ગૃહમાં જે જોયું તે જોઈને હું સ્તબ્ધ થઈ ગયો છું : અલ્પેશ ઠાકોર

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

આજે ગુજરાતના વિધાનસભા ગૃહમાં જે ઘટના બની તે વિધઆનસભાના કાળા ઇતિહાસ બરાબર છે જ્યાં પ્રજા નેતાઓને ચૂંટીને લોક કલ્યાણના કામ માટે મોકલ છે ત્યાં જ મારા મારી અને ગાળાગાળીના દ્રશ્યો જોઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. હાલમાં વિધાનસભા ગૃહમાં થયેલી મારામારીના વીડિયો વાઇરલ થઈ રહ્યા છે ત્યારે અલ્પેશ ઠાકોર આ ઘટનાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેઓ આ પ્રકારની ઘટના જોઇને ઘણા દુખી થાય છે. અલ્પેશ ઠાકોરે મીડિયાને જણાવ્યું હતું કે હું લોકોની સેવા કરવા માટે ગૃહમાં આવ્યો છું અને લોકોએ મને તે માટે ચૂંટીને પ્રતિનીધી બનાવીને અહીં મોકલ્યો છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આજે ગુજરાત વિધાનસભામાં જે ઘટના બનીતે ભારે દુર્ભાગ્યપૂર્ણ છે અને લોકશાહીને કલકિંત કરનારી છે. હું ગરીબો ,ખેડૂતો અને જનતાનો અવાજ ઉઠાવવા ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય થઈને આવ્યો હતો. આજની ઘટનાથી હું ખુબ દુખી થયો છું.

alpesh thakor

આપણા જનપ્રતિનિધિઓ ગુજરાતની ચિંતા કર્યા વિના બંને પક્ષના લોકોએ જે વર્તન કર્યું છે તે ઘણું દુખદ છે વિધાનસભામાં પક્ષો આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા હોય છે.પણ ગાળાગાળી અને મારામારી થઈ તે જોઈને દુખ થાય છે. આજની ઘટના ઘણી શરમજનક છે. વિક્રમભાઇને અધ્યક્ષશ્રીએ બોલવાની પરવાનગી ન આપી અને ભાજપના સભ્યો મા બહેનની ગાળો બોલતા હતા. આ જોઈને હું સ્તબ્ધ થઈ ગયો અને મારી જગ્યા પરથી હલી પણ ન શક્યો લોકશાહીના મંદિરમાં જે ઘટના બની તે દુખદ છે. ઉલ્લેખનીય છેકે આજે ગૃહમાં વિક્રમ માડમ , પ્રતાપ દૂધાત તેમજ જગદીશ પંચાલ વચ્ચે મારામારી અને ગાળાગાળી થઈ હતી. તો જોઇને બધા આશ્ચર્યમાં પડી ગયા હતા. સાથે સાથે ધારાસબ્ય બનેલા લોકો પ્રજાના ખર્ચે બનેલા ગૃહની સુવિધાઓને નુકસના પહોંચાડે તે પણ કેટલાક લોકોને યોગ્ય લાગ્યું હતું.

English summary
Alpesh Thakor reaction after scuffle between two MLA in Gujarat Assembly

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.