અમદાવાદ: ક્રાઇમ બ્રાંચ પર હુમલો કરનાર 4 ઝડપાયા

Subscribe to Oneindia News

કાર ચોરનારી ટોળકીએ અમદાવાદ અને તેની આસપાસમાં ત્રાસ વર્તાવ્યો હતો, જ્યારે આ ટોળકીને ઝબ્બે કરવા ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ નીકળ્યા ત્યારે ખરેખર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આરોપીઓએ પોલીસની જરા પણ બીક ન રાખતા પોલીસ પર હિચકારો હુમલો કર્યો હતો. જો કે, પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા બે આરોપીઓ ઝડપાઈ ગયા છે.  બુધવારે મોડી રાત્રે કાર ચોર ટોળકીને ઝડપી લેવા માટે છેક અડાજણથી પોલીસની ટીમે પીછો શરૂ કર્યો હતો. આ અંગેની જાણ થઇ જતા મહેસાણાના એક રિસોર્ટ પાસે કાર ચોર ટોળકીના માથાભારે શખ્સોએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટુકડી ઉ૫ર હુમલો કર્યો હતો. તેમણે પોલીસ પર પથ્થરમારો કરી પોલીસને કાર નીચે રહેંસી નાખવાના પણ પ્રયત્ન કર્યા હતા.

ahmedabad

આ અથડામણમાં બે પોલીસ કર્મી અને એક આરોપી ઈજાગ્રસ્ત થયા હતા. હુમલામાં બંને તરફથી ફાયરિંગ થયું હતું, જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગી છે. જો કે પોલીસે પાંચમાંથી ચાર આરોપી નામે રૂઘનાથ બિશ્નોઈ, નારાયણ બિશ્નોઈ, નરેશ રામલાલ, પ્રકાશ રામલાલનની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી ભજનલાલ બિશ્નોઈ ફરાર છે, જેને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે. બુધવારે મોડી રાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ જ્યારે કાર ચોર ગેંગને પકડવા ગઈ હતી ત્યારે તેના પર હુમલો થયો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે વોટરપાર્ક પાસે પોલીસ અધિકારી જે.એન.ચાવડાની ટીમ પર કાર ચોરી કરતી ગેંગે હુમલો કર્યો હતો. કાર ચોર કરતી ગેંગ અડાલજ ખાતે પોલીસની ગાડીને ટક્કર મારીને ભાગી હતી. બાદમાં પોલીસે અમિયાપુરા ગામ પાસેથી 5 પૈકી 4 આરોપીઓની ઝડપી પાડ્યા હતા. પોલીસે હાલમાં પાંચમાંથી ચાર આરોપીને ઝડપી લીધા છે. ઇજાગ્રસ્ત થયેલા કોન્સ્ટેબલને તેમજ એક આરોપીને વી.એસ.હોસ્પિટલમા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

English summary
Ahmedabad Crime Branch was attacked by 5. 4 of them are arrested.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.