For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 Reasons : અજય-કરીના-રોહિતની તિકડી એટલે સિંઘમ રિટર્ન્સ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 14 ઑગસ્ટ : આવતીકાલે એટલે કે 15મી ઑગસ્ટે રિલીઝ થઈ રહી સિંઘમ રિટર્ન્સ. ફિલ્મમાં અજય દેવગણ અને કરીના કપૂર લીડ રોલમાં છે, તો દિગ્દર્શક રોહિત શેટ્ટી છે કે જેમની છેલ્લી ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવનારી સાબિત થઈ હતી. એટલે જ સિંઘમ રિટર્ન્સ સાથે રોહિત પાસે વધુ અપેક્ષાઓ છે.

રોહિત શેટ્ટી અને અજય દેવગણની જોડીની ફિલ્મ હોવાના કારણે લોકોને ફિલ્મમાં જોરદાર એક્શન જોવા મળશે, તો બીજી બાજુ કરાની કપૂરની હાજરી કૉમેડી અને રોમાંસનો અહેસાસ કરાવી શકે છે. તેથી પણ લોકોને આશા છે કે ફિલ્મમાં એક્શન તથા ગ્લૅમર બેઉનો તડકો જોવા મળશે.

નોંધનીય છે કે ફિલ્મકાર રોહિત શેટ્ટીનું માનવું છે કે સફળતાને હળવાશથી ન લેવી જોઈએ અને તેથી જ તેઓ સતત પોતાની ફિલ્મોમાં 100 ટકા આપવાનો પ્રયત્ન કરે છે. ગોલમાલ સિરીઝ, સિંઘમ, બોલ બચ્ચન અને ચેન્નઈ એક્સપ્રેસ જેવી ફિલ્મોના દિગ્દર્શક રોહિત શેટ્ટી દર્શકોની નાડ પારખે છે. તેમણે જણાવ્યું - ચેન્નઈ એક્સપ્રેસ બાદ અમે જ્યારે સિંઘમ રિટર્ન્સની સ્ક્રિપ્ટ લખતા હતાં, ત્યારે અમને જાણ હતી કે દબાણ છે. આજે હું તેથી જ ગભરાયેલો નથી.

ચાલો તસવીરો સાથે જાણીએ કેમ જોવી જોઇએ સિંઘમ રિટર્ન્સ ?

એક્શનનો તડકો

એક્શનનો તડકો

કહે છે કે સિંઘમ રિટર્ન્સમાં ગઝનાક એક્શન સીન્સ છે.

રોમાંસનો જલવો

રોમાંસનો જલવો

બીજી બાજુ કરીના કપૂર હોય, તો રોમાંસનો જલવો તો ચોક્કસ જ હશે.

સારી વાર્તાનો દાવો

સારી વાર્તાનો દાવો

રોહિત શેટ્ટીનો દાવો છે કે ફિલ્મમાં એક સારી વાર્તા છે કે જે લોકોને ગમશે.

જ્વલંત મુદ્દા પર ફિલ્મ

જ્વલંત મુદ્દા પર ફિલ્મ

સિંઘમ રિટર્ન્સ ભ્રષ્ટાચાર જેવા જ્વલંત મુદ્દા પર આધારિત છે.

સારા સંદેશનો સાથ

સારા સંદેશનો સાથ

અજય દેવગણે કહ્યુ છે - મારી ફિલ્મ કરપ્શન વિરુદ્ધ છે. તેથી ફિલ્મ જોયા બાદ ચોક્કસ લોકો કરપ્શન વિરુદ્ધ અવાજ ઉઠાવશે.

બજાજ ડિસ્કવર 150એફના પાંચ જાણવા જેવા ફીચર્સ

બજાજ ડિસ્કવર 150એફના પાંચ જાણવા જેવા ફીચર્સ

બજાજ ડિસ્કવર 150એફના પાંચ જાણવા જેવા ફીચર્સ

English summary
Singham Returns is full of Romance and Action said Director Rohit Shetty. This Film is hit on Screen on 15th August.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X