શું શાહરૂખ કરી રહ્યો છે હૃતિકની કોપી?

Written By:
Subscribe to Oneindia News

2017માં હૃતિક રોશન અને શાહરૂખ ખાનની ફિલ્મો અનુક્રમે 'કાબિલ' અને 'રઇસ' સાથે રિલિઝ થવાની હતી. જો કે, પછી સમાચાર આવ્યા હતા કે આ ટક્કરને ટાળવા માટે હૃતિક રોશન તેમની ફિલ્મ એક દિવસ વહેલી રિલિઝ કરશે.

raees kaabil

રાકેશ રોશને આ અંગે વધુ પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2017માં 5 દિવસનો વિકએન્ડ મળવાનો છે અને આવી રજાઓમાં રિલિઝ થયેલી ફિલ્મને હંમેશા ફાયદો થાય છે. માટે જ ફિલ્મ 'કાબિલ'ની રિલિઝ ડેટ એક દિવસ આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

kaabil

જો કે, લેટેસ્ટ જાણકારી અનુસાર હવે શાહરૂખ ખાને પણ પોતાની ફિલ્મ રઇસને એક દિવસ વહેલી એટલે કે 25 જાન્યુઆરીના રોજ રિલિઝ કરવાનો નિર્ણય લીધો છે.

shah rukh hritik

નોંધનીય છે કે, આ બંન્ને ફિલ્મો પહેલાં 26 જાન્યુઆરી, 2017ના રોજ રિલિઝ થવાની હતી; ત્યાર બાદ 5 દિવસની રજાઓને ધ્યાનમાં રાખતાં રાકેશ રોશને 'કાબિલ'ની રિલિઝ ડેટ એક દિવસ આગળ વધારી 25 જાન્યુઆરી કરી નાંખી હતી. આ નિર્ણયનું એક કારણ એ પણ કહી શકાય કે રાકેશ રોશન શાહરૂખની બહુચર્ચિત ફિલ્મ 'રઇસ' સાથેની ટક્કર ટાળવા માંગતા હોય. જો કે, હવે લાગે છે કે ફિલ્મ કાબિલે રઇસ સામે ઝીંક ઝીલવી જ પડશે, કારણ કે શાહરૂખ પણ પોતાની ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ જ રિલિઝ કરશે એવી ખબરો મળી રહી છે.

raees

ઘણા સમયથી શાહરૂખ અને હૃતિકની કોઇ મોટી હિટ ફિલ્મ આવી નથી અને આ બંન્ને એક્ટર્સના ફેન્સ તેમની આ મોટી રિલિઝની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. આ કસાકસી ભરી પરિસ્થિતિને ટાળવા જ રાકેશ રોશને 'કાબિલ'ને એક દિવસ વહેલી રિલિઝ કરાવનો નિર્ણય લીધો હતો, પરંતુ લાગે છે શાહરૂખ પોતાની આ ફિલ્મ માટે એકદમ કોન્ફિડન્ટ છે. હવે જોવાનું એ છે કે આ બંન્નેમાંથી કઇ ફિલ્મ દર્શકોની આશા પર ખરી ઉતરશે!

English summary
Shahrukh Khan movie raees is now all set to release on 25th January and will clash with Hrithik Roshan's Kaabil.
Please Wait while comments are loading...