્ઠ ગાયકોમાંના એક છે. એ આર રહેમાન ભારતીય ગાયક, સંગીતકાર, રેકૉર્ડિસ્ટ, સંગીત પ્રોગ્રામ, સંગીત નિર્દેશક, અભિનેતા, જજ અને એક લાઈવ સ્ટેજ પર્ફૉર્મર પણ છે. રહેમાન હિંદી અને અંગ્રેજીમાં ગાય છે. આ સાથે જ તેમણે ઘણી અન્ય ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે માટે તેમને આપણા દેશના સૌથી લોકપ્રિય અવાજ તરીકે ઓળખવામાં આવે છે. કઠોર મહેનત પછી તે દેશમાં સૌથી વધુ કમાણી કરનાર ગાયકોમાં ગણાય છે.

એ આર રહેમાનની કુલ સંપત્તિ

એ આર રહેમાનની કુલ સંપત્તિ

સંગીત અને ગાયનમાં ગજબનો જાદૂ હોય છે. જ્યારે ગાયનની વાત આવે ત્યારે એ આર રહેમાનનો અવાજ દેશમાં સૌથી વધુ મધુર, હ્રદયસ્પર્શી અને ભાવપૂર્ણ માનવામાં આવે છે. તે પોતાના અવાજથી સંગીતમાં જાદૂ પેદા કરે છે. આ જ કારણે એઆરઆર અને મદ્રાસના મોઝાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. એઆર રહેમાનની કુલ સંપત્તિ 80 મિલિયન એટલે કે 595 કરોડ રૂપિયા છે.

એઆર રહેમાનનુ ઘર

એઆર રહેમાનનુ ઘર

એઆર રહેમાન મુંબઈમાં એક આલીશાન ઘરમાં રહે છે. એઆર રહેમાને આ લક્ઝરી ઘર વર્ષ 2001માં ખરીદ્યુ હતુ. તેની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત યુએસએ, યુકે અને મિડલ ઈસ્ટ સહિત અન્ય દેશોમાં ઘણી પ્રોપર્ટી પર ઈન્વેસ્ટ કર્યુ. હેલૉસ એંજલન્સથી લઈને ચેન્નઈ સુધી એઆર રહેમાન કરોડોની પ્રોપર્ટીના માલિક છે. તે ઘણીવાર વિદેશ પ્રવાસ પર જતા હોય છે ત્યારે તે હોટલના બદલે પોતાના જ ફ્લેટમાં રહેવાનુ પસંદ કરે છે.

ચેન્નઈમાં આલીશાન બંગલો અને લૉસ એન્જેલસમાં લક્ઝરી અપાર્ટમેન્ટ

ચેન્નઈમાં આલીશાન બંગલો અને લૉસ એન્જેલસમાં લક્ઝરી અપાર્ટમેન્ટ

એઆર રહેમાનનો ચેન્નઈમાં સ્થિત બંગલો ખૂબ જ સુંદર છે. વાસ્તવમાં રહેમાન પોતાની સંગીત સાધના માટે આધ્યાત્મિક અનુભુતી આપતી જગ્યાઓને પસંદ કરે છે માટે તેમના ઘરમાં પણ તે માહોલ જોવા મળે છે. લૉસ એન્જેલસ અપાર્ટમેન્ટમાં એઆર રહેમાને એક મ્યુઝિક સ્ટુડિયો ખૂબ જ ખાસ રીતે બનાવ્યો છે. લૉકડાઉનમાં પણ તે મોટાભાગનો સમય આ સ્ટૂડિયોમાં પસાર કરતા હતા.

એ આર રહેમાનની કાર

એ આર રહેમાનની કાર

એઆર રહેમાનનુ કાર કલેક્શન ઘણુ નાનુ છે. એ આર રહેમાન પાસે દુનિયાની અમુક શ્રેષ્ઠ લક્ઝરી કારો છે. એ આર રહેમાનની કાર બ્રાન્ડ્ઝમાં જગુઆર, મર્સિડીઝ અને વોલ્વો શામેલ છે. આમાંથી દરેક કારની કિંમત લગભગ 1 કરોડથી 1.5 કરોડ રૂપિયા હશે.

એ આર રહેમાનની સેલેરી

એ આર રહેમાનની સેલેરી

એઆર રહેમાન પ્રતિ વર્ષ 50 કરોડનુ અનુમાનિત વેતન કમાય છે. એઆર રહેમાનનુ અસલી નામ એસએસ દિલીપ કુમાર છે. એઆર રહેમાને 11 વર્ષની ઉંમરે મુખ્ય રીતે કેસિયો પિયાનો વગાડવાનુ શરુ કરી દીધુ હતુ. તે અન્ય વાદ્યયંત્ર પણ વગાડે છે જેમાં ગિટાર, પર્ક્યુશન, ડ્રમ, હાર્પેજજી, કૉન્ટિનમ, ફિંગરબોર્ડ, કીબોર્ડ, પિયાનો, અકૉર્ડિયન, ગૉબ્લેટ ડ્રમ, કૉન્સર્ટ વીણા શામેલ છે. તે એક સાથે 4 કીબોર્ડ ચલાવી શકે છે.

એઆર રહેમાનની પ્રોફાઈલ

એઆર રહેમાનની પ્રોફાઈલ

નવેમ્બર 2013માં કેનાડાના ઓંટારિયોના માર્ખમમાં એક રસ્તાનુ નામ તેમના સમ્માનમાં રાખવામાં આવ્યુ છે. સ્લમડૉગ મિલિયોનેર ઉપરાંત રહેમાને અન્ય હૉલિવુડ ફિલ્મો જેવી કે 127 ઑવર્સ અને લૉર્ડ ઑફ વૉર માટે પણ શાનદાર સ્કોર મેળવ્યો છે. રહેમાને 2014 સુધી 4 રાષ્ટ્રીય પુરસ્કાર, 15 ફિલ્મફેર પુરસ્કાર અને દક્ષિણમાં 14 ફિલ્મફેર પુરસ્કાર જીત્યા છે. વાસ્તવાં, કુલ 138 પુરસ્કાર નૉમિનેટ થઈ ચૂક્યા છે જેમાંથી તેમણે 117 જીત્યા છે.

English summary
AR Rahman net worth, Know how much property is owned by him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X