For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને શીલાની લલકાર, કહ્યું ગુજરાત કરતાં સારો છે દિલ્હીનો વિકાસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ઓક્ટોબર: દિલ્હીમાં ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. શીલા દીક્ષિત દિલ્હીમાં પોતાની હેટ્રિક બનાવવાનું સપનું જોઇ રહી છે. ત્રીજી વાર મુખ્યમંત્રીની ખરશી પર બેસવાનું સપનું શીલા દીક્ષિત માટે મોટો પડકાર છે કારણ કે આ વખતે તેમના સામે ફક્ત ભાજપ જ નહી પરંતુ આમ આદમી પાર્ટી પણ ઉભી છે. ચૂંટણીને લઇને કરાવવામાં આવેલા અલગ-અલગ સર્વેમાં આમ આદમી પાર્ટીની સ્થિતી સારી બતાવવામાં આવી રહી છે. એવામાં શીલા દીક્ષિતની હચમચીનું ઉઠવું નક્કી જ હતું. ભાજપના વડાપ્રધાન મંત્રી પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો તેજ કરતાં દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતે કહ્યું કે તેમની સરકારનો વિકાસ મોડલ ગુજરાત કરતાં ઘણો સારો છે.

દિલ્હીના વિકાસને સારો ગણાવતાં શીલા દીક્ષિતે નરેન્દ્ર મોદી પર રાજકીય લાભ લેવા માટે ઘૃણા ફેલાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું હતું કે ગુજરાત અને દિલ્હીના વિકાસ મોડલોની તુલના કરી જ ન શકાય. શીલા દીક્ષિતના અનુસાર ગુજરાતના વિકાસમાં એક ખાસ વર્ગ હજુ સુધી પછાત છે. તેમના અનુસાર દિલ્હીના વિકાસ ચોતરફ વિકાસ છે, જ્યારે ગુજરાતના વિકાસમાં સમાજનો એક મોટો ભાગ વિભિન્ન લાભોથી સંપૂર્ણ રીતે વંચિત છે.

sheila-dikshit.jpg

દિલ્હીના નાંગલોઇ વિસ્તારમાં એક જનસભને સંબોધિત કરતાં શીલાએ ગુજરાત મોડલની મજાક ઉડાવી અને કહ્યું કે અહીં કોઇ ભેદભાવ નથી, પરંતુ ગુજરાતમાં લોકોના કેટલાક ખાસ ભાગોને વિકાસ પ્રક્રિયાથી અલગ રાખવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી પર હુમલો કરતાં કહ્યું હતું કે બહુચર્ચિત ગુજરાત વિકાસ મોડલમાં એક મોટો વર્ગ કુપોષણનો શિકાર છે, જેનું સમધાના હજુ સુધી ગુજરાત સરકાર શોધી શકી નથી. નરેન્દ્ર મોદી પર હુમલો કરતાં શીલા દીક્ષિતે કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર ધૃણા અને વિભાજનની રાજનિતી કરતી નથી. તેમને લોકોને ભાજપના ખોટા વાયદાઓથી વચવાની સલાહ આપી હતી.

English summary
Delhi CM Sheila Dikshit taunted Narendra Modi by claiming that the development model of Delhi Government under the Congress is much better than that of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X