• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Birthday : બેમિસાલ, બહેતરીન અને લાજવાબ અમિતાભ

|

મુંબઈ, 11 ઑક્ટોબર : બૉલીવુડના શહેંશાહ અમિતાભ બચ્ચનનો આજે જન્મ દિવસ છે. સમ્પૂર્ણ રાષ્ટ્ર આજે તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે. 71 વર્ષના અમિતાભે પોતાના અભિનયથી પોતાની ઉંમરને પણ પોતાના કદ સામે વામણી સાબિત કરી છે. તેમના વ્યક્તિત્વમાં જીવનના તે બધા રંગો છે કે જે પામવા માણસને સદીઓ લાગી જાય છે. આર. બાલ્કીની નજરે તો અમિતાભ સમ્પૂર્ણ તો છે જ, તો પોતાના પરિવારની નજરે પણ તેઓ સન્માનિત વ્યક્તિ છે.

અમિતાભનું સંયમિત અને આદર્શ જીવન જ છે કે જે તેમને સમકાલીન કલાકારો કરતાં આગળ કરે છે. તેનું તાજુ દૃષ્ટાંત છે કે તેમનાથી નાની વાયમાં પણ નાના લોકો કાં તો કામમાંથી નિવૃત્ત થઈ ચુક્યા છે કાં પછી પલંગ ઉર છેલ્લા શ્વાસ ગણી રહ્યાં છે. જ્યારે અમિતાભ આજે પણ હૉટ સીટ પર બેસી લોકોને હૉટ લાગે છે.

એવું નથી કે અમિતાભને સફળતા કોઈક જાદુઈ છડીને પગલે મળી છે. તેની પાછળ તેમની દિવસ-રાતની સખત મહેનત છે કે જેને પગલે 6 ફુટ 2 ઇંચનો લાંબો માણસ આજે સદીનો મહાનાયક બની ચુક્યો છે. તેઓ એક બેમિસાલ એક્ટર, સારા વિલન, આદર્શ પતિ, આઇડલ પિતા, સન્માનનીય શ્વસુર, ઉત્કૃષ્ટ રજુઆતકર્તા અને એક બહુ સારાં ભારતીય છે.

દર્શકોના સ્નેહને પોતાના કરિયરનો બેસ્ટ એવૉર્ડ ગણતાં અમિતાભે ઘણાં પુરસ્કારો જીત્યાં છે. તેમાં ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને બાર ફિલ્મફૅર પુરસ્કારનો સમાવેશ થાય છે. તેમની નામે સૌથી વધુ સર્વશ્રેષ્ઠ અભિનેતા ફિલ્મફૅર એવૉર્ડનો રેકૉર્ડ છે. જો તેમના સાર્થક અભિનયની વાત કરવા બેસીશું તો કદાચ એક આખી સદી ઓછી પડશે. બસ એટલું જ કહી શકાય છે કે અમિતાભ બેમિસાલ, બહેતરીન અને લાજવાબ છે. સદીના આ મહાનાયકને વનઇન્ડિયા પરિવાર પણ ખૂબ ખૂબ અભિનંન આપે છે અને કહે છે હૅપ્પી બર્થ ડે અમિતાભ. અમારા દ્વારા આપ પણ સદીના આ મહાનાયકના જન્મ દિવસે તેમને શુભેચ્છાઓ પાઠવી શકો છો. પોતાની શુભેચ્છાઓ નીચેના કૉમેન્ટ બૉક્સમાં નોંધો. સાથે જ જણાવો કે અમિતાભની કઈ ફિલ્મ આપને સૌથી સારી લાગે છે?

પુરસ્કારોના બાદશાહ

પુરસ્કારોના બાદશાહ

અમિતાભે અત્યાર સુધી ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને બાર ફિલ્મફૅર પુરસ્કાર હાસલ કર્યાં છે.

બહેતરીન ગાયક

બહેતરીન ગાયક

અમિતાભે અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં ગીતો પણ ગાયાં છે. તેમાં મેરે અંગને મેં... રંગ બરસે... અને હોરી ખલે રઘુવીરા.. મુખ્ય છે.

એડના પણ શહેંશાહ

એડના પણ શહેંશાહ

માત્ર ભારતીય ફિલ્મોમાં જ નહિં, પણ અમિતાભ એડની દુનિયામાં પણ લોકો કરતાં આગળ છે. તેમની લોકપ્રિયતાને પગલે તેઓ ગુજરાતના બ્રાંડ એમ્બસડર છે.

લોકો માટે દૃષ્ટાંત

લોકો માટે દૃષ્ટાંત

પડીને સંભળવુ કોઈ અમિતાભ પાસે શીખે. એબીસીએલ કમ્પની ફડચામાં જતા રોડ પર આવી ગયેલ અમિતાભ બચ્ચન આજે પણ પોતાની મહેનતને બળે અબજપતિ છે.

આદર્શ વ્યક્તિત્વ

આદર્શ વ્યક્તિત્વ

બહેતરીન કલાકાર, આદર્શ પતિ, સ્નેહાળ પિતા અને લવિંગ દાદૂ છે અમિતાભ બચ્ચન.

ક્રાંતિકારી કલાકાર

ક્રાંતિકારી કલાકાર

ટેલીવિઝન પર પહેલી વાર કૌન બનેગા કરોડપતિ (કેબીસી) હોસ્ટ કરી ટીવી પ્રત્યે લોકોનો અભિગમ બદલનાર અમિતાભ બચ્ચન જ છે.

ભારત રત્નની માંગ

ભારત રત્નની માંગ

અમિતાભના ઉત્કૃષ્ટ યોગદાનને જોતાં લતા મંગેશકરે જણાવ્યુ હતું કે તેમને ભારત રત્ન મળવું જોઇએ.

English summary
Today Amitabh Bachchan's Birthday. Amitabh born on 11 October 1942. He first gained popularity in the early 1970s as the angry young man of Hindi cinema, and has since become one of the most prominent figures in the history of Indian cinema.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X