For Quick Alerts
For Daily Alerts
બ્રિટિશ રાજઘરાણા માટે કાર્યક્રમ રજૂ કરશે ટેલર સ્વિફ્ટ
લંડન, 27 ઑક્ટોબર : પ્રિંસ વિલિયમ તથા ડચિસ ઑફ કૅમ્બ્રિજ કૅથરીન મિડલટને ગાયિકા ટેલર સ્વિફ્ટને આવતા મહીને કેંસિંગટન પૅલેસ ખાતે યોજાનાર સેંટરપૉઇંટ વિંટર વ્હાઇટ ચૅરિટી સમારંભમાં કાર્યક્રમ રજૂ કરવા માટે અનુબંધિત કર્યાં છે.
વેબસાઇટ ફીમેલફર્સ્ટ.કો.યૂકેના જણાવ્યા મુજબ ટેલર સ્વિફ્ટ આગામી 26મી નવેમ્બરે યોજાનાર સમારંભમાં લગભગ 200 મહેમાનોની હાજરીમાં ગાશે. કાર્યક્રમમાં હાજર રહેવા માટે ટિકટની લઘુત્તમ કિંમત 500 પાઉંડ છે.સેંટરપૉઇંટના એક પ્રવક્તાએ ડેલી મિરર અખબારને જણાવ્યું - આ ખૂબ જ શાનદાર પ્રસંગ છે અને અમે આશા કરીએ છીએ કે આ કાર્યક્રમ વડે સેંટરપૉઇંટ (બ્રિટિશ ચૅરિટી) માટે ઘણા નાણાં એકત્ર થશે. સ્વિફ્ટ સાથે સમારંભમાં સાથી ગાયક જેમ્સ બ્લંટ પણ કાર્યક્રમ રજૂ કરશે.