• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કપિલ બિગ બી સમક્ષ કરગર્યો : દીપિકા સે મેરી શાદી કી બાત ચલાઇયે ન...

|

સૂરત, 5 ઑગસ્ટ : કૌન બનેગા કરોડપતિ 8નું લૉન્ચિંગ એક અસામાન્ય અફૅર હતું. શોના હોસ્ટ અમિતાભ બચ્ચન અને સામે કપિલ શર્મા હતાં. બંને પોતાના ફની મૂડમાં હતાં. એક મહત્વની ક્ષણ એવી પણ હતી કે જ્યારે કપિલ શર્માએ અમિતાભને કહ્યું - આપ મારી માટે દીપિકા પાદુકોણેને પ્રપોઝ કરી આપો.

શો દરમિયાન જ્યારે અમિતાભે કપિલના સિંગલ સ્ટેટસ અંગે પૂછ્યું, ત્યારે જવાબમાં કપિલે બિગ બીને વિનંતી કરતાં જણાવ્યું - શું દીપિકા પાદુકોણે સમક્ષ મારા લગ્નનો પ્રસ્તાવ મૂકવા માટે જનાર વ્યક્તિ તરીકે આપ જાવો, તો કૃપા થશે. આપનું જવુ ઘણુ થઈ જશે.

કૌન બનેગા કરોડપતિની 8મી સીઝન એટલે કે કેબીસી 8નું લૉન્ચિંગ શૂટિંગ તાજેતરમાં જ સૂરત ખાતે થયુ હતું અને તેની તસવીરો વાયરલ થઈ છે. અમિતાભે કપિલને ટ્વિટર વડે થૅંક્સ પણ કહ્યુ હતું - મારા વહાલા મિત્ર કપિલ શર્મા, ગઈ રાત્રિ માટે ગ્રેટફુલ થૅંક્સ. તેમણે કેબીસી શોને ઇનક્રેડિબલ બનાવી દીધો.

કપિલે જવાબમાં જણાવ્યું - તમે જો જોવા માંગતા હોવ કે લીજેન્ડ્સ કેવી રીતે બને છે... તો mr@Srbachchan પર જાઓ અને તેમના કામનો અનુભવ કરો. ઉર્જા અને ઉત્સાહ ક્યારેય સમાપ્ત નથી થતાં.

ચાલો જોઇએ કેબીસી 8ના પહેલા એપિસોડની તસવીરી ઝલક :

એંટરટેનમેંટ, એંટરટેનમેંટ એન્ડ એંટરટેનેંટ

એંટરટેનમેંટ, એંટરટેનમેંટ એન્ડ એંટરટેનેંટ

તમે શું અપેક્ષા રાખશો કે જ્યારે બૉલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તથા સુપર સ્ટાર કૉમેડિયન કપિલ શર્મા એક સાથે સ્ટેજ પર હોવ? એંટરટેનમેંટ, એંટરટેનમેંટ એન્ડ એંટરટેનેંટ!

કેબીસી 8 લૉન્ચ

કેબીસી 8 લૉન્ચ

બંનેની કેમેસ્ટ્રી ક્રૅકિંગ હતી. બંનેના બાંધા ઉત્સાહજનક હતાં. બંનેની ઑનલાઇનર્સ સાક્ષરતાએ ઑડિયંસને બોલ્ડ કરી નાંખ્યાં. આ શો 17મી ઑગસ્ટથી શરૂ થશે.

અમિતાભ વર્સિસ કપિલ

અમિતાભ વર્સિસ કપિલ

એક-બીજા પર નિશાનો સાધતાં બંનેએ એક-બીજાની ખૂબ જ ટિખળ ઉડાવી હતી અને ઑડિયંસનું ખૂબ મનોરંજન કર્યુ હતું. કપિલ-અમિતાભને જોવા માટે સૂરત ઇંટરનેશનલ એક્ઝીબિશન એન્ડ કન્વેંશન સેંટરમાં ભારે ભીડ એકઠી થઈ હતી કે જ્યાં માત્ર 7 હજાર લોકોની બેઠક વ્યવસ્થા હતી.

ભારતીય ટેલીવિઝનના ટાઇટન્સ

ભારતીય ટેલીવિઝનના ટાઇટન્સ

અમિતાભ-કપિલ ભારતીય ટેલીવિઝનના ટાઇટન્સ છે. બિગ બી કેબીસીનું 14 વર્ષથી હોસ્ટિંગ કરે છે, તો કપિલ પોતાના હિટ શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ દ્વારા લોકોને ભરપૂર મનોરંજન પાડી રહ્યા છે કે જેણે તાજેતરમાં જ 100 એપિસોડ પૂર્ણ કર્યા છે.

અમિતાભનો કપિલના માતાને પ્રશ્ન

અમિતાભનો કપિલના માતાને પ્રશ્ન

શોમાં મજા ત્યારે પડી કે જ્યારે અમિતાભે ઑડિયંસમાં બેઠેલા કપિલના માતાને પ્રશ્ન કર્યો - આજ મૈં ભી આપસે પૂછના ચાહતા હૂં કિ આપને ક્યા ખા કે ઇસે પૈદા કિયા થા?

કપિલનો દીપિકાને પ્રસ્તાવ

કપિલનો દીપિકાને પ્રસ્તાવ

વધુ એક ફની મોમેંટ ત્યારે આવી કે જ્યારે અમિતાભે કપિલના સિંગલ સ્ટેટસ અંગે સવાલ કર્યો. કપિલે અમિતાભને વિનંતી કરી કે મારા વતી દીપિકા પાદુકોણે સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકવા માટે શું આપ કાફી નથી?

કપિલ પરેશાન

કપિલ પરેશાન

કપિલ શર્મા અમિતાભ સાથે ટીમિંગ કરતી વખતે પરેશાન થઈ ગયાં, પરંતુ શોમાં બોલાવવા બદલ તેમના વખાણ કરતાં કપિલે જણાવ્યું - આ હું ત્રીજી વખત બચ્ચન સાહેબ સાથે છું અને જ્યારે હું તેમની સાથે કામ કરીશ, ત્યારે હું ખુશનસીબ સમજીશ.

કપિલ-અમિતાભ એક-બીજાના પૂરક

કપિલ-અમિતાભ એક-બીજાના પૂરક

કપિલ-અમિતાભ શોમાં એક-બીજાના પૂરક બની રહ્યાં અને તેમના ફૅન્સ તેમને જોઈને ખુશખુશાલ હતાં, ખાસ તો 71 વર્ષીય બચ્ચનને કે જેઓ ફુલ ફૉર્મમાં હતાં.

દાલ-ફુલ્કા

દાલ-ફુલ્કા

દાલ-ફુલ્કા શબ્દ કપિલના માતા તરફથી આવ્યો અને લોકોની જીભે ચઢી ગયો. કપિલના માતાએ બિગ બીને કહ્યું કે તેના પપ્પા પાસે સારૂ સેન્સ ઑફ હ્યૂમર હતું અને કપિલને તે વારસામાં મળ્યું છે.

કપિલના પિતા કેબીસીના ફૅન

કપિલના પિતા કેબીસીના ફૅન

કેબીસી 8ના ડમી રાઉંટમાં હૉટ સીટ પર બેસનાર કપિલે જણાવ્યું કે તેમના પિતા કેબીસીના ફૅન હતાં અને તેઓ તેમની સાથે આ ગેમ શો જોતા હતાં. કૉમેડીના કિંગ કપિલ શર્મા લાગણીશીલ પણ બન્યા હતાં - મારા માતા ઑડિયંસમાં બેઠેલા છે અને હું લાગણીશીલ થયો છું, પણ ત્યારે મને વિચાર આવ્યું કે હું અહીં લોકોને એંટરટેન કરવા આવ્યો છું.

બિગ બીનો અવતાર

બિગ બીનો અવતાર

સામાન્ય રીતે સીરિયસ અવતારમાં દેખાતાં બિગ બીને અહીં આ રીતે જોવા લહાવો હતો અને કપિલે પણ પોતાની ગપશપ, ફન વડે પોતાની હાજરીને યાદગાર બનાવી દીધી હતી.

આ પણ વાંચો

આ પણ વાંચો

Comedy Nights@100 : જુઓ ધમાલ-મસ્તી ભરી યાદગાર Moments!

English summary
The Launch of Kaun Banega Crorepati 8 had Kapil Sharma request Amitabh Bachchan to be kind enough to take his proposal to Deepika Padukone!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more