"બોલિવૂડમાં 25 વર્ષ! એવું લાગે છે જાણે કાલે જ આવ્યો હતો"

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને આ ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂર્ણ કરી લીધાં છે. શાહરૂખના ફેન્સ તો ઠીક શાહરૂખ ખાન પોતે પણ આ વાત પર વિશ્વાસ નથી કરી શકતાં. તેમને હજુ પણ એમ જ લાગે છે, જાણે તેમણે ગઇકાલે જ બોલિવૂડમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. સોમવારે ઇદ નિમિત્તે શાહરૂખ ખાને પોતાના ઘર આગળ ફેન્સ અને ફોટોગ્રાફર્સની શુભકામનો ઝીલી હતી, તેમની સાથે અબરામ પણ જોવા મળ્યો હતો. ત્યાર બાદ તેમણે પોતાના બંગલે પત્રકારો સાથે મુલાકાત કરી હતી અને બાળકો, પરિવાર અને ફિલ્મો અંગેની અનેક રસપ્રદ વાતો શેર કરી હતી.

બાળકોની તસવીરો અંગે

બાળકોની તસવીરો અંગે

શાહરૂખ ખાનનો પુત્ર અબરામ હંમેશા તેમની સાથે હોય છે અને આથી સતત સમાચારોમાં રહે છે. છેલ્લા થોડા દિવસથી શાહરૂખની પુત્રી સુહાના ખાન પણ સમાચારોમાં ચમકી રહી છે. આ અંગે શાહરૂખે ફોટોગ્રાફર્સને કહ્યું હતું કે, 'ટ્યૂબલાઇટ'ની સ્ક્રિનિંગ વખતે ફોટોગ્રાફર્સે સુહાનાને ઘેરી લીધી હતી અને આથી તે ખૂબ અનકમ્ફર્ટેબલ થઇ ગઇ હતી. મારી ફોટોગ્રાફર્સને વિનંતી છે કે, તેઓ બાળકોની તસવીરો જરા શાંતિથી લે અને એક-બે તસવીરો લઇને છોડી દે.

સુહાનાના બોલિવૂડ ડેબ્યૂ અંગે

સુહાનાના બોલિવૂડ ડેબ્યૂ અંગે

શાહરૂખે સુહાનાના બોલિવૂડ ડેબ્યૂ અંગે કહ્યું કે, 'સુહાના પણ મોટી થઇને એક્ટ્રેસ બનવા માંગે છે, પરંતુ હું ઇચ્છું છું કે એ પહેલાં તે પોતાનું ભણતર પૂર્ણ કરે. પાર્ટી કે સ્ક્રિનિંગમાં સુહાનાની હાજરીનો અર્થ એ નથી કે તે જલ્દી જ બોલિવૂડ ડેબ્યૂ કરનાર છે. સુહાના મુંબઇમાં છે આથી ઇવેન્ટમાં હાજરી આપી રહી છે. બાકી પહેલાં તે પોતાનું એજ્યૂકેશન પૂર્ણ કરશે.'

આ વખતની ઇદ ખાસ

આ વખતની ઇદ ખાસ

શાહરૂખે અહીં પોતાની અને પોતાના બાળકોની ઇદ અંગે વાત કરતાં કહ્યું કે, 'ઇદના દિવસે હું ખાસ અવાજો સાથે ઉઠું છું, મારા ફેન્સ બહાર મારી રાહ જોઇ રહ્યાં હોય છે અને હવે આ અબરામ આવીને મને ઉઠાડે છે. તે ઇદ માટે ઘણો ઉત્સાહિત રહે છે. અબરામ માટે દરેક દિવસ ઇદ સમાન છે. હું તેને રોજ એક નવું રમકડું આપું છું, જે પહેલા તેની મમ્મી અપ્રૂવ કરે છે. આ વખતની ઇદ વધુ ખાસ છે, કારણ કે આર્યન અને સુહાના પણ અહીં છે.'

સલીમ ખાનને પૂછ્યું, તમને SRK જેવી હેર સ્ટાયલ જોઇએ છે?

સલીમ ખાનને પૂછ્યું, તમને SRK જેવી હેર સ્ટાયલ જોઇએ છે?

'મને ખરેખર વિશ્વાસ નથી થતો કે, મને ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. જ્યારે મારી ફિલ્મ 'દીવાના' રિલીઝ થઇ હતી, ત્યારે હું સ્ટુડિયોથી ઘરે ચાલતો આવતો હતો. એક દિવસ હું સલમાનના ઘર સામેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે સલીમ સાહેબે મને બોલાવ્યો અને કહ્યું, તારી ફિલ્મ તો ઘણી સારી ચાલી રહી છે. સાથે જ તેમણે મને જણાવ્યું કે, તેઓ(સલીમ ખાન) જ્યારે એક સલૂનમાં હેરકટ માટે ગયા હતા ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે, તમને શાહરૂખ જેવી હેરસ્ટાયલ કરાવવી છે?'

એક્ટિંગમાંથી રિટાયરમેન્ટ

એક્ટિંગમાંથી રિટાયરમેન્ટ

'મને નથી લાગતું હું ક્યારેય રિટાયરમેન્ટ લઇ શકીશ. દર્શકો મારા પરિવાર સમાન છે અને હું હંમેશા મારા પરિવાર માટે કામ કરતો રહીશ. કામ કરવાની મને મજા આવે છે. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી એક્ટિંગ કરીશ.'

મારી ઉપર ફિલ્મ બનશે તો એ ખૂબ બોરિંગ હશે

મારી ઉપર ફિલ્મ બનશે તો એ ખૂબ બોરિંગ હશે

'મારી ઉપર જો ફિલ્મ બની તો એ ફિલ્મ ખૂબ બોરિંગ હશે. મારા નજીકના લોકોને તમે પૂછશે તો ખ્યાલ આવશે, મારી લાઇફની ઘણી ઇન્ટરેસ્ટિંગ વાતો મેં ક્યારેય બહાર નથી આવવા દીધી. એ વાતો ત્યાં સુધી સામે નહીં આવી શકે, જ્યાં સુધી હું જાતે સ્ક્રિપ્ટ ન લખું અને ખાલી સક્સેસ પર ફિલ્મ બને તો એ ખૂબ બોરિંગ સાબિત થાય છે. એક વખત એક સીનિયર જર્નાલિસ્ટે જ મને કહ્યું હતું કે, એક પણ કોન્ટ્રોવર્સિ વિના કોઇ મેગા સ્ટાર ન બની શકે.'

English summary
Guess what happened when Shahrukh Khan invited us over for an Eid lunch!
Please Wait while comments are loading...