સંજય દત્ત સિવાય આ બાયોપિક ફિલ્મો પણ છે લાઇનમાં...

Written By:
Subscribe to Oneindia News

રણબીર કપૂરને ચમકાવતી અનુરાગ બાસુ દ્વારા નિર્દેશિત ફિલ્મ બરફી રિલીઝ થઇ ત્યારે બોલિવૂડ રસિયાઓ લાગ્યું હતું કે, એક્ટર-ડાયરેક્ટરની અન્ય એક શાનદાર જોડી બની ગઇ છે. આ ફિલ્મ બાદ લગભગ તુરંત જ અનુરાગ બાસુએ રણબીરને લઇને જ કિશોર કુમારની બાયોપિક બનાવવાની જાહેરાત પણ કરી હતી.

ત્યાર બાદ એક્ટર-ડાયરેક્ટર બંન્ને જગ્ગા જાસૂસમાં વ્યસ્ત થઇ ગયા, છેલ્લા ચાર વર્ષથી આ ફિલ્મ બની રહી છે અને છેલ્લા એક વર્ષથી લોકો ફિલ્મ રિલીઝની રાહ જોઇ રહ્યાં છે. રણબીર હાલ સંજય દત્તની બાયોપિકમાં વ્યસ્ત છે. બોલિવૂડમાં હાલ બાયોપિક બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જાણો આ સિવાય કઇ બાયોપિક ફિલ્મો લાઇનમાં છે..

દત્ત બાયોપિક

દત્ત બાયોપિક

સંજય દત્તની બાયોપિક ફિલ્મ અંગે ઝાઝુ કંઇ કહેવાની જરૂર જ ક્યાં છે? ફિલ્મ એનાઉન્સ થઇ ત્યારથી ચર્ચામાં છે. રણબીર કપૂરને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મના ફોટોઝ ખૂબ વાયરલ થઇ ચૂક્યાં છે. આ ફિલ્મ રાજકુમાર હિરાની ડાયરેક્ટ કરી રહ્યાં છે.

કિશોર કુમારની બાયોપિકમાંથી આઉટ રણબીર?

કિશોર કુમારની બાયોપિકમાંથી આઉટ રણબીર?

જગ્ગા જાસૂસ ફિલ્મ દરમિયાન જ રણબીર-કેટરિનાનું બ્રેકઅપ થતાં ફિલ્મના શૂટિંગ અને રિલીઝમાં અનેક અડચણો આવી હતી. આખરે ફિલ્મ પૂરી તો થઇ, પરંતુ તેની અસર રણબીર અને અનુરાગના સંબંધો પર પણ પડી. કહેવાઇ રહ્યું છે કે, રણબીર અને અનુરાગના સંબંધો પહેલા જેવા નથી રહ્યાં અને આથી જ અનુરાગે રણબીર વગર જ પોતાની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે.

કિશોર કુમાર બાયોપિક

કિશોર કુમાર બાયોપિક

એક ઇન્ટરવ્યુ દરમિયાન જો કે અનુરાગ બાસુએ વાત સાચવી લેતાં કહ્યું હતું કે, 'જગ્ગા જાસૂસ બાદ હું કિશોર કુમારની બાયોપિક પર કામ શરૂ કરીશ. રણબીર હાલ દત્ત બાયોપિકમાં વ્યસ્ત છે, ત્યાર બાદ તે અન્ય એક ફિલ્મમાં વ્યસ્ત થશે અને હું ત્યાં સુધી રાહ નહીં જોઇ શકું. આથી હું બીજા એક્ટર સાથે કામ શરૂ કરીશ.' અનુરાગે ફિલ્મના એક્ટર અંગે કોઇ કુલાસો નથી કર્યો, પરંતુ આમિર ખાન કિશોર કુમાર બાયોપિકમાં ઇન્ટરેસ્ટ બતાવી ચૂક્યાં છે. બની શકે કે, આ ફિલ્મમાં લોકોને આમિર ખાન જોવા મળે.

સાયના બાયોપિક

સાયના બાયોપિક

બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ પર પણ બાયોપિક ફિલ્મ બનવા જઇ રહી છે, જેમાં લીડ રોલમાં શ્રદ્ધા કપૂર જોવા મળશે. આ ફિલ્મનું નામ છે 'સાયના', જે અમોલ ગુપ્તે ડાયરેક્ટ કરશે. અમોલ ગુપ્તે આ પહેલાં 'હવા હવાઇ' અને 'સ્ટેન્લિ કા ડબ્બા' જેવી ફિલ્મ ડાયરેક્ટ કરી ચૂક્યાં છે.

મંટો બાયોપિક

મંટો બાયોપિક

સઆદત હસન મંટોની બાયોપિક ફિલ્મ 'મંટો' બની ચૂકી છે અને જલ્દી જ રિલીઝ થનાર છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી મુખ્ય ભૂમિકામાં છે. 70મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નંદિતા દાસ અને નવાઝુદ્દીન સિદ્દીકી આ ફિલ્મને પ્રેઝન્ટ કરવા પહોંચ્યા હતા. નંદિતા દાસ આ ફિલ્મના ડાયરેક્ટર છે.

હસીના પારકર બાયોપિક

હસીના પારકર બાયોપિક

દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકર પર બની રહેલ બાયોપિકમાં શ્રદ્ધા કપૂર હસીના લીડ રોલમાં જોવા મળશે તથા તેનો ભાઇ સિદ્ધાર્થ કપૂર દાઉદના રોલમાં જોવા મળનાર છે. આ ફિલ્મનું નામ છે 'હસીના ધ ક્વીન ઓફ મુંબઇ'. અપૂર્વ લાખિયાના નિર્દેશનમાં બની રહેલ આ ફિલ્મ અંગે બંન્ને ભાઇ-બહેન ખૂબ ઉત્સાહિત છે અને તેઓ ખૂબ મહેનત પણ કરી રહ્યાં છે.

અરુણ ગાવલી બાયોપિક

અરુણ ગાવલી બાયોપિક

ગેંગસ્ટરમાંથી પોલિટિશિયન બનેલ અરુણ ગાવલીની બાયોપિકમાં અર્જુન રામપાલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નામ 'ડેડી' રાખવામાં આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ લગભગ પૂરું થઇ ગયું છે. ફિલ્મના ટીઝરમાં અર્જુનની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા, આ ફિલ્મ અશિમ અહલુવાલિયા ડાયરેક્ટ કરી રહ્યાં છે.

રાકેશ શર્મા બાયોપિક

રાકેશ શર્મા બાયોપિક

અંતરિક્ષમાં જનાર પહેલા માનવી રાકેશ શર્માની બાયોપિક ફિલ્મ પણ લાઇનમાં છે. કહેવાઇ રહ્યું છે કે, આ ફિલ્મનું નામ 'સારે જહાં સે અચ્છા' રાખવામાં આવશે, કારણે કે અંતરિક્ષમાં પહોંચ્યા બાદ ભારત અંગે વાત કરતાં રાકેશ શર્માએ આ જ પહેલા શબ્દો કહ્યાં હતા. સિદ્ધાર્થ રોય કપૂરે આ ફિલ્મ માટે આમિર ખાનનો સંપર્ક કર્યો હતો.

પી.વી.સિંધુ બાયોપિક

પી.વી.સિંધુ બાયોપિક

22 વર્ષીય બેડમિન્ટન સ્ટાર પી.વી.સિંધુની બાયોપિક ફિલ્મ અંગે પણ એનાઉન્સમેન્ટ થઇ ચૂક્યું છે. આ ફિલ્મ એક્ટર સોનુ સૂદ પ્રોડ્યુસ કરશે, તેઓ છેલ્લા એક વર્ષથી આ ફિલ્મના રિસર્ચ વર્કમાં લાગેલા છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળે એવી શક્યતા છે, જો કે હાલ કોઇ નામ ફાઇનલ કરવામાં નથી આવ્યું.

English summary
Sanjay Dutt's biopic film is one of the much awaited films right now. Here check out the list of other upcoming biopic films to look forward for.
Please Wait while comments are loading...