તમે વોટ નથી આપ્યો, તમારું કામ નહિ થાય: અ'વાદની કોર્પોરેટર

Subscribe to Oneindia News

અમદાવાદના વટવા વિસ્તારના ભાજપના કોર્પોરેટરની ઓડિયો કલીપ હાલ વાયરલ થયા છે. જેમાં ભાજપના કોર્પોરેટર પુષ્પાબેન મિસ્ત્રીની ઓડિયો કલીપ વટવાના નવાપુરા વિસ્તારમાં રહેતા એક સ્થાનિક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. જેમાં સ્થાનિક વ્યક્તિ વટવા વિસ્તારના કોર્પોરેટર પુષ્પાબેનને ફોન કરીને તેમના વિસ્તારમાં રોડ નથી બન્યા રોડ બનાવી આપો તેવું કહે છે, કોર્પોરેટર, તે સ્થાનિક વ્યક્તિને અધિકારીને જણાવાનું કહે છે. અને કહે છે કે જનરલ બજેટ માંથી રોડ બનાવી આપશે મારી પાસે બજેટ નથી તેમ જણાવે છે, છતાં સ્થાનિક રજૂઆત કરે છે મેં બધીજ જગ્યા જઈને આવ્યો છુ તો કોર્પોરેટર સ્થાનિકને પૂછે તમે કંઈ જાતના છો, સ્થાનીક કહે છે મુસ્લિમ, તમે મને વોટ આપ્યા છે તમારા મનને પૂછો, તમે મને વોટ નથી આપ્યા હું તમારું કામ નહિ થાય એવો જવાબ આપે છે.

pushpaben corporater

જો કે આ ફોન અંગે પાછળથી કોર્પોરેટન પુષ્પાબેન ખુલાસો પણ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે આ વ્યક્તિ રાત્રે ફોન કરીને તેમને હેરાન કરે છે. એટલે મેં અધિકારીને જણાવાનું કીધું છે. આમ કહીને તેમણે પોતાનો લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હાલ તો આ ઓડિયો વાયરલ થતા નવો વિવાદ સર્જાયો છે.

English summary
Ahmedabad corporator audio went viral where she says this for minority
Please Wait while comments are loading...