અજય દેવગણ અને રણબીર કપૂરની ફિલ્મમાં જાહ્નવી કપૂરની એન્ટ્રી

રિપોર્ટ અનુસાર લવ રંજનની આવનારી ફિલ્મમાં રણબીર કપૂર, અજય દેવગણ હવે જાહ્નવી કપૂર ફાઇનલ થઇ ચુકી છે.

રિપોર્ટ અનુસાર લવ રંજનની આવનારી ફિલ્મમાં રણબીર કપૂર, અજય દેવગણ હવે જાહ્નવી કપૂર ફાઇનલ થઇ ચુકી છે. આ ફિલ્મમાં પહેલા રણબીર સાથે દીપિકા પાદુકોણની જોડી બનવાની હતી પરંતુ હવે દીપિકાની જગ્યા જાહ્નવી કપૂરે લઇ લીધી છે. જયારે અજય દેવગનની સામે કઈ અભિનેત્રી હશે તેના વિશે હજુ સુધી કોઈ માહિતી નથી આવી.

Jhanvi Kapoor

મળતી ખબરો અનુસાર જાહ્નવી કપૂરે ફિલ્મની કહાની વાંચી લીધી છે અને લૂક ટેસ્ટ પણ આપી દીધો છે. હાલમાં તેને આ ફિલ્મ માટે ફાઇનલ માનવામાં આવી રહી છે. ખુબ જ જલ્દી ફિલ્મની આખી સ્ટારકાસ્ટ વિશે જાહેરાત કરી દેવામાં આવશે. આ પહેલીવાર હશે જયારે રણબીર કપૂર અને જાહ્નવી કપૂર એકસાથે જોવા મળશે.

આ પણ વાંચો: સાતમાં આસમાને જ્હાનવી, મળી ગઈ બીજી તગડી ફિલ્મ, હવે બનશે બ્લોક બસ્ટર સ્ટાર

પહેલા માનવામાં આવી રહ્યું હતું કે લવ રંજનની દરેક ફિલ્મ મુજબ આ ફિલ્મ પણ રોમેન્ટિક કોમેડી હશે. પરંતુ સૂત્રો અનુસાર લવ રંજન આ વખતે દર્શકો સામે કંઈક નવું લાવી રહ્યા છે.

આ પણ વાંચો: જ્હાનવી કપૂરની પહેલી ફિલ્મની આટલી ઓછી ફી, જાણો બાકીના સ્ટાર્સના ભાવ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X