For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 8 વ્યવહારોમાં પાન કાર્ડ અનિવાર્ય રીતે જરૂરી

|
Google Oneindia Gujarati News

ભારતમાં ઘણા બધા આર્થિક વ્યવહારો એવા છે જેમાં પાનકાર્ડ અનિવાર્યપણે જરૂરી છે. પરમેનન્ટ એકાઉન્ટ નંબર અથવા તો પાન કાર્ડ આપવો ત્યારે ખાસ જરૂરી છે જ્યારે પોપર્ટી સંબંધિત વ્યવહારો કરવાના હોય છે. અહીં એવા આઠ વ્યવહોરો દર્શાવવામાં આવ્યા છે જેમાં પાન કાર્ડ જરૂરી છે.

નવા બેંક એકાઉન્ટ માટે પાન કાર્ડ જરૂરી

નવા બેંક એકાઉન્ટ માટે પાન કાર્ડ જરૂરી


હવે જ્યારે પણ તમે નવું બેંક એકાઉન્ટ ખોલાવો ત્યારે પાન કાર્ડની વિગતો આપવી ફરજિયાત છે.

પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન્સ માટે પાન કાર્ડ જરૂરી

પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન્સ માટે પાન કાર્ડ જરૂરી


હવે જ્યારે પણ આપ પ્રોપર્ટીનું ખરીદ કે વેચાણ કરો છો ત્યારે પાન કાર્ડની વિગતો આપવી જરૂરી છે. ખાસ કરીને રૂપિયા 50 લાખથી વધારેની કિંમતની પ્રોપર્ટીમાં પાન કાર્ડ આવશ્યક છે.

વાહનની ખરીદીમાં પાન કાર્ડ જરૂરી

વાહનની ખરીદીમાં પાન કાર્ડ જરૂરી


જ્યારે આપ વાહન ખરીદો છો ત્યારે જરૂરી દસ્તાવેજના ભાગરૂપે પાન કાર્ડ આપવામાં આવે છે. કાર જેવા મોંઘા વાહનની ખરીદીમાં પાન કાર્ડ આવશ્યક છે.

હોટેલમાં પેમેન્ટ માટે

હોટેલમાં પેમેન્ટ માટે


હોટેલમાં રૂપિયા 25,000થી વધારેની રકમની ચૂકવણી માટે પાન કાર્ડ જરૂરી છે. જો કે આ નિયમનું પાલન કેટલી હોટેલ્સમાં થાય છે તે કહેવું મુશ્કેલ છે.

5 લાખથી વધુની જ્વેલરી ખરીદતા

5 લાખથી વધુની જ્વેલરી ખરીદતા


આપ રૂપિયા 5 લાખથી વધારેની કિંમતની જ્વેલરી ખરીદો તો પાન કાર્ડ બતાવવું જરૂરી છે.

મોટી રકમની ફિક્સ ડિપોઝિટ માટે

મોટી રકમની ફિક્સ ડિપોઝિટ માટે


જ્યારે આપ રૂપિયા 50,000થી વધારે રકમની ફિક્સ ડિપોઝિટ કરો ત્યારે પાન કાર્ડ જરૂરી છે. આ ઉપરાંત મોટી રકમના રોકડ વ્યવહારો માટે પણ પાન કાર્ડ જરૂરી છે.

નવા ફોન કનેક્શન માટે

નવા ફોન કનેક્શન માટે


નવા ફોન કનેક્શન માટે ટેલિકોમ ઓથોરિટી પાન કાર્ડ માંગે છે.

શેરોની ખરીદી માટે

શેરોની ખરીદી માટે


જ્યારે પણ આપ રૂપિયા 50,000થી વધારેનું મૂલ્ય ધરાવતા શેરની ખરીદી કરો છો ત્યારે આપે પાન કાર્ડ નંબર આપવો જરૂરી છે. પાન કાર્ડની વિગતો વિના કોઇ પણ બ્રોકર આપને ડિમેટ એકાઉન્ટ ખોલી આપશે નહીં.

English summary
8 transactions where PAN card is needed in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X