For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યશ ચોપરાના મોત અંગે તપાસ કરશે બીએમસી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 23 ઑક્ટોબર : સમગ્ર બૉલીવુડ શોકમાં ગરકાવ છે. વિશ્વાસ જ નથી થતો કે મહોબ્બતની દુનિયામાં જીવતો સ્વસ્થ માણસ ફાની દુનિયા છોડી અચાનક એમ ચાલ્યો ગયો. યશ ચોપરાનું મોત ડેંગ્યુના કારણે થઈ. આ વાત ઉપર લોકો માટે વિશ્વાસ કરવો મુશ્કેલીભર્યું છે. તેથી હવે બીએમસી યશ ચોપરાના મોતનું કારણ જાણવાનો પ્રયત્ન કરશે.

બીએમએસીએ પોતાના અધિકારીઓને આદેશ કર્યો છે કે તેઓ એ વાતની તપાસ કરી પુષ્ટિ કરે કે શું વાસ્તવમાં ફિલ્મકાર યશ ચોપરાનું મોત ડેંગ્યુના કારણે થયું છે.

જો સાચે જ એવું હોય, તો તે વાત સ્વાભાવિક રીતે તપાસનો વિષય બની જાય છે, કારણ કે યશ ચોપરા તો સમ્પન્ન હતાં. જો ગરીબ લોકો આ બીમારીની ઝપટે આવી જાય, તો તેમની પાસે તો બીમારીની સારવારના પૈસા પણ નથી હોતાં. બીએમસી મોતના કારણની તપાસ કરી આરોગ્ય મંત્રાલયને જણાવશે કે જેથી યોગ્ય રોકથામના પગલાં લઈ શકાય.

ઉલ્લેખનીય છે કે ગત રવિવારની સાંજે પાંચ વાગ્યે મુંબઈની લીલાવતી હૉસ્પિટલે યશ ચોપરાનું નિધન થઈ ગયું હતું. તેઓ નવ દિવસથી ડેંગ્યુથી પીડાતા હતાં. ડેંગ્યુના કારણે તેમના શરીરના ઘણાં બધાં અંગો કામ કરતાં બંધ થઈ ગયાં હતાં.

English summary
Bollywood director-producer Yash Chopra passed away at Lilavati Hospital in Mumbai on Sunday, Oct 21. Days after his demise, an investigation will be held to verify the reason of his death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X