આગ લાગી શ્રીદેવીના ઘરમાં અને બેઘર થયાં પ્રભુ દેવા!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 4 જાન્યુઆરી : જાણીતા કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર પ્રભુ દેવાએ શ્રીદેવીનું ભાડાનુ મકાન તેમને પાછુ આપી દીધું છે. તેઓ અત્યાર સુધી જે મકાનમાં ભાડે રહેતા હતાં, તે શ્રીદેવીનું હતું. પ્રભુ દેવાએ શ્રીદેવી માટે તેમનું મકાન ખાલી કરી આપ્યું છે, કારણ કે શ્રીદેવી અત્યાર સુધી જ્યાં રહેતા હતાં, તેમાં ગત 21મી ડિસેમ્બરે આગ લાગી ગઈ હતી.

prabhu-sridevi
જોકે એ સાંભળવામાં અજુગતુ લાગે છે કે જે પ્રભુ દેવા પાસે ચેન્નઈમાં અનેક મકાનો છે, તે પ્રભુ દેવા મુંબઈમાં બેઘર થઈ ગયાં છે. જ્યારે પ્રભુ દેવાએ સાંભળ્યું કે શ્રીદેવી અને બોની કપૂરના ઘરમાં આગ લાગી ગઈ અને તેઓ પોતાના એક મિત્રના મકાનમાં રહેવા ગયાં છે, તો પ્રભુ દેવાએ શ્રીદેવી માટે તેમનું ઍપાર્ટમેંટ ખાલી કરી આપ્યું અને આમ પ્રભુ દેવા મુંબઈમાં બેઘર બની ગયાં. પ્રભુ દેવા અંધેરી ખાતે આવેલી ગ્રીન એકર્સ બિલ્ડિંગ ખાતે આવેલ શ્રીદેવીના મકાનમાં ભાડેથી રહેતા હતાં, પરંતુ હવે તેમણે શ્રીદેવી માટે તેમનું મકાન ખાલી કરી આપ્યું છે.

જ્યારે પ્રભુ દેવાએ સાંભળ્યું કે શ્રીદેવીના બંગલામાં આગ લાગી ગઈ હતી અને તેમનો પરિાર મિત્રના ઘરે રહે છે, તો પ્રભુએ તરત જ મકાન ખાલી કરી આપ્યું. મળતી માહિતી મુજબ માલદીવ ખાતે ન્યુ ઈયરની ઉજવણી કરવા ગયેલ કપૂર પરિવાર મુંબઈ પરત ફર્યા બાદ પ્રભુ દેવાએ ખાલી કરી આપેલ મકાનમાં રહેવા આવી ગયો છે. બીજી બાજુ ચેન્નઈ અને મૈસૂર પ્રવાસે ગયેલા પ્રભુ દેવા આજે મુંબઈ પરત ફરવાનાં છે, પણ તેઓ મુંબઈમાં બેઘર થઈ ચુક્યાં છે. તેઓ કદાચ હવે જુહૂ અને અંધેરી પાસે જ કોઈ મકાન શોધશે.

English summary
Prabhu Deva returned his rented house back to Sridevi after the latters residence - Bungalow No. 18 caught fire on December 21st.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.