ગૂગલ પર અક્ષય કુમારનું ઘર શોધ્યું, પછી ઘરમાં છલાંગ લગાવી

મુંબઈના જુહુ પાસે આવેલા બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારના ઘરમાં એક વ્યક્તિએ સોમવારે રાત્રે દીવાર કૂદીને છલાંગ લગાવી.

મુંબઈના જુહુ પાસે આવેલા બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારના ઘરમાં એક વ્યક્તિએ સોમવારે રાત્રે દીવાર કૂદીને છલાંગ લગાવી. તે વ્યક્તિની આવી હરકત માટે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીનું નામ અંકિત ગૌસ્વામી છે અને તે હરિયાણાનો રહેવાસી છે. તેનું કહેવું છે કે અક્ષય કુમાર તેનો ફેવરેટ એક્ટર છે અને તે તેમને મળવા માંગતો હતો, જેના માટે તેને આવું કર્યું.

akshay kumar

અંકિત ગૌસ્વામીએ જણાવ્યું કે તેના માટે સૌથી પહેલા તેના ગૂગલ પર અક્ષય કુમારનું ઘર શોધ્યું. ત્યારપછી મુંબઈ પહોંચીને સોમવારે રાત્રે તેના ઘરમાં ઘૂસવાની કોશિશ કરવા લાગ્યો. આ દરમિયાન સુરક્ષા ગાર્ડે તેને પકડી લીધો. પોલીસ ઉપધ્યાક્ષ પરમજીત સિંહ દહિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પહેલા આરોપી વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી. ત્યારપછી મંગળવારે તેની ધરપકડ કરવામાં આવી.

આ પણ વાંચો: અજય દેવગનની સતત 3 ફિલ્મો, અક્ષયની 5, પાછળ છે આ 10 સુપરસ્ટાર

અંકિત ગૌસ્વામી રાત્રે લગભગ 1.30 વાગ્યે અક્ષય કુમારના ઘરે કૂદ્યો, ત્યારે જ તેને પકડી લેવામાં આવ્યો. એક અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે અમે અંકિતની પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે તે અક્ષય કુમારનો ફેન છે અને એક્ટર બનવા માંગે છે. તેને કહ્યું કે ઘરમાં ઘુસવા પાછળ તેનો કોઈ ખોટો ઈરાદો નથી. આપને જણાવી દઈએ કે આ કોઈ પહેલીવાર નથી જયારે કોઈ ફેને અભિનેતાના ઘરમાં ઘૂસવાની કોશિશ કરી હોય. આ પહેલા વર્ષ 2016 દરમિયાન એક ફેને અમિતાભ બચ્ચનના ઘરમાં ઘૂસવાની કોશિશ કરી હતી.

આ પણ વાંચો: અક્ષય કુમાર સાથે ડબલ ધમાકા, આ અભિનેત્રીની લોટરી લાગી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X