બાહુબલીએ જાતે જ જણાવ્યું, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

Written By:
Subscribe to Oneindia News

કટપ્પાએ બાહુબલી ને કેમ માર્યો?

બે વર્ષ પહેલાં બાહુબલીનો ફર્સ્ટ પાર્ટ રિલીઝ થયો ત્યારે આ સૌથી વધુ આ જ સવાલ પૂછાયો હતો. કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ફિલ્મના એક્ટ્રર્સથી માંડીને ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર સુધી સૌને લોકોએ આ સવાલ પૂછીને હેરાન કરી નાંખ્યા હતા. એવુ જ કંઇ થયું ફિલ્મના મેઇન એક્ટર પ્રભાસ સાથે. પ્રભાસ ફિલ્મમાં બાહુબલીનો રોલ પ્લે કરી રહ્યાં છે.

શુક્રવારે આ ફિલ્મનો બીજો પાર્ટ 'બાહુબલી 2' રિલીઝ થવા જઇ રહ્યો છે ત્યારે ફરી એકવાર લોકોના મનમાં આ સવાલ ભમી રહ્યો છે. એવામાં પોતાની ફિલ્મ પ્રમોટ કરવા માટે એક ઇવેન્ટમાં પહોંચેલા પ્રભાસને પણ આ જ સવાલ કરવામાં આવ્યો. તેનો પ્રભાસે કઇંક આવો જવાબ આપ્યો.

પ્રભાસનો જવાબ

પ્રભાસનો જવાબ

પ્રભાસને જ્યારે પૂછવામાં આવ્યું કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ત્યારે પ્રભાસે કહ્યું કે, બની શકે કે તે સમયે કટપ્પાને ખબર જ નહીં હોય કે, તે કોઇ દુશ્મનને નહીં, પરંતુ બાહુબલીને તલવાર મારી રહ્યો છે! તેણે કહ્યું કે, બની શકે કે કટપ્પાએ બાહુબલીને ભલ્લાદેવ સમજીને તલવાર મારી હોય!

સોશિયલ મીડિયા પર જોક

સ્વાભાવિક છે કે, પ્રભાસ પોતાની ફિલ્મના સસ્પેન્સને સાચવી રાખવા માંગતા હતા અને આથી તેમણે મજાકમાં આવો જવાબ આપ્યો. પરંતુ સોશિયલ મીડિયા પર તો ઘણા વખતથી આ જોક ફરી રહ્યાં છે. જેમાંનો સૌથી પૌપ્યૂલર જોક આ છે.

સોનમ ગુપ્તા-કટપ્પા-બાહુબલી

અન્ય પોપ્યલર જોક છે, સોનમ ગુપ્તા સાથેનો. નોટબંધી બાદ ઘણી નોટો પર 'સોનમ ગુપ્તા બેવફા હે' એવું લખાણ જોવા મળ્યું હતું. ત્યાર બાદ ગૂગલને સૌથી વધારે પૂછાતો પ્રશ્ન બન્યો હતો કે આ બેવફા સોનમ ગુપ્તા છે કોણ? લોકોએ કટપ્પા અને સોનમ ગુપ્તાની વાર્તાને જોડી દઇ આ જોક બનાવ્યો હતો.

કટપ્પાએ બહુબલીને કેમ માર્યો?

કટપ્પાએ બહુબલીને કેમ માર્યો?

ટૂંક સમયમાં જ આ સવાલનો સાચો જવાબ લોકોને મળી જશે. 28 એપ્રિલના રોજ આ ફિલ્મ રિલીઝ થવા જઇ રહી છે. લોકોને સૌથી વધારે રસ એ જ જાણવામાં છે કે, બાહુબલીના મૃત્યુનું રહસ્ય શું છે? આશા છે કે, ફિલ્મ જોયા બાદ લોકોની જિજ્ઞાસા સંતોષાશે અને જો એમ ના થયું તો કદાચ બાહુબલી ફિલ્મનો પાર્ટ 3 આવે ત્યાં સુધી ફરી રાહ જોવી પડશે. Wink

અહીં વાંચો

અહીં વાંચો

#Baahubali2: 500 લોકોએ મળી 50 દિવસમાં રેડી કર્યો ભવ્ય સેટ
બાહુબલીનો ભવ્ય સેટ જ્યારે સંપૂર્ણ રીતે કેમેરામાં ઢાળવામાં આવ્યો તો લોકો જોઇને દંગ રહી ગયા.

English summary
Why Katappa killed Baahubali? Baahubali himself replies to this question.
Please Wait while comments are loading...