• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

BOLLY IN BRIEF : ઝલક...માંથી ઍન્ડી Out, બંધ થશે કપિલનો શો, આંખેં 2 બનશે!

|

મુંબઈ, 16 જૂન : પહેલા બિગ બૉસ 7 તથા પછી ઇન્ડિયા ગૉટ ટૅલેંટ ટેલીવિઝન શોની યજમાની દ્વારા દર્શકોના દિલોમાં સ્થાન પામનાર વીજે ઍન્ડી ઝલક દિખલા જા 7માંથી આટલી જલ્દી આઉટ થઈ જશે, તેવો કોઈને સ્વપ્નેય ખ્યાલ નહોતો. પોતે ઍન્ડી આ વાતથી આશ્ચર્યમાં છે. શોમાંથી બહાર થયા બાદ ઍન્ડીએ તમામ રોષ પોતાના કોરિયોગ્રાફર ભવાની સામે ઠાલવ્યો અને જણાવ્યું કે ભવાની બહુ નવા હતાં. તેમને સમજાયું જ નહીં કે દર્શકો સાથે કઈ રીતે કનેક્ટ કરાય છે.

વીજે ઍન્ડીએ માન્યું કે રિયલિટી શો જીતવા દર્શકોને ખુશ કરવા પડે છે અને અમે આમ ન કરી શક્યાં કે જેનું મને બહુ દુઃખ છે. મેં વિચાર્યુ નહોતું કે મારી સફર આટલી જલ્દી ઝલકમાં ખતમ થઈ જશે. પહેલા એલીમિનેશન રાઉન્ડમાં વીજે ઍન્ડી તથા સોફી ચૌધરનું નામ આવ્યુ હતું. બંનેને જનતાના સૌથી ઓછા વોટ મળ્યા હતાં. તેથી બંનેમાંથી કોઈ એકને શોમાં જળવાઈ રહેવા માટે પ્રસ્તુતિ આપવી પડી કે જેમાં સોફીએ ઍન્ડી સામે બાજી મારી લીધી.

ઍન્ડીને જજોએ 27 નંબર્સ આપ્યાં, જ્યારે સોફીને 32 અંક મળ્યાં. તેથી સોફી ચૌધરી હજીય ઝલક દિખલા જામાં જળવાયેલા છે. આગામી સપ્તાહે કોની સફર ખતમ થશે અને કોણ બહાર થશે, તે જાણવા માટે શનિવાર-રવિવારની રાતે કલર્સ પર જોતા રહો ઝલક દિખલા જા 7 કે જેમાં જજો છે રેમો ડિસૂઝા, ડાન્સિંગ દિવા માધુરી દીક્ષિત અને કરણ જૌહર તથા મૅક્સ. શોને રણવીર શૌરી તથા દૃષ્ટિ ધામી હોસ્ટ કરી રહ્યાં છે.

ચાલો તસવીરો સાથે જોઇએ BOLLY IN BRIEF :

ઍન્ડી ઝલકમાંથી આઉટ

ઍન્ડી ઝલકમાંથી આઉટ

કલર્સના શો ઝલક દિખલા જા 7માંથી વીજે ઍન્ડી આઉટ થઈ ગયાં છે. તેમણે કોરિયોગ્રાફર ભવાની સામે રોષ ઠાલવતા જણાવ્યું કે ભવાની નવા છે અને તેમને દર્શકો સાથે જોડાવવાની ટ્રિક નથી ખબર.

બંધ થસે કૉમેડી નાઇટ્સ વિથ કપિલ

બંધ થસે કૉમેડી નાઇટ્સ વિથ કપિલ

કપિલ શર્માનો સૌથી લોકપ્રિય ટેલીવિઝન શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ બંધ થવા જઈ રહ્યો છે. કપિલે ટ્વીટ કરી માહિતી આપી કે સપ્ટેમ્બરથી આ શો બંધ થઈ જશે. આ સમાચારથી કપિલ અને શોના ફૅન્સને આંચકો લાગ્યો છે. કપિલ યશરાજની ફિલ્મમાં વ્યસ્ત હોવાથી આ શો બંધ કરાઈ રહ્યો છે.

કિકની ધમાલ

કિકની ધમાલ

સલમાન ખાનની આગામી ફિલ્મ કિકનું ટ્રેલરે રિલીઝ થતા જ યૂટ્યુબ પર ધમાલ મચાવી દીધી છે. આ સમાચાર લખતી વખતે આ ટ્રેલરને જોનારાઓનો આંકડો 17 લાખ 15 હજારને આંબી ચુક્યો છે.

ટ્વિંકલ લકી છે

ટ્વિંકલ લકી છે

બૉલીવુડના ખેલાડી અક્ષય કુમારે ફરી એક વાર કહ્યું કે મારી સફળતાનો શ્રેય મારી સ્વીટ વાઇફ ટ્વિંકલ ખન્નાને જાય છે. તેમણે હૉલીવુડની સફળતાનો શ્રેય પણ ટ્વિંકલને આપતા કહ્યું કે ટ્વિંકલ મારા માટે લકી છે.

એક્ટિંગથી તોબા

એક્ટિંગથી તોબા

ઉદય ચોપરાએ એક્ટિંગથી તોબા કરી લીધી છે. તેઓનું કહેવું છે કે એક્ટિંગ કોઈ ચાનો કપ નથી. ઉદય એક્ટર તરીકે માત્ર ધૂમ સિરીઝમાં જ છાપ છોડી શક્યાં છે. તેઓ આંતરરાષ્ટ્રીય કૅરિયરમાં વ્યસ્ત છે.

અજય સાથે ફિલ્મ બનાવશે રેમો

અજય સાથે ફિલ્મ બનાવશે રેમો

બૉલીવુડના ચર્ચિત કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા એક્શન મૅન અજય દેવગણ પર ફિદા છે. તેઓ અજય સાથે એક ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. તેઓ કહે છે કે બસ અજયની હાનો ઇંતેજાર છે.

શમિતાભમાં અમિતાભનું ગીત

શમિતાભમાં અમિતાભનું ગીત

अमिताभ बच्चन फिल्म निर्देशक आर. बालाकृष्णन उर्फ आर. बल्की की आगामी फिल्म 'शमिताभ' के नए गीत में अपनी आवाज देने की दिशा में काम कर रहे हैं। અમિતાભ બચ્ચન આર બાલકીની આગામી ફિલ્મ શમિતાભના નવા ગીતમાં પોતાનો અવાજ આપવાની તૈયારી કરી રહ્યાં છે.

હાસ્ય ખતરનાક બની શકે

હાસ્ય ખતરનાક બની શકે

અભિનેતા સૈફ અલી ખાનને પોતાની આગામી ફિલ્મ હમશકલ્સની રિલીઝનો ઇંતેજાર છે. તેમનું કહેવું છે કે હાસ્ય જો યોગ્ય રીતે ન કરવામાં આવે, તો તે થોડોક ખતરનાક બની શકે છે.

રાજશ્રી અમિતાભના ઘરની મુલાકાતે

રાજશ્રી અમિતાભના ઘરની મુલાકાતે

સુહાની સી એક લડકીમાં લીડ રોલ કરનાર ટેલીવિઝન અભિનેત્રી રાજશ્રી રાની પાન્ડેએ અલ્હાબાદ ખાતે આવેલ અમિતાભ બચ્ચનના પૈતૃક ઘરની મુલાકાત લીધી હતી. તેઓ અમિતાભના ઘરે પહોંચી રોમાંચિત થઈ ઉઠ્યા હતાં.

આંખેંની સિક્વલ બનશે

આંખેંની સિક્વલ બનશે

વિપુલ શાહની બાર વર્ષ અગાઉ રિલીઝ થયેલી ફિલ્મ આંખેની સિક્વલનું દિગ્દર્શન અનીશ બઝ્મી કરશે. આંખે 2નું નિર્માણ ગૌરાંગ દોશી કરી રહ્યાં છે. આંખેંમાં નેત્રહીનો દ્વારા બૅંક લૂંટવાની વાર્તા હતી.

જ્હૉન સાથે નતાલિયા

જ્હૉન સાથે નતાલિયા

અભિનેત્રી નતાલિયા કૌર એક્શન ફિલ્મ રૉકી હૅન્ડસમમાં જ્હૉન અબ્રાહમના હીરોઇન બનશે. નતાલિયા આ બાબતે ઉત્સાહિત છે. નતાલિયા કહે છે કે રૉકી હૅન્ડસમનું શૂટિંગ હાલ હૈદરાબાદ ખાતેની રામોજી ફિલ્મ સિટીમાં ચાલી રહ્યું છે અને 17મી જૂને તેઓ જ્હૉન સાથે શૂટિંગ કરશે. રૉકી હૅન્ડસમ કોરિયન ફિલ્મ ધ મૅન ફ્રૉમ નાઉહિયરની રીમેક છે કે જેનું દિગ્દર્શન નિશિકાંત કામત કરી રહ્યાં છે.

English summary
VJ Andy is the first contestant to be eliminated today from the celebrity dance reality show 'Jhalak Dikhhla Jaa' season seven. Andy, 34, who was paired opposite choreographer Bhavani, said he never expected that he will be evicted from the show so soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more