• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : લિવ ઇન રિલેશનશિપ : ક્યાંક લાઇવ, ક્યાંક લીવ્ડ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 એપ્રિલ : બૉલીવુડમાં લિવ ઇન રિલેશનશિપ સામાન્ય બાબત છે. સામાન્ય લોકો ભલે લિવ ઇન રિલેશનશિપમાં બહુ વિશ્વાસ ન ધરાવતા હોય, પરંતુ બૉલીવુડમાં અનેક એવા કલાકારો છે કે જેઓ ક્યારેક લિવ ઇન રિલેશનશિપમાં હતાં તો કેટલાંક આજે પણ છે.

મહત્વની બાબત એ છે કે લિવ ઇન રિલેશનશિપ આજના દોરમાં તો વધુ પ્રચલનમાં આવી ગઈ છે. આજના બૉલીવુડના મોટાભાગના કલાકારો કોઇને કોઈની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. જોકે રાજેશ ખન્નાથી લઈ રાજ બબ્બર અને હાલમાં સલમાન ખાનથી લઈ કૅટરીના કૈફ સુધીના અનેક કલાકારો આવી રિલેશનશિપ સાથે જોડાયેલા છે અથવા રહ્યાં છે.

જોકે લિવ ઇન રિલેશનશિપમાં રહેનારા લોકો માટે તેને નિર્ણાયક તબક્કામાં લઈ જવું અઘરૂં હોય છે. અનેક કલાકારો એવા છે કે જેમણે પોતાની લિવ ઇન રિલેશનશિપને લાઇવ એટલે કે લગ્ન કરી જીવંત બનાવી દીધી, તો અનેક એવાં કલાકારો પણ છે કે જેઓ પોતાની લિવ ઇન રિલેશનશિપને લીવ્ડ એટલે કે છોડી ચુક્યાં છે.

આવો તસવીરો વડે જાણીએ બૉલીવુડના લિવ ઇન રિલેશનશિપની કહાણી.

સલમાન-કૅટરીના

સલમાન-કૅટરીના

થોડાંક વખત અગાઉ કૅટરીના કૈફે જાહેર કર્યુ હતું કે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આવ્યાં, ત્યારે સલમાન ખાન સાથે લિવ ઇન રિલેશનશિપમાં હતાં. હાલ આ બંનેની જોડી તુટી ગઈ છે.

આમિર-કિરણ

આમિર-કિરણ

આમિર ખાને પોતાના પત્ની રીનાને છોડી પોતાના બાળકો સાથે કિરણ રાવ સાથે સંસાર માંડ્યો છે. કહે છે કે આમિર-કિરણે લાંબા વખત સુધી વિદેશમાં રજા ગાળી હતી. તે પછી બંનેએ લગ્ન કર્યા હતાં.

કરીના-સૈફ

કરીના-સૈફ

બેબો તથા તેમના સૈફૂ કાયમ એક-બીજાની સાથે જ દેખાતા હતાં અને આ લિવ ઇન રિલેશનશિપ અંતે ગત વર્ષે લાઇવ બની ગઈ કે જ્યારે બંનેએ લગ્ન કરી લીધાં.

બિપાશા-જ્હૉન

બિપાશા-જ્હૉન

બિપાશા બાસુ અને જ્હૉન અબ્રાહમ 2003માં જિસ્મના સેટ ઉપર લિવ ઇન રિલેશનશિપમાં આવ્યાં, પરંતુ આ બંનેની આ રિલેશનશિપ હાલ લીવ્ડ થઈ ચુકી છે.

પિન્ટો-દેવ

પિન્ટો-દેવ

સ્લમડૉગ મિલેનિયર ફિલ્મમાં ઑન સ્ક્રીન લવર્સ બન્યા બાદ ડેવ તથા પિન્ટો આયટમ બની ગયા હતાં. પછી તો બંનેએ સ્વિટ્ઝરલૅન્ડ ખાતે એક ભાડાનું મકાન પણ લીધું, એ સાબિત કરવા માટે કે બંને સાથે જ રહેશે, પરંતુ હાલ આ જોડી તુટી ચુકી છે.

પ્રાચી-રોહિત

પ્રાચી-રોહિત

અફવાઓ પર વિશ્વાસ કરીએ તો બૉલીવુડના નવા અભિનેત્રી પ્રાચી દેસાઈ અને જાણીતા દિગ્દર્શક રોહિત શેટ્ટી ડેટિંગ પર છે. કહે છે કે રોહિત પોતાના પત્ની-બાળકોને મૂકી પ્રાચી સાથે ડેટિંગ પર ચાલી નિકળ્યાં છે. રોહિત પોતાના હાલના લગ્નજીવનથી ખુશ નથી.

સારિકા-કમલ

સારિકા-કમલ

કમલ હસન અને સારિકાએ લિવ ઇન રિલેશનશિપમાં રહી 80ના દાયકામાં સૌને ચોંકાવ્યા હતાં. 1988માં લગ્ન પછી તેમને બે પુત્રીઓ શ્રુતિ અને અક્ષરા પણ થયા હતાં. હાલ બંને જુદાં જુદાં રહે છે.

પ્રીતિ-અભય

પ્રીતિ-અભય

દેવ ડી ફૅમ અભય દેઓલ તથા તેમના પ્રેમિકા પ્રીતિ દેસાઈ ન્યુયૉર્ક ખાતે સુખેથી રહે છે. અભયે એક ટીવી ચૅટ શોમાં જણાવ્યુ હતું કે તઓ લગ્ન કરવા માંગતા નથી. તેઓ લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માંગે છે.

સંજીદા-આમિર

સંજીદા-આમિર

આ બંને તમામ સ્થળોએ સાથે જ દેખાય છે. નચ બલિયેના સંજીદા શેખ તથા આમિર અલી હાલ લગ્નનું પ્લાનિંગ કરી રહ્યાં છે. થોડાંક વખત અગાઉ સંજીદાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે તેઓ આમિર સાથે જ લગ્ન કરશે.

કાશ્મીરા-કૃષ્ણા

કાશ્મીરા-કૃષ્ણા

કાશ્મીરા શાહ તથા ગોવિંદાના ભત્રીજા કૃષ્ણા અભિષેક 2007માં પપ્પૂ પાસ હો ગયા ફિલ્મમાં સાથે દેખાયા હતાં. ત્યારથી જ બંને લિવ ઇન રિલેશનશિપમાં છે અને આ રિલેશનશિપ હજીય અતૂટ છે.

લારા-કેલી

લારા-કેલી

આ બંનેએ સાચે જ હૉટ કપલ હતાં. લારા દત્તા અને કેલી દોરજી વચ્ચે આઠ વરસ સુધી રિલેશનશિપ હતી. લારા અને કેલી વચ્ચેની આ રિલેશનશિપ લારાના બૉલીવુડ પ્રવેશ અગાઉની હતી. હાલ બંનેના રસ્તા જુદાં થઈ ચુક્યાં છે.

સૈફ-રોઝા

સૈફ-રોઝા

અમૃતા સિંહ સાથે છેડો ફાડ્યા બાદ સૈફ અલી ખાન ઇટાલિયન રોઝા કૅટૅલાનો તરફ વળ્યા હતાં. બંને ખૂબ ખુશ હતાં પોતાની લિવ ઇન રિલેશનશિપથી, પરંતુ હાલ બંનેના રસ્તા જુદાં થઈ ચુક્યાં છે.

કોંકણા-રણવીર

કોંકણા-રણવીર

જ્યારે ચર્ચાઓ રણવીર સૌરી અને કોંકણા સેન શર્મા વચ્ચેના સંબંધો અંગે ખૂબ હોબાળો મચ્યો હતો, ત્યારે રણવીરે ખુલાસો કર્યો હતો કે તે મારી મિત્ર છે અને થોડાક વખત માટે મારી સાથે રહે છે. જોકે પછીથી તો બંનેએ લગ્ન કરી લીધાં, બાળક પણ થયું અને હાલ બંને વચ્ચે છુટાછેડા પણ થવાનાં છે.

વિક્રમ-અમીષા

વિક્રમ-અમીષા

પોતાના માતા-પિતા સાથે પૈસા બાબતે ઝગડો થયાં બાદ અમીષા પટેલે પોતાના બૉયફ્રેન્ડ અને ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ સાથે રહેવાનું નક્કી કર્યું. જોકે તેમની લિવ ઇન રિલેશનશિપ લાંબી ટકી નહીં અને અમીષા પુનઃ પોતાના માતા-પિતા સાથે આવી ગયાં.

ડિમ્પલ-સન્ની

ડિમ્પલ-સન્ની

એક સમયે ડિમ્પલ કાપડિયા અને સન્ની દેઓલ વચ્ચે લવ-અફૅરની જોરદાર અટકળો ચાલી હતી. તે વખતે સન્નીના પત્ની લંડનમાં હતાં. જોકે ડિમ્પલ-સન્નીએ ક્યારેય જાહેરમાં પોતાના સંબંધો અંગે ખુલાસો કર્યો નહીં. બંનેએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું.

કંગના-આદિત્ય

કંગના-આદિત્ય

કંગના રાણાવત જ્યારે બૉલીવુડમાં નવા આવ્યાં, ત્યારે તેઓ આદિત્ય પંચોલી સાથે લિવ ઇન રિલેશનશિપમાં હતાં, પરંતુ જ્યારે વિવિધ જાહેર પ્રસંગોએ આદિત્યે કંગના સાથે દુર્વ્યવહાર કર્યો, તો કંગનાએ સંબંધો ઉપર પૂર્ણવિરામ મુકી દીધું.

પરવીન-મહેશ

પરવીન-મહેશ

પોતાના અને કૅરિયરના યૌવનકાળ દરમિયાન પરવીન બૉબી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટ સાથે લિવ ઇન રિલેશનશિપમાં હતાં. જોકે આ રિલેશનશિપ લગ્નમાં પરિણમી નહોતી. કહેવાય છે કે જ્યારે પરવીન બીમાર રહેવા લાગ્યાં, ત્યારે મહેશે તેમની સારસંભાળ લીધી હતી.

પૂજા-હનીફ

પૂજા-હનીફ

મોટાભાગે પોતાના પિતા કબીર બેદીના નક્શાકદમ ઉપર ચાલનાર પૂજા બેદી પણ પોતાના બૉયફ્રેન્ડ હનીફ હિલાલ સાથે લિવ ઇન રિલેશનશિપમાં હતાં. જોકે તાજેતરમાં જ આ રિલેશનશિપ લીવ્ડ થઈ ચુકી છે.

સુષ્મિતા-વિક્રમ

સુષ્મિતા-વિક્રમ

મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ સુષ્મિતા સેન અનેક દિગ્દર્શકોના આંખના તારા બની ગયા હતાં. તેમણે દસ્તક ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કર્યું. દસ્તકના શૂટિંગ દરમિયાન તેઓ દિગ્દર્શક વિક્રમ ભટ્ટના પ્રેમમાં પડ્યાં. તેઓ એક છત નીચે પણ રહી ચુક્યાં છે.

શ્રુતિ-સિદ્ધાર્થ

શ્રુતિ-સિદ્ધાર્થ

શ્રુતિ હસન તથા સિદ્ધાર્થ સામાન્ય રીતે પોતાના ઍપાર્ટમેંટમાં દેખાતા હતાં. શ્રુતિએ એક વરસની ડેટિંગ બાદ સિદ્ધાર્થ સાથે લિવ ઇન રિલેશનશિપ સ્થાપી. એક મુક્ત વિચારોના વ્યક્તિ તરીકે પિતા કમલ હસને પણ શ્રુતિ અને સિદ્ધાર્થને આશીર્વાદ આપી દીધાં છે.

અનુરાગ-કલ્કી

અનુરાગ-કલ્કી

દેવ ડી ફિલ્મના દિગ્દર્શક અનુરાગ કશ્યપ કલ્કી કોચલીન ઉપર વારી ગયા હતાં અને તેઓ લોકોની ચિંતા કર્યા વગર કલ્કી સાથે લિવ ઇન રિલેશનશિપમાં ચાલ્યા ગયા હતાં. બંને જાહેરમાં પણ સાથે આવ્યા હતાં.

મનોજ-નેહા

મનોજ-નેહા

મનોજ બાજપાઈ અને નેહા લિવ ઇન રિલેશનશિપમાં હતાં. મનોજે નેહાને કરીબ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં તક આપી હતી. હાલ બંનેએ લગ્ન કરી લીધાં છે.

પરમીત-અર્ચના

પરમીત-અર્ચના

અર્ચના પૂરણ સિંહ અને પરમીત સેઠી લગ્નના નિર્ણય અગાઉ લાંબા વખત સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા હતાં. આ યુગલ સુપ્રીમ કોર્ટના એ ચુકાદાથી ખૂબ ખુશ હતાં કે જેમાં કહેવાયુ હતું કે લિવ ઇન રિલેશનશિપ સારી બાબાત છે.

આદમ-નિશા

આદમ-નિશા

ચાર માસની ડેટિંગ બાદ આદમ બેદી તથા નિશા હૅરેલે લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું નક્કી કર્યું. બંને હાલ વરસોવા ખાતેના ઍપાર્ટમેંટમાં રહે છે.

ધર્મેન્દ્ર-હેમા

ધર્મેન્દ્ર-હેમા

સમગ્ર બૉલીવુડ શૉક્ડ થઈ ગયુ હતું કે જ્યારે ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. લાંબા સમય સુધી લિવ ઇનમાં રહ્યા બાદ ધર્મેન્દ્રે તો હેમા સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કર્યો હતો.

રીના-શત્રુઘ્ન

રીના-શત્રુઘ્ન

રીના રૉય અને શત્રુઘ્ન સિન્હા ઘણા વર્ષો સુધી પોતાના પ્રેમ-પ્રકરણના કારણે ચર્ચામાં રહ્યા હતાં. જોકે પછી બંનેએ જુદા પડવાનો નિર્ણય કર્યો. રીનાએ પછી ક્રિકેટર મોહસીન ખાન સાથે લગ્ન કરી લીધાં.

સૈફ-અમૃતા

સૈફ-અમૃતા

સૈફ ત્યારે અમૃતા સિંહના પ્રેમમાં પડ્યાં કે જ્યારે તેઓ બૉલીવુડમાં નવા હતાં. 21 વર્ષીય સૈફે પોતાના કરતાં મોટી વયના અમૃતા સિંહ સાથે લગ્ન કર્યાં. બંનેના બે બાળકો પણ છે. હાલ બંને જુદા-જુદા રહે છે.

સોહા-કુણાલ

સોહા-કુણાલ

સોહા અલી ખાને પોતાના બૉયફ્રેન્ડ કુણાલ ખેમૂ સાથે લિવ ઇન રિલેશનશિપની ખાત્રી આપી છે.

ગોવિંદા-રાણી

ગોવિંદા-રાણી

ગોવિંદા અને રાણી મુખર્જીએ વરસોવા ખાતેના ફ્લૅટમાં સાથે રહેવાનું શરૂ કર્યુ હતું. આ રિલેશનશિપ ચાર વરસ સુધી ચાલી હતી.

English summary
Live-in relationships may not be that common in India but that still hasn't stopped these stars from not conforming to society and opt to live in with their partners. Some have broken up and gone their separate ways while some have married and settled down.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X