નોટબંધીના 50 દિવસ પૂર્ણ, જાણો સરકારને કેટલું કાળું નાણું મળ્યું?

Written By:
Subscribe to Oneindia News

કાળા નાણાં વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ નોટબંધીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મોદી સરકારનો દાવો હતો કે નોટબંધીના નિર્ણય દ્વારા એ તમામ લોકો પર લગામ લગાવી શકાશે જેઓ કાળું નાણું જમા કરીને બેઠા છે. આથી જ નરેન્દ્ર મોદીએ RBI ની સલાહ લઇ રૂ. 500 અને 1000 ની નોટો પર બેન લગાવ્યો હતો, 500 અને 1000 ની જૂની નોટોની જગ્યાએ 500 અને 2000 રૂપિયાના નવી નોટો બહાર પાડવામાં આવી. જૂની નોટો બદલવા માટે સરકારે 30 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો હતો. આવો જાણીએ નોટબંધીના 50 દિવસ બાદ મોદી સરકારના હાથમાં શું આવ્યું? નરેન્દ્ર મોદી કાળું નાણું પકડવામાં કેટલે અંશે સફળ થયા?

458 કરોડ રૂપિયા જપ્ત

458 કરોડ રૂપિયા જપ્ત

નોટબંધીના નિર્ણય બાદ સરકાર દ્વારા અનેક જગ્યાએ છાપા મારવામાં આવ્યા, જેમાં લગભગ 458 કરોડ રૂપિયા જપ્ત થયા. સરકારી એજન્સિઓએ તેમને મળેલી સૂચના અનુસાર આ ઑપરેશન હાથ ધર્યા હતા. 22 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધીના ગાળામાં સરકારી એજન્સિઓએ આવા કુલ 200 ઑપરેશન કર્યા.

નવી નોટો પણ મળી આવી

નવી નોટો પણ મળી આવી

સરકારી એજન્સિઓ દ્વારા જે છાપા મારવામાં આવ્યા તેમાં માત્ર 500 અને 1000ની જૂની નોટો જ નહીં, પરંતુ 500 અને 2000 ની નવી ચલણી નોટો પણ મળી આવી. જપ્ત થયેલા 458 કરોડ રૂપિયામાંથી માત્ર 1.5 કરોડ રોકડ જ જૂની ચલણી નોટોમાં મળી છે. દેશમાં બેંકોની 547 બ્રાંચ અત્યારે ઇડી અને સીબીઆઇની રડાર પર છે.

5000થી વધુ નોટિસ

5000થી વધુ નોટિસ

આવકવેરા વિભાગે ઘણા લોકો વિરુદ્ધ નોટિસ બહાર પાડી છે, પોતાની કાર્યવાહી હેઠળ તેમણે 5000થૂ પણ વધુ નોટિસ જાહેર કરી છે. આવકવેરા વિભાગે એ તમામ લોકોને નોટિસ મોકલી છે, જેમની પર એમને શંકા છે. નોટબંધી લાગુ થયા બાદ અત્યાર સુધીમાં લગભગ 14 કરોડ રૂપિયા બેંકમાં જમા કે એક્સચેન્જ કરવામાં આવ્યા છે.

4 લાખ કરોડ રૂપિયા પર હજુ પણ સંદેહ

4 લાખ કરોડ રૂપિયા પર હજુ પણ સંદેહ

આવકવેરા વિભાગને શંકા છે કે બેંકોમાં લગભગ 4 લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું સફેદ કરી જમા કરાવવામાં આવ્યું છે. આને આધારે જ આવકવેરા વિભાગે હવે એ લોકોને નોટિસ મોકલવાનું શરૂ કરી દીધું છે, જેઓ પોતાની આવકનો સ્ત્રોત જણાવવામાં અસફળ રહ્યાં છે. આ દરમિયાન જ ભારતીય રિઝર્વ બેંક દ્વારા 100, 50, 20 અને 10 રૂપિયાની ચલણી નોટોમાં લગભગ 1.06 કરોડ રૂપિયા બાજરમાં સર્ક્યૂલેશનમાં નાખવામાં આવ્યા છે.

100 લોકોથી વધુની મોત

100 લોકોથી વધુની મોત

નરેન્દ્ર મોદીને નોટબંધીના નિર્ણય દ્વારા કાળા નાણાં સામેની લડાઇમાં એક તરફ ફાયદો થયો છે, તો બીજી બાજુ તેમને ઘણી આલોચનાનો સામનો પણ કરવો પડ્યો છે. નોટબંધીના કારણે બેંકો અને એટીએમમાં લાંબી લાઇનો લાગેલી જોવા મળે છે અને આ કારણે 100 થી પણ વધુ લોકોની મોત થઇ હોવાનું બહાર આવ્યું છે.

English summary
After 50 days of demonetization Modi government got what?
Please Wait while comments are loading...