અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો હંગામો યથાવત, ઈન્ડિગોની વધુ 42 ફ્લાઈટ રદ્દ
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPI) પર છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી હવાઈ સેવાઓની મુશ્કેલીઓ આજે પણ યથાવત્ રહી છે. મંગળવારે ઈન્ડિગો (IndiGo) એરલાઈન્સની ઘણી ફ્લાઈટ રદ્દ થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
એરપોર્ટ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મંગળવારે સવારના 11 વાગ્યા સુધીમાં, ઈન્ડિગો દ્વારા સંચાલિત કુલ 42 ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ આવનારી અને અમદાવાદથી ઉપડનારી ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.

સોમવારની જેમ જ મંગળવારે પણ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર (બેંગલુરુ) અને હૈદરાબાદ જેવા વ્યસ્ત અને મુખ્ય રૂટ્સ પર સૌથી વધુ અસર જોવા મળી છે. આ રૂટ્સ પર સતત બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ્દ થવાને કારણે મુસાફરોની અવરજવર ખોરવાઈ છે.
અગરતલા, બેંગ્લોર, લખનઉ, નવી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, પુણે અને વાસ્કો દ ગામા (GOI) જેવા સ્થળોથી અમદાવાદ આવનારી 22 ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી.
અમદાવાદથી વાસ્કો દ ગામા, પુણે, નવી દિલ્હી, મુંબઈ, અગરતલા, કોઈમ્બતુર, બેંગ્લોર, ડુંગરપુર, હૈદરાબાદ, ચેન્નાઈ અને લખનઉ જેવા સ્થળોએ જતી 20 ફ્લાઈટ્સને રદ્દ કરવામાં આવી હતી.
ફ્લાઈટ રદ્દીકરણના આ સિલસિલાને પગલે મુસાફરોની સગવડતા ખોરવાઈ છે અને તેમને લાંબા વિલંબ કે પછી મુસાફરી રદ્દ કરવાની ફરજ પડી છે.
ચાલુ વિક્ષેપોને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મુસાફરી માટે નીકળે તે પહેલાં સંબંધિત એરલાઈન્સનો સંપર્ક કરીને પોતાની ફ્લાઇટનું સ્ટેટસ ચોક્કસપણે ચકાસી લે. આનાથી એરપોર્ટ પર થતી બિનજરૂરી હાલાકી ટાળી શકાશે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
