અક્ષય કુમાર અને રજનીકાંત ની ફિલ્મ 2.0 ટીઝર થયું લીક

Posted By:
Subscribe to Oneindia News

અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0 માટે ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ જ્યારથી બની છે ત્યારથી કોઈને કોઈ કારણસર ફિલ્મ ચર્ચામાં રહી છે. હવે આ ફિલ્મનું ટીઝર પણ લીક થઇ ગયું.

rajnikanth

ફિલ્મનું ટીઝર થોડા અઠવાડિયા પછી અધિકારીક રીતે એક મોટી ઇવેન્ટમાં રિલીઝ કરવાનું હતું. પરંતુ કોઈને કઈ પણ ખબર પડી નહીં કે આ ટીઝર લીક થઇ ગયું અને ઝડપથી વાયરલ બની ગયું.

ફેન્સ ઘ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ આ ટીઝર જુએ નહીં. પરંતુ તેમ છતાં વીડિયો વાયરલ થઇ ચુક્યો છે. રજનીકાંત ની દીકરી સૌંદર્યા ખુબ જ હેરાન છે કે આવું કઈ રીતે બની શકે. ફિલ્મને લઈને ખુબ જ તકેદારી રાખવામાં આવી રહી છે.

અક્ષય કુમાર અને રજનીકાંત ની ફિલ્મ 2.0 આ વર્ષે જાન્યુઆરી દરમિયાન રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મમાં હજુ પણ વીએફએક્ક્ષ કામ બાકી છે. ફિલ્મની ટીમ હજુ પણ વીએફએક્ક્ષ કામ કરી રહી છે જેના કારણે ફિલ્મને લંબાવવામાં આવી રહી છે.

હજુ પણ ફિલ્મની રિલીઝ ડેટ નક્કી નથી થઇ રહી. આવી હાલતમાં ફિલ્મનું ટીઝર રિલીઝ થવાથી ફેન્સ હેરાન થયા છે અને ફિલ્મની ટીમ ઘણી દુઃખી થઇ ગયી છે.

English summary
Rajnikanth Akshay Kumar's 2.0 teaser leaked. The teaser was gearing up for an official launch few weeks from now.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.