પ્રિયંકા ચોપરા અને નિક જોનસની રોમેન્ટિક તસવીરો વાયરલ, અલગ અંદાજમાં આવ્યા નજર
પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ઘણી ચર્ચાઓમાં ચાલી રહ્યા છે અને તેમની તસવીરો સોશિયલ મીડિયામાં આવી ધમાલ મચાવી રહી છે.
પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ઘણી ચર્ચાઓમાં ચાલી રહ્યા છે અને તેમની તસવીરો સોશિયલ મીડિયામાં આવી ધમાલ મચાવી રહી છે. તાજેતરમાં ફરીથી બંને સાથે જોવા મળ્યા હતા અને તેમની વધુ રોમેન્ટિક તસવીરો સામે આવી છે. આ તસવીરો વિશે વાત કરીએ તો નિક અને પ્રિયંકા એકસાથે બેઠા છે અને પ્રિયંકા નિક સાથે કંઈક વધુ પ્રેમ જતાવતી જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરાના ચાહકો આ તસવીરોને સતત વાયરલ બનાવી રહ્યા છે અને ખૂબ પસંદ કરી રહ્યા છે.

એક તસવીરમાં તમે જોઈ શકો છો કે પ્રિયંકા ચોપરાએ નિકના ખભા પર પોતાનું માથું મૂક્યું છે અને એવું લાગે છે કે તે કોઈ વિચારમાં ડૂબેલી છે.
આ પણ વાંચો: પોતાના જમાઈ વિશે પ્રિયંકા ચોપડાની મા એ કહી આ વાત
બીજી તસવીરની વાત કરીએ તો નિક અને પ્રિયંકા મજાકના મૂડમાં જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલી વખત નથી કે આવા પ્રકારની તસવીરો વાયરલ થઇ રહી છે.
આ પણ વાંચો: ફિલ્મોમાં આવતા પહેલા આવી દેખાતી હતી પ્રિયંકા, ઓળખી નહીં શકો
તમને જણાવી દઈએ કે તાજેતરમાં હોલીડે પર ગયેલા પ્રિયંકા અને નિકની તસવીરો ખૂબ જ વાયરલ થઇ હતી અને લોકોને ખૂબ પસંદ પણ આવી હતી.

વાત કરીએ પ્રિયંકા અને નિકની સગાઈની તો પ્રિયંકા ચોપરા અને નિક જોનસની સગાઇ ઘણા સમય પહેલા થઈ ગઈ હતી પરંતુ તેમની સગાઈની પાર્ટી અને રોકા સેરેમની 18 ઓગસ્ટનાએ ધૂમધામથી સેલિબ્રેટ કરવામાં હતી.
આ પણ વાંચો: પ્રિયંકા ચોપડાના લગ્ન વિશે પહેલી વાર કંઈક એવુ બોલ્યા શાહરુખ કે...
તમને જણાવી દઈએ કે આ પ્રસંગે બન્નેના ઘણા બધા ફોટાઓ મીડિયામાં વાયરલ થયા હતા, જે ખૂબ ચર્ચા રહ્યા હતા. હમણાં સલમાન ખાનની ફિલ્મ છોડ્યા પછી, તે ફિલ્મ સ્કાય ઇઝ પિંકમાં ફરહાન અખ્તર સાથે જોવા મળશે.












Click it and Unblock the Notifications
