પરણિત મહિલાએ આત્મહત્યા કરી, સુસાઇડ નોટમાં કહ્યું આમ

Subscribe to Oneindia News

અમદાવાદ: મંગળવારે પારડી રેલવે સ્ટેશન નજીક તારમાલિયાની પરણિતાએ ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટુકાવ્યું હતું. આત્મહત્યા કરતા પહેલા યુવતીએ પોતાના પતિને સંબોધીને નોટ લખી હતી જેમાં તેના લગ્નના ત્રણ વર્ષ થઇ ગયા હોવા છતાં કોઈ સંતાનસુખ પ્રાપ્ત નહિ થતા આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ પારડી તાલુકાના તારમાલિયા ગામે ભેનૌ ફળિયામાં રહેતા આશિષ મનહરભાઈ પટેલનાં લગ્ન ત્રણ વર્ષ પહેલા નેવરી સુથાર ફળિયામાં રહેતી હર્ષના સાથે થયા હતા. લગ્નના ત્રણ વર્ષ વીતી જવા છતાં કોઈ બાળક ન થતા મંગળવારે યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટુકાવ્યું હતું.

Ahmedabad

જે બાદ તેની લાશ મળતા, આ બનાવની જાણ પોલીસે તેના પરિવાર જનોને કરી હતી. આ સમાચાર હર્ષના પિયરીયાઓને થતા અંતિમ દર્શન કરવા માટે તારમાલિયા પહોચ્યા હતા. જ્યાં તેમની સાથે ગેરવર્તન થતા. તેઓ પારડી પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા, જ્યાં તેમને હર્ષેનાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી હતી. નોટમાં હર્ષના ના અક્ષર નહીં હોવાનું જણાવી સાસરિયાં સામે કડક કાર્યવાહી કરવા ફરિયાદ કરી હતી. હર્ષનાના માતા-પિતાનું કહેવું હતું કે વારંવાર સાસરિયા તરફથી બાળક ન થવા અંગે તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.

English summary
A married woman committed suicide in Ahmadabad. Read here to know the reason.
Please Wait while comments are loading...